[:gj]સાંસદ દેવુંસિંહના કારણે પૂર્વ પ્રધાન સુંદરસિંહે ભાજપ છોડ્યો[:]

[:gj]ખેડા જિલ્લામાં ભારેલો અગ્નિ છે. ભાજપના લોકો પક્ષ છોડી રહ્યા છે. મહુધામાં ચૂંટણી લડેલા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધા બાદ હવે ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટઈને બે વખત પ્રધાન રહેલા સુંદરસિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાળવી લેતા હતા. પણ હવે પ્રદેશ પ્રમુખ તથા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહને જાળવી શક્યા નથી. ભાજપના સરમુખત્યાર શાહી ધરાવતાં દેવુંસિંહના કારણે ખેડા જિલ્લો ખતમ થઈ રહ્યો છે. બે મહત્વના લોકોએ પક્ષ છોડી દીધો છે. હજુ કેટલાંક છોડવા તૈયાર છે.

ખેડા જિલ્લાની મહેમદાવાદ વિધાનસભા મતક્ષેત્રથી ચાર ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા સુંદરસિંહ ચૌહાણે ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ સરકારમાં ધારાસભ્ય, સંસદિય સચિવ અને રાજ્ય પ્રધાન તરીકે રહી ચૂકેલા સુંદરસિંહ ચૌહાણે રાજીનામુ આપ્યા બાદ હાલની સરકાર ખેડૂત વિરોધી હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દેવુસિંહ પર સીધું નિશાલ લગાવતાં કહ્યું હતું કે, ભાજપ અને સરકારમાં મારી અને મારા સમાજની સતત અવગણના કરવામાં આવી છે. ખેડૂતોની સતત અવગણના થઈ રહી છે. તેથી તેમણે કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે જે ઘણો સ્ફોટક છે. જેમાં દેવુસિંહ શું કરી રહ્યાં છે તેની ભરપૂર વિગતો હોઈ શકે છે.

ભાજપ માટે જિંગદી ઘસી નાખરાના સુંદરસિંહની અવગણના દરેક કાર્યક્રમમાં દેવુસિંહ કરી રહ્યાં હતા. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દરેક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યને બોલાવવા એવો પ્રોટોકોલ છે. પણ એક પણ પૂર્વ ધારાસભ્યને બોલાવવામાં આવતા નથી. ભાજપના કાર્યકરોને દેવુસિંહ હડધૂત કરી રહ્યાં છે. તેથી કાર્યકરોમાં તો રોષ છે જ પણ હવે પૂર્વ ધારાસભ્ય પણ રોષે ભરાયેલા છે.

ભાજપના તમામ ટોચના નેતાઓ દેવુસિંહની આંખે જ જોઈ રહ્યાં છે. તેથી ખેડા જિલ્લામાં ભાજપ ખતમ થઈ ગયો છે. સુંદરસિંહને નરેન્દ્ર મોદી સરકારમાં શ્રમરોજગાર રાજ્ય પ્રધાન બનાવીને તેમનું સન્માન કર્યું હતું આજના નેતાઓ અપમાન કરી રહ્યાં છે. નરેન્દ્રભાઈ મોદીએ ચરોતરને થયેલો અન્યાય દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

(દિલીપ પટેલ)[:]