છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો

અમદાવાદ: છોકરીને એકલી જોઈને વિકૃત યુવક પેન્ટ કાઢી ધાબે પહોંચ્યો, પછી થયું…
અમદાવાદનાં ચાંદલોડિયા વિસ્તારમાં મહિલાએ તેમના પાડોશી યુવક સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાની પુત્રી ધાબે વાંચતી હતી ત્યારે યુવક અર્ધનગ્ન હાલતમાં ધાબે આવી ગયો હતો. તે બાદ પુત્રી નીચે ઘરમાં જતી રહી હતી.

પુત્રીએ જયારે માતાને આ અંગેની જાણ કરી ત્યારે માતા ચોપડા લેવા તે ઉપર ગઇ હતી. ત્યારે પાડોશી વિકૃત યુવક ત્યાં અર્ધ નગ્ન હાલતમાં બેઠો હતો. આ હાલતમાં જોઇને મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી. બાદમાં આ શખ્સે બિભત્સ ચેનચાળા અને ઇશારાઓ કરતા મહિલા નીચે દોડી આવીને પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.