1 લાખ મજૂરો કામ કરતાં થયા, હજું 39 લાખ બેકાર છે

જાન્યુઆરી 2020 સુધીમાં નોંધાયેલા 7.32 લાખ લઘુ, નાના, અને મધ્યમ કદના ઉદ્યોગો છે. 26 હજાર ફેક્ટરી છે,જેમાં 18 લાખ લોકો કામ કરે છે. આમ 40 લાખ કામદારો બેકારીના ખપ્પરમાં ગુજરાતમાં હોમાયા છે. મોટા એકમોને મંજૂરી આપવામાં આવે છે પણ નાના એકમોને કોઈ મંજૂરી આપી નથી. આવા 7 લાખ એકમો છે જ્યાં 20 લાખ લોકો કામ કરતાં હોવાનો અંદાજ છે.

20 એપ્રિલ 2020થી ઊદ્યોગ પૂન: શરૂ કરવાના પ્રથમ દિવસે 6 હજાર ઊદ્યોગો શરૂં થયા છે જેમાં 45 હજાર કામદારો-શ્રમિકોએ કામ શરૂ કર્યુ છે. 21મી તારીખે એટલાં જ શરૂં થયા છે. આમ કુલ 1 લાખ લોકો કામ કરતાં થયા છે. પણ હજું 39 લાખ લોકો જો રોજગારી વગર ભટકી રહ્યાં છે.

ઊદ્યોગ એકમો વિવિધ જિલ્લાઓમાં પૂન: શરૂ થયા છે તેમાં અમદાવાદ 1000 રાજકોટ 350 વડોદરા 600, સુરત 250, ભરૂચ 450, વલસાડ 600, મોરબી 400, ગાંધીનગર 400, કચ્છ 750 અને બાકીના જિલ્લાઓમાં અંદાજે 850 જેટલા એકમો શરૂ થયા છે.



એકમોમાં કેમિકલ્સ, સિરામીક ટાઇલ્સ, સિમેન્ટ અને લઘુ ઊદ્યોગોનો સમાવેશ થાય છે. ભાવનગરના અલંગ શીપબ્રેકીંગ યાર્ડને પૂન: શરૂ કરાશે.

બે દિવસમાં 15 હજાર એકમો શરું થશે.  ઊદ્યોગ એકમો કાર્યરત કરવા જિલ્લાકક્ષાએ કલેકટરની અધ્યક્ષતામાં 6 સભ્યોની સમિતિની રચના કરેલી છે.

જેટ્રો-જાપાન એકસર્ટનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને ઊદ્યોગ ફરી શરૂ કરવા આપેલી છૂટ અંગે આભાર માન્યો છે.

પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઉદ્યોગો સરળતાથી ઉત્પાદન કરી શકે અને તેમાં કોઈ મુશ્કેલી આવે તો તે માટે સંકલન હેતુથી ઉદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે એ કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે- ટેલીફોન નંબર ૦૭૯ ૨૩૨૫૨૫૩૫