[:gj]સી પ્લેનના ફરી સ્વપ્ન બતાવાયા, શ્રીમંતો સિવાય કોઈ નહીં બેસી શકે [:]

[:gj]ગુજરાતમાંથી મહેસાણા, અમરેલી, ડીસા અને માંડવી એરપોર્ટ પરથી પણ હવે હવાઈ મુસાફરી કરી શકાશે. આ ઉપરાંત, એમ્ફબિયસ પ્લેન દ્વારા સાબરમતી નદીથી સીધા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા નદીમાં સી પ્લેન મારફતે પણ ઉડાન ભરી શકાશે. સી પ્લેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણા નજીક શેત્ર્šંજય ડેમના પાણીમાં સીધા પ્લેન ઉતરતા દેખાય તે દિવસો હવે દૂર નથી.
ભારત સરકારે ઉડાન સ્કીમ હેઠળ વિવિધ નાના પ્રવાસન સ્થળોને એર કનેકટીવિટી મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં પણ હાલ શિડ્યૂલ ઓપરેટર ઉડાન સ્કીમ હેઠળ વિવિધ સ્થળોએ તેમની વિમાન સેવા આપી રહ્યા છે. રાજ્ય સરકારના એવિએશન વિભાગના કેપ્ટન અજય ચૌહાણના જણાવ્યા અનુસાર, ‘રાજ્યમાં આગામી ઉડાન સ્કીમ માટેના બીડિગની પ્રોસેસ માટે ચાર સ્થળોના નામ મોકલી અપાયા છે. જેમાં મહેસાણા, અમરેલી, ડીસા અને માંડવી એરપોર્ટનો સમાવેશ થાય છે.’
આ ચાર સ્થળમાંથી કોને એકબીજા સાથે જાડવા તે એરલાઈન્સ કે ઓપરેટર નક્કી કરશે. ત્યારબાદ તેની એક બેઝ પ્રાઈસ અપાશે, અને તેના પર બીડિંગ કરાશે. ભારત સરકારે ઉડાન-૪ નામની બીડિંગ પ્રોસેસ શરુ કરી છે. જેમાં પહેલીવાર નોન શિડ્યૂલ ઓપરેટર પરમિટ (એનએસઓપી) કેટેગરીમાં બીડિંગ થશે. ગુજરાતમાં હાલ ઉડાન યોજના હેઠળ એર ડેક્કન, ટ›જેટ, સ્ટાર એરલાઈન્સ જેવી શિડ્યૂલ કંપનીઓ કાર્યરત છે. હવે નોન-શિડ્યૂલ એરલાઈન્સને બીડ કરવાની પરવાનગી મળતા સુરતની વેન્ચુરા પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
રાજ્યમાં સી પ્લેનની વાતો છેલ્લા કેટલાક વર્ષોથી થાય છે, પરંતુ હવે ઉડાન-૪ બીડિંગમાં ખાસ જાગવાઈઓને પગલે ગુજરાતમાંથી ત્રણ સ્થળોને બીડિંગ પ્રોસેસમાં મૂકવા રાજ્ય સરકારે અનુમતિ આપી છે. જે ત્રણ વોટર એરોડ્રામનો તેમાં સમાવેશ કરાયો છે તેમાં સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાલિતાણા નજીક શેત્રજય ડેમનો સમાવેશ થાય છે.[:]