[:gj]સાડા ચાર હજાર બહેનો સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોતાના ભાઈને રાખડી બાંધવા આવશે[:]

[:gj]

ગુજરાતની સૌથી મોટી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓ મળી કુલ ત્રણ હજાર કેદીઓને રાખવામાં આવે છે, રક્ષાબંધનનો તહેવાર કેદીઓ પણ ઉજવી શકે અને જેલની બહાર રહેલી તેમને બહેનો પોતાના ભાઈને  રાખડી બાંધી શકે તે માટે જેલ સત્તાવાળાઓ દ્વારા એક ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, સાબરમતી જેલમાં 15મી ઓગષ્ટની ઉજવણી બાદ તરત રાખી બાંધવા આવેલા બહેનોને તબક્કાવાર જેલમાં પ્રવેશ આપી પોતાના ભાઈને રાખી બાંધવાની મંજુરી આપવામાં આવશે, એક ગણતરી પ્રમાણે જેલમાં રહેલા ત્રણ હજાર કેદીઓને સાડા ચાર હજાર બહેનો રાખડી બાંધવા આવશે, જેને ધ્યાનમાં લઈ સલામતીની વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે,
સાબરમતી જેલમાં બારસો જેટલા પાકા કામના એટલે કે જેમને સજાનો હુકમ થઈ ગયો છે તેવા કેદીઓ છે જયારે હજી જેમની સામે કોર્ટ કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે તેવા કાચા કામના અઠારસો કેદીઓ છે આ તમામ કેદીઓ રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેનો સાથે ઉજવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,  સાબરમતી જેલમાં અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાતના કેદીઓને રાખવામાં આવતા હોવાને કારણે રાખી બાંધવા માટે બહુ મોટી સંખ્યામાં બહેનો પણ બહારગામથી આવી રહી છે. આ તમામ બહેનોને તબક્કાવાર પોતાના ભાઈને રાખી બાંધી શકે તે માટે જેલમાં પ્રવેશ આપવામાં આવશે, એક અંદાજ પ્રમાણે સાડા ચાર હજાર બહેનો રક્ષાબંધનના તહેવારા માટે આવી રહી હોવાને કારણે જેલ સત્તાવાળા દ્વારા અમદાવાદ પોલીસ પાસે મહિલા પોલીસનો બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો છે.
આમ એક જ સ્થળે ત્રણ હજાર કેદીઓ અને તેમના રાખી બાંધવા આવેલી સાડા ચાર હજાર બહેનો એકત્રીત થતી હોવાને કારણે વિવિધ એજન્સીઓને પણ આ બાબતની જાણકારી આપી સતર્ક કરવામાં આવી છે, તેમ બહારથી મોટી સંખ્યામાં લોકો વાહનો લઈ આવતા હોવાને કારણે જેલના રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસને પણ બંદોબસ્ત રાખવાની સુચના આપવામાં આવી છે.  રક્ષાબંધનના દિવસે ખુબ જ ભાવુક દર્શ્યો સર્જાતા હોય છે કારણ વર્ષો જેલની અંદર રહેલા ભાઈ પાસે બહેન પોતાની રક્ષાની માગણી કરતી હોય છે..
પાલનપુર જેલમાં રહેલા સંજીવ ભટ્ટને 350 બહેનો રાખી બાંધે તેવુ આયોજન હાર્દિક પટેલે કર્યુ
કસ્ટોડીયલ ડેથમાં જન્મટીપની સજા ભોગવી રહેલા પુર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ હાલમાં પાલનપુર જેવમાં છે જયારે તેઓ પોલીસ અધિકારી તરીકે ફરજ ઉપર હતા ત્યારે તેમણે ખોટુ કરવામાં પાછળ વળી જોયુ ન્હોતુ, જયાં સુધી સરા પોસ્ટીંગ મળતા રહ્યા ત્યાં સુધી પોતાનું મોઢુ બંધ રાખ્યુ , પણ અમીત શાહ સાથે વાંધો પડયા પડયા છે., 2002ના કોમી તોફાનો મામલે માનવ અધિકારની વાતો કરવા લાગ્યા હતા, સંજીવ ભટ્ટને સામાન્ય માણસના પણ માનવ અધિકાર હોય છે તેવી ખબર તેઓ નોકરી ઉપર હતા ત્યારે ન્હોતી, પણ હવે સજા થઈ ગયા પછી તેઓ પણ માનવ અધિકારની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના હાથમાં રમી રહેલા સંજીવ ભટ્ટની વ્હારે હવે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આવ્યા છે, હાર્દિક પણ જનાધાર ગુમાવી ચુકયા છે, એટલે તેઓ પણ સમાચારમા સ્થાન મેળવવા માટે ગતકડા કરતા રહે છે., પાલનપુર જેલમાં રહેલા સંજીવ ભટ્ટને 350 બહેનો જેલ ઉપર જઈ રાખી બાંધે તેવી વ્યવસ્થા તેમણે ઉભી કરી છે.

[:]