[:gj]સરકારી નોકરીની પરીક્ષામાં વધું એક ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો[:]

[:gj]ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ, વર્ગ-૧/૨, રાજ્ય પરીક્ષા બોર્ડ અને વિવિધ વિભાગોની તલાટી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લોક રક્ષક, ટાટ, ચીટનીસ, ચીફ ઓફિસર સહિતની અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ભ્રષ્ટાચાર-ગેરરીતીઓ મોટા પ્રમાણમાં બહાર આવી છે. તેના લીધે મહેનત કરીને સરકારી નોકરી મેળવવા ગુજરાતના લાખો યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી વિદ્યુત સહાયકની પરીક્ષામાં ભ્રષ્ટાચાર-ગેરરીતિની અનેક ફરિયાદો પરીક્ષા આપનાર યુવાનોએ કરી છે. ત્યારે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાની વિશ્વસનીયતા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ૫૦૦ જેટલા વિદ્યુત સહાયક ઈજનેર માટે પરીક્ષાનું આયોજન કર્યું હતું. તા.૦૯/૦૯/૨૦૧૮ ના રોજ વડોદરા ખાતે જુનિયર ઈજનેરની પરિક્ષામાં અનિયમિતતા અને ગોટાળા થયા છે. આ પરીક્ષામાં ખૂબ જ સાંકડી બેન્ચમાં બે કે તેથી વધુ ઉમેદવારોને બેસાડવામાં આવ્યા હતા. જેથી ગેરરીતિ થતા મહેનત કરનાર વિદ્યાર્થીઓને નુકસાન થયું છે. ઓએમઆર સીટ પર ઓળખ છતી થઈ જાય તે રીતે નામ લખવાનું જણાવાયું હતું. જે ભ્રષ્ટાચારને સીધી રીતે પ્રોત્સાહન આપનારૂ છે. ચોંકાવનારી વાત એ છે કે, વિદ્યાથી એક વિકલ્પ પસંદ કરી તે ખોટો જણાય તો તેને છેકી અન્ય વિકલ્પને પસંદ કરવાની વિચિત્ર રીત આ પરીક્ષામાં અપનાવવામાં આવી હતી. જેથી બાદમાં ચકાસણી કરનાર વિદ્યાર્થીઓના નામ જોઈ અન્ય વિકલ્પ પસંદ કરી શકાય. એક જ વર્ગમાં બે બ્લોક રાખવામાં આવ્યા હતા. મોટાભાગની પરીક્ષાઓમાં ફી રૂ.૧૦૦ લેવાયા છે. પરંતુ આ પરીક્ષાની ફી અધધ રૂ.૫૦૦ લેવામાં આવી હતી. તેમ છતાં કોઈ સુવિધા આપવામાં આવી ન હતી. સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ ન હતી. વર્ગ નિરીક્ષક પણ મુંઝવણમાં હતા. ત્યારે મહેનત કરીને પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સાથે એક જાતની છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો છે. ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યના હિત માટે આ પરીક્ષામાં ગેરરીતિ અને ગોઠવણ અટકે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લાં પંદર વર્ષમાં વિવિધ વિભાગોમાં તમામ વર્ગની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ-ગોઠવણ-નાણાંકીય લેતી દેતી દ્વારા પાછલા બારણે ટૂંકા રસ્તાથી નોકરીઓ મેળવવાનો રસ્તો ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી વ્યાપક બન્યો છે. ગુજરાતમાં સરકારી નોકરીઓ-ભરતીઓમાં મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના વ્યાપમ કૌભાંડ કરતાં પણ વધુ મોટું વ્યાપક કૌભાંડ ગુજરાતની ભાજપા સરકાર આચરી રહી છે. આ સંજોગોમાં મોંઘુ શિક્ષણ મેળવી ભવિષ્યમાં રાજ્યના વિવિધ વિભાગોમાં વહીવટી સેવામાં પોતાની કારકિર્દી ઘડવા માંગતા લાખો યુવાન-યુવતીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ભાજપ શાસકો વિવિધ ભરતીઓમાં થતી ગેરરીતિ અને નાણાંકીય લેતી દેતી અંગે મળેલી ફરિયાદો પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા ૧૪ લાખ યુવાનોએ આપી હતી. આ તલાટી ભરતી કૌભાંડમાં વ્યાપક પ્રમાણમાં રાજ્યવ્યાપી પુરાવા સાથે રજૂઆત થઈ હતી. સમગ્ર કૌભાંડમાં તપાસનો રેલો ગાંધીનગરમાં બેઠેલા મંત્રીશ્રીના કાર્યાલય સુધી હતો. એક યુવાન આગળથી નોકરી માટે ૧૪-૧૪ લાખ વસુલાયા હતા. અંતે સરકારને આ કૌભાંડથી મોં બચાવવા માટે ભરતી રદ્દ કરવાની ફરજ પડી હતી. રાજ્યમાં વિવિધ જીલ્લા પંચાયતોમાં આરોગ્ય વિભાગમાં પણ વિવિધ જગ્યા માટે મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખોટા પ્રમાણપત્રોના આધારે નોકરી આપવાની ગોઠવણ થઈ હતી. નામદાર વડી અદાલતના આદેશથી આ ગેરરીતિ ખુલ્લી પડી હતી.[:]