1300 કંપનીઓ ગુમ થઈ, જ્યાં રોકાણ કરી શકાય તેમ નથી ત્યાં ફરી કરાર  

17 જાન્યુઆરી 2013માં રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભરૂચ જિલ્લામાંથી કુલ રૂ.16,400 કરોડના 1300 એમઓયુ સાઇન થયાં હતાં. નાના પાયાના ઉદ્યોગો માથી રૂ.16,452 કરોડના 1100 અને મોટા કદના ઉદ્યોગો તરફથી રૂ.452 કરોડના 200 કંપનીઓએ એમઓયુ કર્યા હતા. જેમાંથી આજે કોઈએ રોકણ કર્યું હોવાનું સરકાર તરફથી કહાવામાં આવતું નથી. આ 1300 કંપનીઓ ગુમ થઈ ગઈ છે. સાચા કે ખોટા એમઓયુ કરવા માટે અધિકારીઓ પર સરકારે દબાણ કર્યું હતું અને ખાસ સૂચના આપી હતી.

સૌથી મોટું એમઓયુ

ભરૂચ જિલ્લામાંથી એમઓયુ થયાં હતાં તેમાં સૌથી મોટું રૂ.7,000 કરોડ એમઓયુ એબીજી શિપયાર્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. 2019માં આ કંપનીએ કેટલું રોકાણ કર્યું તે અંગે ઉદ્યોગ વિભાગ કંઈ કહેવા તૈયાર નથી. દહેજ અને સુરત સ્થળ માટે 1-1 હજાર કરોડ અને અન્ય જગ્યાએ ઉદ્યોગ શરૂ કરવા રૂ.5,000 કરોડના એમઓયુ કર્યા હતા.

પર્યાવરણ માટે 14 કરારો

ભરૂચ જિલ્લામાં પર્યાવરણનું ધ્યાન રાખવા 14 એમઓયુ કરાયા હતા. જેમાં અંકલેશ્વર ખાતે બાયોમેડિકલ વેસ્ટ અને ઝઘડિયા ખાતે હેઝાર્ડ્સ વેસ્ટ અને ઇ-વેસ્ટ કલેકશન સેન્ટ શરૂ કરવા બાબતના મહત્વના એમઓયુ થયાં હતાં. શું થયું એ અંગે ?

ફરી એમઓયુ

2019માં ફરી એક વખત ભરૂચ જિલ્લામાં પાનોલી, અંકલેશ્વરમાંથી 844 કંપનીઓએ પ્રદૂષણ માટે રોકાણ કરવા માટે કરારો કર્યા હતા. ભરૂચ જિલ્લાના કૂલ 1482 ઉદ્યોગો વાયબ્રંટ ગુજરાતમાં ભાગ લઈ રહ્યાં છે અને કેમીકલ ઉદ્યોગોમાં રોકણ કરવાના કરારો કરી રહ્યાં છે. જેમાં વાગરાના જ 403 ઉદ્યોગો છે. પણ અહીં નવા ઉદ્યોગો ન સ્થાપવા અંગે પ્રદુષણના કાયદાની કલમ 18-1-બી હજુ ચાલું છે અહીં નવા ઉદ્યોગો નાંખી શકાતાં નથી તો પછી આ કંપનીઓ અબજો રૂપિયાના કરારો કઈ રીતે કરી રહી છે. સરકાર અને કંપનીઓ મળીને અહીં ફરી એક વખત પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. ખરેખર તો અહીં રોકાણ થઈ શકે તેમ નથી તેમ છતાં કરાર કરવામાં આવ્યા છે.