[:gj]225 વર્ષ જૂની પાવન ભૂમિ સત્તાધારના સંત જીવરાજબાપુનો દેહવિલય, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યાં[:]

[:gj]રાજકોટ,તા:૨૦

તીર્થધામ સત્તાધારના આપાગીગા એવા દિવ્ય સંત જીવરાજબાપુએ તેમનો દેહ છોડી દીધો છે, જેથી તેમના લાખો શ્રદ્ધાળુ ઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, તેમના પાર્થિવ  દેહને અત્યારે દર્શન માટે રાખવામાં આવ્યો છે, હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે સત્તાધાર આવી રહ્યાં છે, મહંત જીવરાજબાપુનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તેઓને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને આંતરડાની બિમારી હતી, હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી હતી, તેઓ બાળ અવસ્થામાં જ સંત બન્યાં હતા અને ગુરૂ શામજીબાપુએ તેમની તીલકવિધી કરાવી હતી.

225 વર્ષ અગાઉ આપાગીગાએ સત્તાધારની સ્થાપના કરી હતી, ત્યારથી અહી સેવાનો યજ્ઞ ધમધમી રહ્યો છે, ભક્તોને પ્રસાદ અને ગાયોની સેવા જેવી પ્રવૃતિઓ અહી ચાલી રહી છે, જીવરાજબાપુ અહી 90 વર્ષની ઉંમર સુધી સતત કાર્યરત રહ્યાં છે, ત્યારે તેમના જવાથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત કોંગ્રેસના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી આપી છે અને તેમના ઉમદા કાર્યોને યાદ કર્યા છે.[:]