30 ટકા સુખી લોકોએ સરકારી અનાજ જતું કરવાની ઉદારતા બતાવી – GoG

30 per cent happy people show generosity in giving away government grain - GoG

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે

કોરોનાની મહામારીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ન સુવે એવો રાજ્ય સરકારનો નિર્ધાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય  રૂપાણીએ પણ આ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ૧લી મે, ગુજરાત સ્થાપના દિનથી રાજ્યના ૬૧ લાખ APL-1 પરિવારોને ૧૦ કિલો ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો ખાંડ અને એક કિલો દાળ આપવાની જાહેરાત કરી હતી. તેનો બીજો તબક્કો એટલે મે માસનો જથ્થો પણ એ જ રીતે તમામને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે.

અમદાવાદ શહેર સિવાયના તમામ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો પરથી યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે આ જથ્થાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૫ લાખ કુટુંબોએ આ જથ્થો મેળવી લીધો છે અને આજ સાંજ સુધીમાં તમામને પહોંચતો કરી દેવામાં આવશે. જ્યારે તારીખ ૭, ૮, ૯, ૧૦ અને ૧૧ દરમિયાન કોઇ કારણોસર જે કુટુંબો જથ્થો લેવાનું ચૂકી ગયા હોય તેવો માટે આવતીકાલે પોપ અપ રાઉન્ડ પણ યોજવામાં આવશે. અમદાવાદ શહેર માટે આ જથ્થાના વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

એપ્રિલ માસમાં APL-1 ૬૧ લાખ કુટુંબો પૈકી ૪૨ લાખ કુટુંબોએ આ યોજનાનો લાભ મેળવ્યો હતો એટલે કે ૭૦ ટકા APL-1 પરિવારો લાભાન્વિત થયા હતા. જ્યારે ૩૦ ટકા સુખી-સંપન્ન પરિવારોએ  જથ્થો જતો કર્યો છે. એ જ ટ્રેન્ડ મે મહિનામાં પણ જોવા મળી રહ્યો છે.