[:gj]૪૦ દિવસમાં ખરાબાની જમીનને ખેતી માટે શ્રેષ્ઠ બનાવી શકાય[:]

[:gj]આઇ.ઇ.સી.ના રિસર્ચ એક્ઝીક્યુટીવ સમ્યક ચતુર્વેદીએ જમીનની ફળદ્રુપતા તથા પી.એચ. સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે ફક્ત ૪૦ દિવસમાં ખરાબા ની જમીનને પણ ખેતી માટે શ્રેષ્ઠ કેવી રીતે બનાવી શકાય કે જેથી જમીનની ફળદ્રુપતા ઉપરાંત રોગપ્રતિકારક તથા ઉત્પાદન શક્તિ વધે તે અંગે ઇનોકેર કલ્ચરની સમજ આપી હતી અને તેની પ્રયોગવિધીનું નિદર્શન કર્યું હતું.

જમીનની ફળદ્રુપતાનુ ખેતીમા ધણુ મહત્વ છે. રાષાયણિક ખાતરના અયોગ્ય ઉપયોગથી તથા દેશી ખાતરના ઓછા વપરાશથી જમીનની ફળદ્રુપતા ઘટી છે.જમીનની પી.એચ. તથા ક્ષારનુ પ્રમાણ વધ્યુ છે.જેના કારણે રાષાયણિક ખાતરની જરૂરત અને ખેતી ખર્ચ પણ વધ્યા છે.જમીનની પી.એચ. જો ૬.૦૦ થી ૭.૫૦ વચ્ચે લાવવામા આવે તો ફળદ્રુપતામા વધારો થઈ શકે છે. ઇનોકેરમાથી સેકેંડરી કલ્ચર બનાવવામા આવે છે જેનાથી આગલા પાકના કચરાને જમીનમા જ કોહાવડાવી , ખાતરમા ફેરવવામા આવે છે. આ સાથે જમીનની પી.એચ. પણ યોગ્ય થતા ખાતરની જરૂર પણ ઘટે છે. પોષણ લભ્ય બનતા પાકોની રોગ પ્રતીકારક શક્તિમા વધારો થાય છે. અને ઉપજમા પણ વધારો થાય છે.
સેકન્ડરી કલ્ચર બનાવવાની વિધિ…..

૧. ઇનોકેર = ૨૫૦ એમ. એલ.

૨.આઇ સર્જ = ૫૦ એમ.એલ.
૩.ગોળ = ૮ કિલો
૪. પાણી = ૨૦૦ લિટર

૫. ખેતરની માટી =૧ કિલો
૬. ગાયનુ છાણ = ૧ કિલો
ઉપરોકત તમામ સામગ્રીને એક પ્લાસટીકના ૨૦૦ લિટરના ડ્રમમા લઈ ૮ થી ૧૦ દિવસ સુધી કોહવડાવો.આ દ્રાવણને રોજ બે વાર હલાવવુ. ૯થી ૧૦ દિવસે ઉપરના ભાગે સફેદ/આછી પીળી છારી બાજે પછી વાપરવૂ.
પિયત સાથે = ૧૩૦ થી ૧૪૦ લિટર
છંટકાવ = ૬૦ થી ૭૦ લિટર
મિત્રો ઇનોકેરની મદદથી આપણે 200 લિટર બેક્ટેરિયા બનાવી શકીયે છિયે… જેને જમીનમા ઉમેરવાથી તે હવામાનો નાઇટ્રોજન જમીનમા ઉમેરે છે આથી નાઈટ્રોજન યુક્ત ખાતરોની જરૂરત ઘટે છે… આ બેક્ટેરીયા આપણે ખુબજ ઓછા ખર્ચમા બનાવી શકીયે છીયે‌‌‌‌. એક અંદજ પ્રમાણે જોઇયે તો 1 લિટર બેક્ટેરિયા ની કિંમત માત્ર 2 થી 3 રૂ છે . આમ ઇનોકેર્ ખુબજ ઓછા ખર્ચમા જમીનને વધુ ઉપજાવ અને ફળદ્રુપ બનાવે છે…
નોધ: સેકેંડૅરી કલ્ચરમા પ્રતી એમ.એલ. આશરે ૧૦૦ કરોડથીદ પણ વધુ જીવાણુ હોય છે. જે ખેતરમા રહી હવામાનો નાઈટ્રોજન જમીનમા ઉમેરે છે.

