અમદાવાદની 100 ખાનગી હોસ્પિટલોને મહાનગર પાલિકાએ રૂ.48 કરોડ કોરોનાના બિલના ચૂકવ્યા

અમદાવાદ, 29 ડિસેમ્બર 2020

અમદાવાદ શહેરમાં કોરોના દર્દીની સારવાર માટે 105 ખાનગી હોસ્પિટલો અમદાવાદ મહાનગર પાલિકાએ ભાડે રીખી હતી. કોરોના દર્દીઓને મફત સારવાર માટે રૂા.48 કરોડ ખાનગી હોસ્પિટલોને 30 નવેમ્બર 2020 સુધીમાં બિલ આપ્યા છે. 11 હજાર દર્દીઓને અમદાવાદ મહાનગર પાલિકાએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અપાવી છે.

શ્રીમંત વિસ્તારમાં વધું કોરોનાનું બિલ

કોરોનાના સૌથી વધુ કેસ સમૃદ્ધ એવા પશ્ચિમ અમદાવાદ ઝોનમાં નોંધાયા છે, ખાનગી હોસ્પિટલોના બિલ વધારે અપાયા છે. જૂના અમદાવાદના મધ્ય ઝોનમાં કેસની સંખ્યા વધારે હોવા છતાં ખાનગી હોસ્પિટલો ઉપલબ્ધ કરવામાં આવી ન હોવાથી ખર્ચ ઓછો થયો છે. દક્ષિણ ઝોનની ખાનગી હોસ્પિટલોને રૂા.3 કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂા.15 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં રૂા.4 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂા.6 કરોડ, મધ્ય ઝોનમાં રૂા.1.50 કરોડ, પૂર્વ ઝોનમાં રૂા.5 કરોડ તથા ઉત્તર ઝોનની ખાનગી હોસ્પિટલોને રૂા.13.50 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

શું ચાર્જ અપાયો છે

ખાનગી હોસ્પિટલો સાથેના કરારમાં વોર્ડમાં ખાલી બેડ પેટે રૂા.700 તથા દર્દી હોય તો રૂા.4500, એમ.ડી.યુ.માં ખાલી બેડના રૂા.1080 તથા દર્દીવાળા બેડ માટે રૂા.6750, વેન્ટીલેટર વગર આઈ.સી.યુ.માં અનુક્રમે રૂા.1440 તથા રૂા.900 અને વેન્ટીલેટર સાથે આઈ.સી.યુ.વોર્ડમાં રૂા.1000 તથા દર્દી હોય તો રૂા.11250 રોજના ચૂકવવામાં આવતા હતા. 15 ડીસેમ્બરથી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ટેસ્ટીંગ કીટ માટે રૂ.155 કરોડ

દર્દીઓના ટેસ્ટીંગ માટે દવા વગેરેની ખરીદી માટે રૂા.140 કરોડનો ખર્ચ થયો છે. જે પૈકી રેપીડ એન્ટીજન ટેસ્ટની કીટ ખરીદી માટે રૂા.115 કરોડનો ખર્ચ થયો છે. રૂ.255 કરોડનું ખર્ચ કરાયું છે. રેપીડ એન્ટીજન ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યા બાદ ચેપ અંકુશમાં આવ્યો છે. હવે શહેરમાં દર્દીઓ ઘટી રહ્યાં છે. 100 કિઓસ્કમાં ટેસ્ટ કરવામાં આવે છે.

દવા પાછળ માંત્ર રૂ.20 કરોડ

પી.પી.ઈ.કીટ, રેમડેસીવીર ટોસીલીઝૂમેબ જેવા મોંઘા ઈન્જેક્શન, એન્ટીબાયોટીક સહિત તમામ પ્રકારની દવા, પી.પી.ઈ.કીટ, થર્મલગન, ગ્લોવ્ઝ, ઓક્સીમીટર વગેરેની ખરીદી માટે રૂા.20 કરોડ જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

કુલ ખર્ચ રૂ.445 કરોડ

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કોરોનામાં નવેમ્બર 2020 સુધીમાં રૂ.445 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાંથી રૂા.135 કરોડ એસ.વી.પી. હોસ્પિટલમાં થયો છે. જેમાં સારવાર, ભોજન, દવા, સ્ટાફ, કોરોના કીટ, ફુડ પેકેટ્‌સ, પેટ્રોલ વગેરેનો ખર્ચ છે. ૩૦ નવેમ્બર 2020 સુધીમાં 8992 દર્દીઓને સારવાર આપી છે. એક મહિનાથી દર્દી રીફર કરવાની જવાબદારી 108ને સોંપવામાં આવી છે.