1 lakh desi cows reduced in one year in Gujarat, 47 lakh bulls missing, Rs 900 assistance per cow don’t work, गुजरात में एक साल में 1 लाख देसी गाय कम हुंई, 47 लाख बैल गायब, प्रति गाय 900 रुपये की सहायता भी काम नहीं आई
દિલીપ પટેલ
ગાંધીનગર, 25 એપ્રિલ 2023
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગાય માટે ભાજપની હિંદુ વિચારધારા ધરાવતી સરકાર મોટું અભિયાન શરૂ કરી રહી છે. પણ ધરતી પરની સ્થિતી કંઈક જૂદી છે. પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય માટે રૂ.900ની સવસીડી આપે છે. પણ તે 4 ટકા માંડ થાય છે. દેશી અને શંકર મળીને ગૌ વંશ 2012માં 1 કરોડ હતા તે 2019માં 96 લાખ 43 હજાર થઈ ગયા છે. જેમાં બળદ 20 લાખ અને ગાય 67 લાખ 66 હજાર છે. આમ બળદો 47 લાખ ગુમ છે.
પશુ ઘટ્યા ને દૂધ વધ્યું
2012માં દૂધનું ઉત્પાદન 9.81 કરોડ કિલો હતું, જે 2019માં વધીને 14.50 કરોડ લિટર થઈ ગયું હતું. ગાય ઘટી તો દૂધનું ઉત્પાદન કઈ રીતે વધી શકે. ભેસોની સંખ્યા પણ એટલી વધી નથી.
દેશી ગાયો ઘટી
બીજું એ કે દેશી ગાયો 2012માં 50 લાખ 32 હજાર હતી તે 7 વર્ષમાં 2019માં ઘટીને 43 લાખ 77 હજાર થઈ ગઈ હતી. 6 લાખ 55 હજાર ગાયો ઘટી ગઈ હતી. વર્ષે 1 લાખ દેશી ગાયો ઓછી થઈ રહી છે. તે હિસાબે 2023માં દેશી ગાયની સંખ્યા 40 લાખ થઈ ગઈ હોઈ શકે છે.
દેશી બળદો ગુમ
ગાયો બચ્ચાને જન્મ આપે છે તેમાં વાછરડાનો જન્મદર વધું હોય છે. તે હિસાબે આજે 40 લાખથી વધારે દેશી બળદ કે આખલા હોવા જોઈતા હતા. પણ 2019માં માત્ર 18 લાખ 50 હજાર હતા. જે 2012માં 30 લાખ 25 હજાર હતા. 2023માં 16 લાખ બળદ માંડ હશે આમ 50 ટકા બળદ 7 વર્ષમાં ઘટી ગયા. જે કાંતો છાત પીતા કરાયા છે કાંતો કતલ ખાને ગયા છે.
આમ ગાયની સરખામણીએ 40 લાખ બળદની સામે માત્ર 16 લાખ છે. બાકીના 24 લાખ બળદો ગુમ છે. તે ક્યાં ગયા ? તેનો કોઈ જવાબ સરકાર આપતી નથી.
શંકર ગાયો
દેશી ગાયોની સામે શંકર કે ક્રોસ બ્રિડ ગાયો 2012માં 17 લાખ 34 હજાર હતી તે 2019માં વધીને 32 લાખ 70 હજાર થઈ ગઈ હતી. શંકર ગાયોના બળદો 1 લાખ 92 હજાર હતા તે ઘટીને 1 લાખ 36 હજાર થયા છે.
પ્રાકૃતિક ખેતી અંગે પણ આખું ભારત ગુજરાત પાસેથી પ્રેરણા લે એ હેતુથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી માટે ‘મિશન મૉડ’ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના સ્થાપના દિવસ; 1 મેથી ગ્રામીણ કક્ષાએથી શરૂ થનારા પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો છે. આખું ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને તેવું બની શકે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ મળી રહે એ માટે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અઠવાડિયામાં બે દિવસ ખાસ માર્કેટની વ્યવસ્થા ઊભી કરવા તેમને સૂચના આપી હતી. શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતર-વાડીની અઠવાડિયામાં એક વખત મુલાકાત લેવા પણ તેમણે કલેકટર્સ-ડીડીઓને અનુરોધ કર્યો હતો.
1 મે 2023થી ગુજરાત રાજ્યના સ્થાપના દિવસથી રાજ્યના 14,455 ગ્રામ પંચાયત વિસ્તારોના ખેડૂતોને ગામમાં તાલીમ અપાશે. 10 ગામોના એક એવા 1473 ક્લસ્ટર્સ બનાવાયા છે. 10 ગામ પૈકીના જ કોઈ ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા નિપૂણ ખેડૂત; કે જેને રાજ્ય સરકારે વિશેષ તાલીમ આપીને ‘માસ્ટર ટ્રેઈનર’ બનાવ્યા છે તે અને સાથે આત્મા-કૃષિ વિભાગના એક નિષ્ણાત પ્રતિનિધિ, બંને પોતાને ફાળવાયેલા દસ ગામોમાં ખેડૂતોને વિનામૂલ્યે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે.
