ગાંધીનગર, 20 માર્ચ 2021
છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં રમતગમતના મેદાન વગરની એક પણ શાળાને મંજૂરી અપાઈ નથી. રાજ્યની સરકારી અને ખાનગી શાળા રમતગમતના મેદાન વિના ન રહે તે માટે 2018માં રમતગમતના મેદાન વિનાની એક પણ શાળાને મંજૂરી ન મળે તે રીતે કડક નિયમો બનાવ્યા છે.
શાળાઓમાં રમતગમતનાં મેદાનો અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં આ વિગતો બહાર આવી છે. રમતગમતના મેદાન શાળાથી વાજબી અંતરે હોવું જોઈએ.
મેદાન વિનાની શાળાની માન્યતા રદ્દ કરવાનો જે વિકલ્પ છે, તે શિક્ષણના હિતમાં નથી. એવું સરકાર માને છે. ડ્રોપઆઉટ રેશિયો વધે તેવી પૂરી શક્યતા છે. તેથી નિર્ણય શિક્ષણના હિતમાં લઈ શકાય તેમ નથી. એવું ચોખ્ખું શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ વિધાનસભામાં કહી દીધું છે.
બીજો વિકલ્પ રમતગમતનાં મેદાનો ઉપલબ્ધ કરાવવાનો છે. આ માટે સરકારી શાળઆઓમાં જ્યાં મેદાન નથી ત્યાં નજીકના સરકારી મેદાન, પ્લોટ, ખરાબા કે અન્ય સરકારી ખાલી પડેલી જગ્યા પસંદ કરી તેને મેદાન તરીકે ઉપયોગ કરી શકાય છે. પણ રાજ્ય સરકાર કેટલી શાળાઓમાં આવું કર્યું છે તે જાહેર કર્યું નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જૂના સરવે પ્રમાણે રાજ્યની રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. 21 હજારમાંથી 14 હજાર શાળાઓ પાસે મેદાનો નથી.
જ્યારે 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી.
40 ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી.
શહેરી વિસ્તારની મોટાભાગની શાળાઓ પાસે રમતનું મેદાન નથી. એવી અનેકાનેક શાળાઓ છે, જે માત્ર શોપિંગ સેન્ટરમાં જ ચાલે છે. ટયૂશન ક્લાસની જેમ ચાલે છે.
આ પણ વાંચો
જૂના નિયમ મુજબ શહેરી વિસ્તારની 500 સુધી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાને મકાનના બાંધકામ સિવાય રમતના મેદાન માટે પોતાની માલિકીની કે કાયદાકીય રીતે ભાડે રાખેલી યોગ્ય અંતરે ઓછામાં ઓછી 1200 ચો.મી. ખુલ્લી જગ્યા હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તાર માટે 2 હજાર ચો.મી. જમીન જોઈએ.
નવા નિયમ મુજબ શાળા પાસે પોતાની માલિકીની અને તે પણ શાળાના કેમ્પસ સાથે જ શહેરી વિસ્તાર માટે 1200 ચો.મી. અને ગ્રામ્ય વિસ્તાર માટે 2000 ચો.મી. જમીન હશે તેને જ નવી શાળા માટે મંજૂરી મળે છે. જી.ડી.સી.આર. મુજબ વધારાની જમીન છોડવી પડે છે.
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તો મેદાનનું ક્ષેત્રફ્ળ પણ વધારવું પડે છે.
મેદાનોનો સરવે કરવા માટે સરકારે નવેમ્બર 2020માં સૂચના આપી હતી. તેની વિગતો સરકારે દબાવી રાખી છે.
સ્કૂલ સંચાલકોએ રમતના મેદાનમાં જ શાળા બનાવી દીધી છે. તેમને નોટીસ આપવાની કાર્યવાહી પણ કરવાની જાહેરાત કરી હતી. પણ કંઈ થયું નથી.
મંજૂરી સમયે પ્લે ગ્રાઉન્ડની જમીન હતી તે રદ્દ કરી ઇતર પ્રવૃત્તિ માટે ફાળવી હશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે એવી જાહેરાત કરી હતી. પણ કંઈ ન થયું.
આજુબાજુમાં પડતર જમીન છે તે આપવા સરકાર તૈયાર છે. ખાનગી જમીન હોય તો સરકાર મધ્યસ્થી બનીને સ્કૂલ સંચાલકને મદદ કરવા તૈયાર છે.
સરકારી શાળાઓમાં મેદાનો છે, ખાનગી શાળામાં રમતના મેદાનો નથી.
અમદાવાદમાં 1200 ખાનગી શાળા પાસે રમતના મેદાનની સુવિધા નથી. સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં એકપણ સ્કૂલ પ્લે ગ્રાઉન્ડ વિનાની ન હોવી જોઇએ. સરકારે એવું પણ નક્કી કર્યું છે કે જે નવી સ્કૂલ બને.
માન્યતા મેળવવા માટે કોઇ સંચાલક આવે ત્યારે તેને પહેલાં કહેવામાં આવશે કે પ્લે ગ્રાઉન્ડની સુવિધા તો તે સંચાલકને માન્યતા આપવામાં આવશે.
પહેલાં વિભાગે નક્કી કર્યું હતું કે શહેરી વિસ્તારમાં 1200 ચોરસ મીટરની જગ્યા હોય તેવી સ્કૂલોને માન્યતા આપવામાં આવશે પરંતુ હવે નવા આદેશ પ્રમામે વિસ્તાર ઘટાડીને 800 ચોરસમીટર કરવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં 2000 ચોરસમીટરનો વિસ્તાર નિયત કરવામાં આવ્યો હતો પરંતુ હવે નવા આદેશ પ્રમાણે વિસ્તાર ઘટાડીને 1500 ચોરસમીટર કરવામાં આવ્યો છે.
પાટણ સ્થિત ૫૩ સરકારી શાળાઓ પૈકી તમામમાં મેદાનો ઉપલબ્ધ છે. 207 ખાનગી શાળાઓ પૈકી માત્ર બે જ શાળામાં મેદાન નથી. જે ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. જયારે મહેસાણા જિલ્લાની 15 સરકારી શાળાઓ પૈકી બે શાળામાં મેદાન નથી. જેમાં નજીકના સરકારી પ્લોટનો મેદાન તરીકે ઉપયોગ કરાઈ રહ્યો છે. આ સિવાય મહેસાણા જિલ્લાની 363 ખાનગી શાળાઓ પૈકી માત્ર એક જ શાળામાં મેદાન નથી. જયાં જ્યાં મેદાન નથી ત્યાં નજીકમાં મેદાન બનાવવાની કામગીરી ચાલી રહી છે.