[:gj]સુરતની આગની ઘટના બાદ અમદાવાદમાં શાળાઓ માટે ફાયર સેફ્ટીનું માર્ગદર્શન અપાશે [:]

[:gj]સુરતમાં ટ્યુશન વર્ગમાં આગના કારણે 22 વિદ્યાર્થીઓને મોત બાદ અમદાવાદમાં આવી આગ લાગે તો શું કરવું જોઈએ તે અંગે શાળાઓ માટે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા 30 મે 2019ના દિવસે અમદાવાદના ટાઉન હોલ ખાતે બપોરે 2થી 6નાં સમયમાં ફાયર સેફટીનું માર્ગદર્શન આપવા માટે એક સેમીનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ફાયર સેફટીનું માર્ગ દર્શન ચીફ ફાયર ઓફિસર એમ. એફ. દસ્તુર દ્વારા આપવામાં આવશે. આ સેમિનારમાં અમદાવાદ શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાના સંચાલકો તેમજ વેપારીઓને હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

12 ઓગસ્ટ 2018માં અમદાવાદ શહેરમાં પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે એઇજી દ્વારા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 1500થી વધુ વાલી, વિદ્યાર્થીઓની હાજરીમાં 350થી વધુ તેજસ્વી વિધાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાઈ ગયો એ કાર્યક્રમની થીમ “પાર્કિંગ સમસ્યા અને સમાધાન” પર વૈવિધ્યપૂર્ણ પરફોર્મન્સ યોજાયા હતાં.

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ છેલ્લાં 10 વર્ષ થી ચાલતું શૈક્ષણિક સંસ્થાઓનું ગ્રુપ છે. જેમાં અમદાવાદની 250થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 50 હજાર વિદ્યાર્થીઓ સંકળાયેલા છે. આ સંસ્થા દ્વારા અનેક શૈક્ષણિક, સામાજીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ગ્રુપ શૈક્ષણિક અને સામાજિક જવાબદારી માટે આવા કાર્યક્રમ યોજે છે.[:]