[:gj]ભ્રષ્ટાચાર સામે પગલાં ન ભરાતાં ફરી આ વર્ષે 400 કિ.મીના માર્ગો તૂટી ગયા[:]

[:gj]અમદાવાદ શહેરમાં બે વર્ષ અગાઉ તુટેલા ૨૨૫ કી.મી.રસ્તાઓ મામલે છ એડીશનલ સીટી ઈજનેર અને ૧૯ ડેપ્યુટી સીટી ઈજનેરોને અપાયેલી શોકોઝ માત્ર કાગળ ઉપર રહી હાઈકોર્ટ સમક્ષ અમપાએ ૫૦,૦૦૦ દસ્તાવેજા સાથે ૩૫,૧૫૫ પાનાની એફીડેવીટ રજુ કરી હતી

શહેરના ૧૯૪૭ રસ્તાઓ માટે ૮૩૨ કરોડનુ બજેટ ફળવાયુ હતું

અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭ના જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ૨૨૫ કીલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જેમાં ગુજરાતની વડી અદાલતે 25 અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમની સામે પગલાં લેવાનું કહ્યું હતું. તેમની સામે પગલાં ન લેવાતાં 2019માં ફરીથી તે તમામ માર્ગો તૂટી ગયા છે. આ અધિકારી સામે પગલાં લેવાયા હોત તો માર્ગોની ગુણવત્તા સુધરી હોત અને આ વર્ષે માર્ગો તૂટી ગયા ન હોત. ભ્રષ્ટ સત્તાવાળાઓએ કોઈ પગલાં ન લેતાં આ વર્ષે 400 કિલોમીટરના માર્ગો તૂટી ગયા છે.

સમગ્ર મામલે ગુજરાત ઉચ્ચ અદાલતમાં જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવતા અમદાવાદ મહાનગર પાલિકા – અમપાના 6 એડીશનલ સીટી ઈજનેરો અને ૧૯ ડેપ્યુટી સીટી ઈજનેરોને માર્ગો તૂટવા માટે જવાબદાર ગણવા માટે સજા કરવા કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હતી.

રાજકીય દબાણ

માર્ગો તૂટવા માટે જવાબદાર 25 અધિકારીઓએ હડતાલ પર જઈને કામગીરી ઠપ્પ કરી દેવાની ધમકી આપી હતી. રૂ.900 કરોડના માર્ગો ધોવાઈ જવાના કૌભાંડમાં રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાથી આ અધિકારીઓ સામે બે વર્ષથી પગલાં ભરાયા નથી.

ટોરેન્ટ જવાબદાર

આ તરફ આ વર્ષે ટોરેન્ટ પાવર દ્વારા ૩૦૦ કીમીના રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા છે. કેબલ નાંખવા માટે નવા માર્ગો પણ ટોરેન્ટે તોડીફોડી નાંખ્યા છે. તેમ છતાં ભાજપના ભ્રષ્ટ નેતાઓ ટોરેન્ટ સામે પગલાં લેતાં નથી. વળી, હલકા મટીરીયલથી ફરીથી રસ્તા ધોવાઈ ગયા છે. ફરી એક વખત ભ્રષ્ટાચાર રસ્તા પર દેખાય છે. આ પરિસ્થિતીમાં શહેરમાં વસતા ૬૫ લાખ લોકોના વેરાના નાણાં વેડફાઈ રહ્યાં છે. જેનો લોકોમાં ભારે આક્રોશ છે.

મ્યુનિસિપલ કમિશ્નર જવાબદાર

જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવતા વડી અદાલતે અમપાના એ સમયના મ્યુનિસિપલ કમિશનરને આડે હાથ લેતા જવાબદાર એવા રોડ બનાવનારા ઠેકેદારો અને ઈજનેર વિભાગના અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરી કડક કાર્યવાહી કરવાના પણ આદેશ કર્યા હતા. હાલના કમિશ્નર વિજય નહેરાએ આ અધિકારીઓ સામે કોઈ પગલાં ભર્યા નથી. માત્ર 42 ઠેકેદારોને નોટિસ આપી હતી. તેમને કાળી યાદીમાં મૂક્યા પણ આ લોકો જ ફરીથી બીજા નામે માર્ગોનું નબળું કામ કરી રહ્યા છે. ભ્રષ્ટ ભાજપના નેતાઓ સાથે જોડાયેલા છે.

વડી અદાલતે કેવા આદેશો આપ્યા હતા

  1. રોડ તુટવા બદલ જવાબદાર ઠેકેદારોને કાળી યાદીમાં મૂકો
  2. તુટેલા રોડ જે તે ઠેકેદારોને રીસરફેસ કરાવો.
  3. અમપાના જવાબદાર ઈજનેરો સામે કડક કાર્યવાહી કરો.
  4. કેટલા રોડ રીસરફેસ કેટલા સમયમાં થશે તે રજૂ કરો.
  5. તમામ વિગતો અમપાની વેબસાઈટ ઉપર મુકો.

