[:gj]હું ચોકીદાર છું નહીં, ચોકીદાર ચોર છે, મોદી સરકારમાં રૂ.400 કરોડના ભ્રષ્ટાચાર બદલ પકડ વોરંટ [:]

[:gj]હું ચોદાકીદાર છું એવી ઝૂંબેશ ભાજપે શરૂ કરતાં ગુજરાતના રૂ.400 કરોડના કોંભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કરતાં હું ચોકીદાર કેમ્પેઈનને ફટકો પડ્યો છે.

લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફીશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલતે ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું છે. અગાઉ ગુનાની સુનાવણી દરમિયાન અદાવતમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કરાયું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર ધરપકડ વોરન્ટ જાહેર કરાયું છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. ભાજપને હવે કોળી નેતા કુવરજી બાવળીયા મળી જતાં હવે સોલંકીનો કોળી યુગ આથમી રહ્યો હોવાની આ પહેલી ઘટના માનમાં આવી રહી છે.

ભાજપના અમરેનીના નેતા દિલિપ સંઘાણી વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરાયું હતું. દિલિપ સંઘાણી તેમના વકિલ મારફતે અદાલતમાં હાજર હતા પણ સોલંકી માંદગીના કારણે ગેરહાજર હતા. હવે પછીની સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

નરેન્દ્ર મોદીની સરકારમાં થયેલા  રૂ.400 કરોડના ફિશરીઝ કૌભાંડના આરોપમાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીને આગામી પંદર દિવસમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર થવા માટે હાઇકોર્ટે ફરમાન કર્યું હતું.

ગુજરાત સરકારની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ ગુજરાતની ચોકીદારી કરવામાં રૂ.400 કરોડ ચોકીદાર લઈ ગયા હોવાની ફરિયાદ કરીને ભાજપના પ્રધાન સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે. માછીમારોને અપાતો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ 2008માં પૂરો થયો હતો ત્યારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હતા. 2009માં માછલા પકડવાની હરાજી કરી આ કોન્ટ્રક્ટ પુન: આપવાના હતા. પરંતુ પરૂષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા 12 લોકોને અને પછી 38 લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા હતા. હરાજી વિના કોન્ટ્રક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની રહે છે. આ મંજૂરી સોલંકીએ મેળવી ન હતી.

આમ હું ચોકીદાર કેમ્પેઈન શરૂં થયું ત્યારે જ મોદીના સમયના પ્રધાન ચોરી કરતી વખતે ચોર બની ગયા હતા.

પ્રધાનો સામેની ગાંધીનગર કોર્ટે ઇશ્યૂ કરેલી પ્રોસેસને ફરિયાદને રદ કરવા ગુજરાત હાઇકોર્ટે ઇન્કાર કરતા ભાજપના આ બંને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.

વળી રાજ્યપાલ દ્વારા સોલંકી વિરુદ્ધ કાર્યવાહી માટેની મંજૂરી આપ્યા કાયદાની જોગવાઇઓ હેઠળ ગુનો સાબિત થઈ શકે તેમ છે.

રાજ્ય સરકારની તીજોરીને 400 કરોડનું નુકસાન કરીને ચોકીદારોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપો છે. હાઇકોર્ટે આ જળાશયોની ફાળવણી રદ કરી હતી અને ટેન્ડરની પ્રક્રિયા અપનાવીને કોન્ટ્રાક્ટ આપવાનો આદેશ કર્યો હતો. આ જ મામલે પરષોત્તમ સોલંકી વિરુદ્ધ લાચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવા ઇશાક મરડિયાએ મંજૂરી મેળવવા અરજીઓ કરી હતી. ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટે આ મામલે ધારા-202 હેઠળની તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં તપાસ અધિકારી દ્વારા બે વર્ષથી વધુ સમય સુધી તપાસ કરવામાં આવી હતી.

પરસોત્તમ સોલંકી ઉપરાંત દિલીપ સંઘાણી તથા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી શકાય તેવો અહેવાલ સામે આવ્યો હતો. જેથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પ્રોસેસના આદેશ કરવામાં આવ્યા હતા.[:]