[:gj]22% વધુ ઉત્પાદન આપતી મગફળી ખેડૂતોને ન્યાલ કરશે [:]

[:gj]

જૂનાગઢ વંથલીના ટીકર ગામના ખેડૂત રીપલ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી જીજેજી 32 નામની 2017માં શોધાએલી મગફળીનું બિયારણ લાવ્યા હતા.
તેઓએ અગાઉ જીજેજી 20 જાતમાં 20 કિલો મગફળી વાવી હતી જે 18 મણ ઉત્પાદન હતું જે નવી વેરાઇટીમાં 34 મણ થઈ હતી. 2017માં એક જ ખેતરમાં એક જ સરખી ટ્રીટમેન્ટ કરી હતી. કુલ 17 વીધામાં વાવેતર કર્યુ હતું. આ ખેડૂત બીજી મગફળી કરતાં આ નવી મગફળીને 100 ગુણ આપે છે. આ વર્ષે પણ જીજેજી 32 ઉગાડી છે. જેની તસવીરો મગફળીના 20 ઓગસ્ટ 2018ના ફોટો છે. મગફળીની નવી શોધ કરનારા કૃષિ વિજ્ઞાાનીઓને તેમણે અભિનંદન પાઠવ્યા છે. એક વિજ્ઞાની કેટલું મબલખ ઉત્પાદન કરાવી શકે છે તે આ નવી જાતથી સાબિત થયું છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એક સાવ નવા જ પ્રકારની મગફળી શોધી છે. જેમાં તેલ અને ઉત્પાદન હાલની તમામ મગફળી કરતાં વધારે આપે છે. આ મગફળી ઉગાડવા માટે કૃષિ વિજ્ઞાનીઓએ ખેડૂતોને ભલામણ કરી છે. ખેડૂતો માટે ક્રાંતિ લાવી શકે તેવી આ નવી વેરાયટી છે. સ્પેનિશ મગફળી જીજેજી 32 જે સરેરાશ એક હેક્ટર દીઠ 3392 કિલો ઉત્પાદન આપે છે. જે બીજી ઉગાડાતી મગફળી કરતાં 15.4થી 22.6 ટકા વધારે ઉત્પાદન આપે છે. બીજી મગફળી 2800 કિલો હેક્ટર ઉત્પાદન આપે છે.
જીજેજી 32 મગફળીની કમાલ એ છે કે તેમાંથી 53.9 ટકા તેલ નીકળે છે. મગફળીના દાણામાંથી એક હેક્ટર દીઠ 1253 કિલો તેલ આપે છે. જ્યારે પ્રોટીનનું પ્રમાણ 27.5 ટકા નિકળી શકે છે. બીજી જાતની મગફળી કરતાં આ મગફળી રોગ પ્રતિકાર શક્તિ વધારે જોવા મળે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ જાની મગફળી ઉગાડવા માટે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભલામણ કરી છે. જો જીજેજી 32 મગફળી સમગ્ર વિસ્તારમાં ઉગાડવામાં આવે તો તે તેલના કુવા જેવી સાબિત થાય તેમ છે. કારણ કે અત્યાર સુધી તેલનું પ્રમાણ 50 ટકાથી ક્યારેય વધ્યું નથી. પણ આ નવા જાતની વેરાયટીમાં તેલનો ભંડાર છે.
સિંગતેલનું જંગી ઉત્પાદન કરવામાં મજબૂત કામ કરી આપે તેમ છે. તેનાથી સૌરાષ્ટ્રની ઓઈલ મીલોને નવું જીવન મળી શકે તેમ છે. પણ ખેડૂતોને મગફળીના પૂરતાં ભાવ ન મળે તો શું ? એવું ખેડૂતો અને વિજ્ઞાનીઓ સતત પૂછતાં રહે છે.

[:]