ગુજરાતમાં 4 વર્ષમાં 1050 અંગોનું દાન, 3409ને નવજીવન, અંગદાન ન મળતાં 30 હજારના મોત 

અમદાવાદ, 15 એપ્રિલ 2023

દેશમાં કુલ અંગ પ્રત્યારોપણની સંખ્યા વર્ષ 2013માં 5000 કરતાં ઓછી હતી તે વર્ષ 2022માં વધીને 15000થી વધુ થઈ ગઈ છે. હવે, અંગ અને પેશીઓના નેટવર્ક દ્વારા રાષ્ટ્રીય (NOTTO), પ્રાદેશિક (ROTTO) અને રાજ્ય સ્તર (SOTTO) પર ટ્રાન્સપ્લાન્ટ સંસ્થાઓના વધુ સારા સંકલનને કારણે મૃત દાતા દીઠ વધુ અંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2016માં 930 મૃત દાતાઓમાંથી 2265 અંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જ્યારે વર્ષ 2022માં 904 મૃત દાતાઓમાંથી 2765 અંગોનો ઉપયોગ થઈ શક્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓ, જેઓ જાહેર હિતમાં વિશેષ કલ્યાણના પગલા તરીકે અન્ય માનવીને અંગ દાન કરે છે તેને સરકાર દ્વારા 42 દિવસ સુધીની વિશેષ કેઝ્યુઅલ રજાઓ મંજૂર કરી છે. સુધારો તા. 6 મે 2023.

SOTTO ના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે, ગુજરાતમાં વર્ષ 2019થી 4 વર્ષોમાં 354 લોકો – અંગદાતાઓ દ્વારા 1078 અંગોને જરૂરિયાતમંદોમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે. 3409 કેડેવરનું સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 2022 સુધીના 05 વર્ષમાં ગુજરાતમાંથી 2891 અંગ દાન થયા છે, જેમાંથી 794 જીવતા દાતા હતા. એ જ રીતે 2097 મૃત વ્યક્તિઓનું અંગદાન હતું. હાલમાં, દરેક મૃતક દાતાના સરેરાશ માત્ર 2.6 અંગોનો ઉપયોગ થાય છે, આ સંખ્યા 08 ની નજીક લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશમાં એક વર્ષમાં લગભગ બે લાખ દસ હજાર લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે, પરંતુ હાલમાં ભાગ્યે જ 3000-4000 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. ભારતમાં દર વર્ષે પાંચ લાખ લોકો સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. વિડંબના એ છે કે મોટાભાગના અંગો એવા લોકો માટે ઉપલબ્ધ છે જેઓ આર્થિક રીતે સદ્ધર છે. આ જ કારણ છે કે માનવ અંગોના ગેરકાયદે વેપારને પ્રોત્સાહન મળે છે. ગુજરાતમાં અંગો સમયસર ન મળતા એક વર્ષમાં 30થી 40 હજાર લોકોના મોત થઈ જાય છે. જો તમામ લોકો મરતા પહેલા કે પછી અંગાદન કરે તો વર્ષે 30 હજાર લોકોને વચાવી શકાય તેમ છે.

અંગદાન – દેહ બદલતા દધીચિ, મૃત્યુ પામીને બીજાને જીવતાં કરવામાં ગુજરાત પાછળ કેમ
https://allgujaratnews.in/gj/organ-donation-dadhichi-is-changing-the-body-why-is-gujarat-lagging/

2021માં અંગદાનમાં આ પાંચ રાજ્યોનો હિસ્સો 85 ટકા હતો. દિલ્હીની સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યો તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટક અંગદાનમાં મોખરે છે. આ રાજ્યોમાં મેડિકલ હબ અને વધુ અનુભવી ડૉક્ટરોની ઉપલબ્ધતાને આભારી છે. 2022માં વર્ષ 2021 માં, મૃત્યુ પછી દેશમાં 12,387 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. છેલ્લા 05 વર્ષમાં આ સૌથી મોટી સંખ્યા હતી. મોટાભાગના અંગો એવા લોકોના સંબંધીઓની સંમતિથી દાન કરવામાં આવે છે જેઓ કાં તો બ્રેઈન ડેડ થઈ ગયા હોય અથવા જેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હોય.

દેશમાં દરરોજ સરેરાશ 63 હજાર લોકો મૃત્યુ પામે છે, પરંતુ તેમાંથી માત્ર 0.001 ટકા લોકો જ તેમના શરીરનું દાન કરવાની વ્યવસ્થા કરે છે. શરીર દાન સાથે જોડાયેલી સંસ્થા Argon India.com ના જણાવ્યા પ્રમાણે દેશમાં લગભગ 50,000 લોકોને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, જ્યારે 2.5 લાખ લોકોને કિડનીની જરૂર છે. આ ત્યારે જ પૂર્ણ થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અંગોનું દાન કરે. દેશમાં દર વર્ષે 5 લાખ લોકો અંગ ટ્રાન્સપ્લાન્ટની રાહ જુએ છે પરંતુ તેની માંગ અને પુરવઠામાં મોટો તફાવત છે.

અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન
https://allgujaratnews.in/gj/organ-donation-of-3-people-who-died-of-brain-death-in-ahmedabad/

અંગદાનમાં ભારત વિશ્વમાં ઘણું પાછળ છે. અહીં 10 લાખની વસ્તીમાં માત્ર 0.16 લોકો અંગોનું દાન કરે છે. જ્યારે સ્પેનમાં પ્રતિ 10 લાખની વસ્તી દીઠ 36 લોકો, ક્રોએશિયામાં 35 અને અમેરિકામાં 27 લોકો અંગોનું દાન કરે છે. વર્ષ 2018માં મહારાષ્ટ્રમાં 132, તમિલનાડુમાં 137, તેલંગાણામાં 167 અને આંધ્રપ્રદેશમાં 45 અને ચંદીગઢમાં માત્ર 35 લોકો અંગદાન કર્યું હતું. તામિલનાડુએ તાજેતરના ભૂતકાળમાં આ ક્ષેત્રમાં વધુ સારું કામ કર્યું છે. અહીં દર વર્ષે લગભગ 80 હજાર કોર્નિયા દાન કરવામાં આવે છે.

રાજ્ય સરકારના SOTTO (State Organ Tissue Transplant Organization) સંસ્થાને “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. રાજયમાં હાલ ખાનગી અને સરકારી મળીને 102 હોસ્પિટલ અંગોના રીટ્રાઇવલ એટલે કે અંગદાનની પ્રક્રિયા માટે નોંધાયેલી છે.  2017માં દેશમાં 301 હોસ્પિટલો એવી છે કે જેઓ અંગ ટ્રાન્સપ્લાન્ટ સંબંધિત સાધનો ધરાવે છે, જેમાંથી 250 હોસ્પિટલો નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)માં નોંધાયેલી છે.

અત્યંત ખર્ચાળ અને મોંધી ટ્રાન્સપ્લાન્ટ સર્જરીને જન આરોગ્ય- આયુષ્માન યોજના હેઠળ આવરી લઇને સંપૂર્ણપણે નિ:શુલ્ક બનાવવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલમાં પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહત નિધી હેઠળ આવરી લઇને દર્દી માટે ટ્રાન્સપ્લાન્ટ ખર્ચ નહીવત અથવા દર્દીને પરવડે તે મર્યાદામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો.

માનવ શરીરનું દાન કર્યા બાદ તેના તમામ અંગો જરૂરિયાતમંદોના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે માનવ શરીરને સમજવા અને સંશોધન કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. દાન માટે સ્થાનિક મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનો સંપર્ક કરવાથી વ્યવસ્થા થઈ શકે છે. ઘણી એનજીઓ પણ આ ક્ષેત્રમાં મદદ કરવા માટે કામ કરી રહી છે. ભારતમાં હજુ પણ આ અંગે જાગૃતિનો અભાવ છે. ધાર્મિક દ્રષ્ટિએ લોકો શરિરનું દાન કરવામાં માનતા નથી. શરીર મૃત્યુ પામ્યા પછી લગભગ 06 કલાક સુધી આંખોનું દાન કરી શકાય છે. કિડની, ફેફસાં, આંખો, લીવર, કોર્નિયા, નાનું આંતરડું, ચામડીની પેશી, હાડકાની પેશી, હૃદયના વાલ્વ અને નસોનું દાન કરી શકાય છે અને તેની સતત જરૂરિયાત હોય છે.

આ પણ વાંચો

ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને 3 લોકોને નવજીવન આપ્યું
https://allgujaratnews.in/gj/3-daughters-donated-the-organs-of-brain-dead-mother-gave-life-to-3-people/

અંગદાન માટે સોટો બનતાં સુરતને સૌથી મોટો ફાયદો
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%b8%e0%ab%8b%e0%aa%9f%e0%ab%8b-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%81/

કિડની હોસ્પિટલમાં આયોજીત કાર્યક્રમમાં અંગદાન કરનારના 60 દાતાના પરિવારજનોનું બહુમાન કરાયું
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%aa%bf%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%aa%bf%e0%aa%9f%e0%aa%b2%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%af%e0%ab%8b%e0%aa%9c%e0%ab%80%e0%aa%a4/

અંગદાનમાં સુરત સૌથી આગળ કેમ, હવે સોટો બનતાં ફાયદો
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%82%e0%aa%97%e0%aa%a6%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a5%e0%ab%80-%e0%aa%86%e0%aa%97%e0%aa%b3-%e0%aa%95/