વિજીલન્સની તપાસ 

અમપાના વિજીલન્સ વિભાગ દ્વારા વડી અદાલત સમક્ષ ૩૫,૧૫૫ પાનાનું શોગંદનામું રજુ કર્યું હતું. જેમાં  ૧૨૫ કીલોમીટર વિસ્તારમાં આવેલા ૨૩૧ રોડની તપાસની વિગતો રજૂ કરી હતી. ૮૩૫ જેટલી મેઝરમેન્ટ બુક તેમજ ૫૦,૦૦૦થી વધુ દસ્તાવેજા રજૂ કરાયા હતા. જે તમામ કસરત થઈ છતાં કોઈ પગલાં ન લેવાયા અને ફરી એક વખત કરોડો રૂપિયાના માર્ગો ધોવાઈ ગયા છે. અમપાના ઈતિહાસમાં આ સૌથી મોટો અહેવાલ હતો.

૮૦ કારણદર્શક નોટીસ

અમપાના વિજીલન્સ વિભાગ દ્વારા ૮૦થી વધુ કારણદર્શક નોટિસ આપી હતી. જેમાં ૪૦ નોટીસો ઈજનેરોને આપવામાં આવી હતી. બાકીની નોટીસો કોન્ટ્રાકટરોને ખરાબ રસ્તા મામલે તેમણે મુકેલી અનામત મૂડી  જપ્ત કરવી કે કેમ તેની હતી.

ઈજનેરોએ મોં છુપાવ્યું

25 ઈજનેરોએ શોકોઝ નોટીસનો જવાબ ત્રણ મહીના સુધી આપવામાં આવ્યો ન હતો. ફરી 3 મહિના બાદ નોટીસ આપવામાં આવી હતી. તુટેલા રોડ મામલે હાલ ઉત્તરઝોનમાં એડીશનલ સીટી ઈજનેર તરીકે ફરજ બજાવતા એડીશનલ સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલાને ૧૧ શોકોઝ નોટીસ આપવામાં આવી હતી. બાદમાં કમિશ્નર મુકેશકુમારની બદલી થઈ જતા, ભાજપના ભ્રષ્ટ નેતાઓના કારણે આ આખોય મામલો અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવ્યો હતો.

ત્રણ ઠેકેદારો બરતરફ

અમપા કમિશનર મુકેશકુમારે ત્રણ રોડ ઠેકેદારો આકાશ ઈન્ફ્રા, જી. પી. ચૌધરી અને જે. આર. અગ્રવાલનો સમાવેશ થાય છે. તાકીદની અસરથી ૨૦ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ કાળી યાદીમાં મૂકવામાં આવ્યા હતા. 225માંથી 90 રોડનું ફોરેન્સિક લેબમાં પરીક્ષણ કરાયુ હતુ. જેમાં ૪૫ રોડ અતિશય ખરાબ હોવાનો વિજ્ઞાનીક અહેવાલ આવ્યા હતા. બીજામાં હલકી સામગ્રી વાપરવામાં આવી હતી.

એડીશનલ સીટી ઈજનેરોમાં કોને કેટલી નોટીસ

નામ નોટીસ રોડની સંખ્યા

 

હીતેશ કોન્ટ્રાકટર ૦૩ ૦૩
પી.એ.પટેલ ૦૪ ૦૪
હરપાલસિંહ ઝાલા ૧૧ ૧૬
રાખી ત્રિવેદી ૦૬ ૦૬
નરેન્દ્ર મોદી ૦૮ ૦૮
એચ ટી મહેતા ૦૬ ૦૬
અમિત પટેલ ૦૨ ૦૨
કુલ ૪૦ ૪૫

 

ડેપ્યુટી સીટી ઈજનેરોમાં કોને  કેટલી નોટીસ

નામ નોટીસ રોડ

 

સંજય સુથાર ૦૨ ૦૧
પ્રણય શાહ ૦૧ ૦૧
હીમાંશુ મહેતા ૦૨ ૦૨
રાજેશ રાઠવા ૦૩ ૦૩
નયન ખરાડી ૦૫ ૦૫
હરગોવન દેસાઈ ૦૭ ૦૮
મહેન્દ્ર પરમાર ૦૧ ૦૧
પરેશ શાહ ૦૨ ૦૨
ગોપાલ પટેલ ૦૩ ૦૩
રાજેશ મહેતા ૦૧ ૦૧
મહેશ બારોટ ૦૨ ૦૪
સુનિલ મેકવાન ૦૧ ૦૧
એ.સકસેના ૦૨ ૦૨
પ્રકાશ વિંઝુડા ૦૧ ૦૧
શ્રીપતી મારૂતિ ૦૧ ૦૧
અતુલ પટેલ(નિ) ૦૩ ૦૩
હેમંત શાહ(નિ) ૦૨ ૦૨
સુરેશ પ્રજાપતિ(નિ) ૦૧ ૦૧
રાજેન્દ્ર પટેલ(નિ) ૦૧ ૦૧
કુલ ૪૧ ૪૫

 [:]