ગાંધીનગર, 14 મે 2021
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કહે છે કે, અમે લોકોના મોતની સાચી વિગતો મળે અને તેમને સરકાર સહાય કરે તે માટે સરવે શરૂ કર્યો છે. જેમાં પહેલા જ દિવસે 11500 લોકોએ ઓન લાઈન અરજી કરી છે. રોજ સરેરાશ 10 હજાર લોકોની અરજી આવે છે. ગ્રામીણ ગુજરાતની હાલત ખરાબ છે.
વિધાનસભાનું સોશિયલ ઓડિટ
20 દિવસથી વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા ધારાસભ્યને સોશિયલ ઓડિટ શરૂ કર્યું છે જેમાં કોવિડના 23 મુદ્દા સાથે વિગતો એકઠી કરવામાં આવી રહી છે. જેમાં ધારાસભ્યો અને કાર્યકરો કામ કરી રહ્યાં છે. જેમાં સાચી વિગતો આવશે કે ગુજરાતમાં ખરેખર કેટલાં લોકો મોતને ભેટ્યા છે. ગામે ગામ યાદી બનાવીએ છીએ અને સોશિયલ મિડિયામાં મૂકવામાં આવશે.
માત્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં 2350 લોકોના મોત
અમરેલી વિધાનસભામાં અઢી મહિનામાં 2350 લોકોના મોત 1 માર્ચથી 10 મે સુધીમાં થયા છે. તે હિસાબે 182 વિધાનસભા વિસ્તારમાં કેટલાં લોકો મોતને ભેટ્યા હશે તે જાહેર થશે. એક વિધાનસભા વિસ્તારમાં ઓછામાં ઓછા 2 હજાર મોત ગણવામાં આવે તો સંખ્યા ઘણી મોટી થઈ જાય છે.
182 વિધાનસભામાં 18 હજાર ગામડાઓમાં સરેરાશ 10 લોકોએ બીજી લહેરમાં જીવ ગુમાવ્યા છે. સરકાર લોકોની મજાક કરે છે. એમ ધાનાણી કહે છે. કોંગ્રેસે કેટલાંક જિલ્લાઓના આંકડા જાહેર કરીને અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં 2 લાખ લોકો કોરાનથી મોતને ભેટ્યા છે.
લતપર ધ્રોલ 130 લોકો બે મહિનામાં 14500 વસતીના ગામમાં પીએસસી પર તાળું લાગેલું છે.
ધાનાણી કહે છે કે રૂપાણી સરકાર મોત પર તાંડવ નૃત્ય કરી રહી છે. પ્રજાની પીડા દૂર કરવાના બદલે હકીકતો છૂપાવે છે.
સરકાર કહે છે કે, અમરેલી તાલુકાના 72 ગામડાઓમાં એપ્રિલ મહિનામાં 133 લોકોના મોત થયા છે.
બગસરા તાલુકામાં 1500ની વસતી ધરાવતાં નવા વાઘણીયા ગામમાં કોરોનાથી 18 લોકોના મોત થયા છે. નવા વાઘણીયામાં સરકારે એક પણ મોત જાહેર કર્યું નથી. ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.
40 ટકા વેક્સીનેશન થયું છે. અમરેલી શહેરમાં 30 દિવસમાં 619 લોકોના મોત થયા છે.
સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં દર મિનિટે 4થી વધુ દર્દી હોય છે. દર કલાકમાં 3 લોકોના જીવ જઈ રહ્યાં છે. સરકાર માટે તો આ આંકડો છે. પણ લોકો સ્વજન ગુમાવી રહ્યાં છે.
ઓક્સિજન ન મળવાથી દર્દીના જીવ જઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોના દર્દીઓ ઓક્સિજનનો સપ્લાય સરળતાથી મળી રહે એ માટે રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરીમાં એક નવો કંટ્રોલ રૂમનો પ્રારંભ કર્યો છે.
પણ વાત એ છે કે, હોસ્પિટલમાં બેડ ન મળવાથી દર્દીઓ એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી પડ્યા રહે છે. અગ્નિ સંસ્કાર કરવા માટે અનેક મૃતદેહોની લાઈનો પડી રહે છે. રૂપાણી કેમ તાંડવ નૃત્ય કરી રહ્યાં છે.
ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.
આ પણ વાંચો
રૂપાણીના 25 ગણા મોતના આંકડા, મોતના સાચા આંકડા માટે કોંગ્રેસ મૃત્યનો સરવે કરી સહાય અપાવશે
1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાનના 71 દિવસમાં સરકારે કોરોનાથી 4218 લોકોના મોત થયા હોવાનું જાહેર કર્યું છે.
બરાબર આ દિવસો દરમિયાન ગુજરાતમાં કુલ મોત 1.25 લાખ લોકોના તમામ કારણસર મોત થયા છે. 3.37 ટકા મોત કોરોનાના કારણે થયા છે.
1 માર્ચ 2020થી 10 મે 2020 દરમિયાનના 71 દિવસમાં 58068 લોકોના મોત થયા હતા. ત્યારે પણ કોરોના હતો.
આમ બે વરસના સરખા ગાળામાં આ 71 દિવસમાં આ વર્ષે મોતના પ્રમાણમાં 100 ટકાનો વધારો થયો છે.
પણ વાત એ છે કે, જો કોરોનાથી ઓછા લોકોના મોત થતા હોય તો આ વર્ષે શા માટે લોકો બે ઘણા મરી રહ્યાં છે. એ મોટો સવાલ છે. ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.
80% મોત સહ દર્દનો ભોગ બનેલા દર્દીઓનાં છે.
71 દિવસમાં જે મૃત્યુ થયાં એમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી.
રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓનાં થયાં છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટીસ અને કિડની, લિવરની બીમારીથી પીડિત દર્દીઓનાં થયાં છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે.
કોરોનામાં સારા થઈ ગયા બાદ હાર્ટ એટેક આવતાં 4 હજાર લોકો આ 71 દિવસમાં મોતને ભેટ્યા હતા. ભાજપે રામ રાજ્ય લાવવાના વચનો આપેલા પણ પ્રજા પાયમાલ થઈ ગઈ છે.
ઉંમર પ્રમાણે 45 વર્ષથી વધું ઉંમર હોય એવા 60% લોકોના મોત થયા હતા. જે લોકો મરી ગયા તેમાં 25 વર્ષથી ઓછી ઉંમર હોય એવા 20% લોકોના મોત થયા છે.
ત્યાર પછી 20 ટકા 25 વર્ષથી ઓછી વયના લોકોના આ વર્ષે વધુ મોત થઈ રહ્યાં છે.
આ પણ વાંચો
ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટલાં ?
https://allgujaratnews.in/gj/chiled-death/