બૅક ટુ નેચરનો ઉકેલ પ્રકૃતિ પાસે જ છે. કોઈ પણ વયે ગંભીર રોગો જોવા મળી રહ્યા છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના વધુ ઉપયોગથી સ્વાસ્થ્ય સામે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અત્યંત જરૂરી છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી રાજ્યના પ્રજાજનોને અનેક મોટા લાભ થશે તે નિશ્ચિત છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને-પશુપાલકોને પ્રોત્સાહિત કરવા દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર પ્રતિમાસ રૂ.900 આપે છે. પણ કેટલી ગાયોને આપવામાં આવે છે તે અંગે સરકારે જાહેર કર્યું નથી. વર્ષે રૂ.10 હજાર 800 આપવામાં આવે છે. સરકારે 2022-23માં 213 કરોડ રૂપિયા ફાળવેલા હતા. તેનો મતલબ એ થયો તે બે લાખ ગાયોના માલિકોને આપવામા આવે છે.
સરકારની ખોખલી નીતિ કેવી છે તે તેના નાણાની ફાળવણી પરથી થાય છે. 213 કરોડની જોગવાઈ ઘટાડીને 198 કરોડ કરી દેવાઈ. તેમાં ખર્ચ કેટલું કર્યું તે સરકારે જાહેર કર્યું નથી. આ વર્ષે 2023-24માં પણ એટલી જ જોગવાઈ કરી છે. તેનો સીધો મતલબ એ થયો કે સરકાર પોતે 1 લાખ 97 હજાર 750 ગાયો માટે જ સહાય ચાલુ રાખવા માંગે છે. તેનાથી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વધારવા માંગતી નથી. 2022ના અંતમાં 1 લાખ 84 હજાર 521 પશુપાલકોને રૂ.179 કરોડ 35 લાખ સહાય કરી હતી.
એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી – આત્મા – દ્વારા યોજનાનો અમલ થાય છે.
2021-22માં યોજના શરૂ કરી 2013 કરોડની જોગવાઈ કરી હતી.
2022-23માં જોગવાઈ 213.57 કરોડ કરવામાં આવી હતી.
2022-23માં સુધારેલો અંદાજ 198.48 કરોડ કરી દેવાયો હતો.
2023-24માં જોગવાઈ 213.57 કરોડ કરી છે.
ગુજરાતમાં દેશી ગાયોની સંખ્યા 43 લાખ 77 હજાર ગાયો છે. તેમાંથી માત્ર 1 લાખ 84 હજારને જ રૂ.900ની સહાય આપવામાં આવે છે. જે 4 ટકા જેવી ગાય થાય છે.
ગાય પાછળ ખર્ચ વધારે છે પણ ડાંગ જિલ્લાને સંપુર્ણ પ્રાકૃતિક ખેતી માટે પસંદ કરાયો છે પણ સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લાના માત્ર 13 હજાર 480 ખેડૂતોને રૂ.6 કરોડ 89 લાખ ચૂકવાયા છે. ડાંગ જિલ્લો જો 100 ટકા પ્રાકૃતિક ખેતીનો બની ગયો હોય તો ત્યાં 25 હજાર ગાયોને ગયા વર્ષે કૃત્રિમ ગર્ભધાન કરવામાં આવી હતી.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાવવા માટે રૂ.60 કરોડની જોગવાઈ કરી હતી.
ગુજરાતના 70% ગામડામાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કનો ઉપયોગ ખેડૂતોએ ઉપયોગ કરે છે.
રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેત પેદાશોને વધુ સારું માર્કેટ મળી રહે અને વધુ ખરીદશક્તિ ધરાવતા ગ્રાહકો સુધી પ્રાકૃતિક ખેત પેદાશો પહોંચી શકે એ માટે સપ્લાય ચેનની સુદ્રઢ અને સુયોગ્ય વ્યવસ્થા કરવા કલેકટર્સ-ડીડીઓને તેમણે સૂચન કર્યું હતું.
તેનો મતલબ કે ગુજરાતમાં હજું પ્રાકૃત્તિક ખેતી માટે બજાર માળખુ બન્યું નથી.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 4 લાખ 32 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્ય સરકારે 12 લાખ 36 હજાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. 1 લાખ 86 હજાર ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર મહિને રૂ.900 આપી રહી છે. ડાંગ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, નર્મદા, ગીર સોમનાથ અને આણંદ જિલ્લામાં પ્રમાણમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.