ભારત સરકારનાં આઇસ્ટેડ પ્રોજેક્ટ હેઠળ આર.ડી.એફ. તથા ઇનોવેટીવ ઇકો કેરનાં સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી આઇ.કે.ચાવડા ગ્રામ્ય વિદ્યાપીઠ, કહાનવાડી, આંકલાવનાં બેચલર ઇન રુરલ સ્ટડીઝ (બીઆરએસ) નાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ રોજગારીની તકો આધારિત ઉદ્યોગ સાહસિકતા-એન્ટરપ્રેન્યોરશીપ દ્વારા નવા સ્ટાર્ટ અપ કેવી રીતે કરી શકાય તે અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આ વિગતો આપવામાં આવી હતી.

આઇસ્ટેડ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રણય શુક્લાએ રાસાયણિક ખાતરો તથા દવાઓનાં બેફામ ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી જવાથી ખેડૂતોને ખેતીથી મળતું નફાનું પ્રમાણ ઘટી ગયેલ છે તેમ જણાવ્યું હતું. ગ્રામ્ય વિદ્યાપીઠનાં સ્નાતકોને ગ્રામીણ કક્ષાએ ઓર્ગેનીક રીતે ખેતી / જમીનમાં સુધારણા, મચ્છરોનું નિયંત્રણ, વેસ્ટ મેનેજમેન્ટ (કચરાનું વ્યવસ્થાપન), તળાવોની સફાઇ, વગેરે ક્ષેત્રે ઉપલબ્ધ ઉદ્યોગસાહસિક થવાની તકો વિશે સમજ આપી હતી. રોજગારીને બદલે ગ્રામીણ કક્ષાએ આઇસ્ટેડ પ્રોજેક્ટનાં માર્ગદર્શન હેઠળ સ્વરોજગારી કેવી રીતે મેળવી શકાય તે જણાવ્યું હતું. આઇસ્ટેડ પ્રોજેક્ટ હેઠળ ડાંગર, ઘઉં, કપાસ, ચણા, મગ, તુવેર ઉપરાંત વિવિધ શાકભાજી, અનાજ તથા કઠોળનાં પાકોમાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત આઈસી ટેક્નોલોજીથી સંપૂર્ણ રીતે ઓર્ગેનીક ખેતી દ્વારા ખેતી પરનાં ખર્ચનું ભારણ ઘટાડીને વધુ આવક કેવી રીતે મેળવી શકાય તેનાં પેકેજીસ વિશે સમજ આપી અને આ પ્રોજેક્ટ હેઠળનાં મધ્ય ગુજરાતનાં સફળ પ્રગતિશીલ ખેડૂતોની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને દવાઓનાં ઉપયોગ ચાલુ રાખીને ખેડૂત તેની આર્થિક પરિસ્થિતિ, વપરાશકર્તાઓના સ્વાસ્થ્યને તથા જમીનની ફળદ્રુપતાને ભયાનક નુકસાન પહોંચાડી રહ્યો છે. ભવિષ્યનો સમય હવે ઓર્ગેનીક ફાર્મિંગનો જ છે.

ઇનોવેટીવ ઇકો કેરના ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક વિપુલ ચતુર્વેદીએ આઇસ્ટેડ પ્રોજેક્ટ હેઠળ આઇ.ઇ.સી. ટેક્નોલોજી વિષયે વિવિધ પ્રશ્નોનાં નિરાકરણ અંગે બ્રુહદ સમજ આપી હતી, જેમકે પાણીની ખારાશ, પર્યાવરણમાં થતાં ફેરફારથી ઊભી થતી વિવિધ વાયરસને લગતી બીમારીઓ પર નિયંત્રણ, કીટક નિયંત્રણ, વિવિધ પાકોના વિકાસ તથા મૂળના સારા વિકાસ માટે સંપૂર્ણ ઓર્ગેનીક (સૂક્ષ્મ તત્વો તથા સૂક્ષ્મ જીવાણુઓ આધારિત) ટેક્નોલોજીની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટને બદલે કૃષિ વૈજ્ઞાનિકોએ ઇન્ટીગ્રેટેડ સોઇલ હેલ્થ મેનેજમેન્ટનો અભિગમ અપનાવવો જરૂરી છે.

આ પ્રસંગે સંસ્થાના વિસ્તરણ અધિકારી જસવંતસિંહ પઢિયાર, જયંતિભાઇ ગામિત, સુરતસિંહ પઢિયાર દિલીપસિંહ સોલંકી , કેતનભાઈ પટેલ તથા અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.[:]