3डी मॉडल तकनीक जीसीआरआई में कैंसरग्रस्त सार्कोमा रोगियों के लिए अंगों को बचाती है
3D model technique saves organs for cancerous sarcoma patients at GCRI
કેન્સર હોસ્પિટલમાં સારકોમાના દર્દીઓ માટે 3D મોડલ્સ ટેકનોલોજી અંગ બચાવે છે
અમદાવાદ, 7 ઓગસ્ટ 2022
તાજેતરમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI (ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) ખાતે હાડકાં અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમર (સારકોમા)ની નવી ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. GCRI ખાતે 3D મોડલ્સની મદદ અને પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમથી 50 સારકોમાની સર્જરી થઈ છે.
50 દર્દીઓના સન્માન માટેનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. 35 દર્દીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ઘણાએ સારકોમા સામે લડવાનો તેમનો અનુભવ અને સંઘર્ષ વર્ણવ્યા હતા.
સારકોમાની સારવારમાં વહેલું નિદાન જરૂરી છે. દર્દીઓ કે જેઓ સ્ટેજ III અથવા IV કેન્સર ધરાવતા હોય છે અને તેમને શસ્ત્રક્રિયા અને વ્યાપક સારવારની જરૂર હોય છે. તેમને મોડું નિદાન થતાં યોગ્ય સારવાર મળી શકતી નથી. તેમના અંગોને પણ બચાવી શકાતા નથી.
વહેલું નિદાન કરીને હાડકા અને ટિશ્યુની ટ્યૂમર શોધી કાઢવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં ઓછી અને અસરકારક સારવાર દ્વારા દર્દીને રાહત અપાવી શકાય છે. તેમજ તેમનાં અંગો બચાવી શકાય છે.
હાડકા અને સોફ્ટ ટીશ્યુ ટ્યુમરની જટિલ સર્જરીઓ માટે લિક્વિડ નાઈટ્રોજન/ ક્રાયોસર્જરી, કોમ્પ્યૂટર નેવિગેશન ટેક્નોલોજી તેમજ 3D પ્રિન્ટેડ મોડલ અને ઈમ્પ્લાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. નવીન પદ્ધતિઓ દ્વારા અમને દર્દીના મૂળ હાડકાને સાચવવામાં મદદ મળે છે. સર્જરીમાં હાડકાના ચોક્કસ ભાગને કાપવામાં આવે છે.
ગાંઠ દૂર કરીએ છીએ, તેને જંતુમુક્ત કરીએ છીએ અને કસ્ટમાઇઝ્ડ 3D પ્રિન્ટેડ મેટલ પ્લેટ સાથે ફરીથી જોડવામાં આવે છે. પરંપરાગત સર્જરીની પદ્ધતિઓ વડે આટલા સચોટ પરિણામો મેળવી શકાતા નથી. નવીન સર્જરી પદ્ધતિઓ ખભાના સાંધા, ઘૂંટણના સાંધા અને પેલ્વિક વિસ્તાર સાથે સંકળાયેલા જટિલ હાડકાની ગાંઠની સારવાર માટે ‘તબીબી વરદાન’ છે.
GCRI ખાતે 3D મોડલ્સની મદદથી અને પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમની મદદથી 50 સર્જરી કરાઈ છે.
GCRI ઓન્કોલોજી વિભાગે ઓન્કોસર્જરી, મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી વિભાગો દ્વારા આધુનિક ટેક્નોલોજી અને ગેજેટ્સનો ઉપયોગ કરીને અનેકજાતના કેન્સરની સારવાર અને સર્જરી કરી છે.
ઓર્થોપેડિક ઓન્કોસર્જન ડૉ. અભિજીત સાલુંકે અને તેમની ટીમ ‘રોટેશનપ્લાસ્ટી’ સર્જરી કરે છે. એક નાના બાળકના અંગોને બચાવી લેવામાં સફળતા મેળવી હતી. જેના લીધે બાળક ટૂંક સમયમાં તેમના ઘરે અને શાળાએ પાછો જઈ શકશે. રોટેશનપ્લાસ્ટી એ એક એવી સર્જિકલ પ્રક્રિયા છે જેનો ઉપયોગ નીચલા અંગોના હાડકાની ગાંઠો માટે થાય છે. તે એક પ્રકારની સંશોધિત અંગવિચ્છેદન શસ્ત્રક્રિયા છે.
‘Turunplasty’ એ એક સર્જરી છે, જેમાં પગને નિયંત્રિત કરતી ચેતાઓને સાચવી શકાતી નથી.
આ સર્જરી અંગ બચાવવા અને અંગવિચ્છેદનની શસ્ત્રક્રિયા વચ્ચેનો મધ્યમ માર્ગ છે. સર્જરી કરેલ પગ સામેના પગની સરખામણીમાં ટૂંકો થઈ જાય છે. તેમાં રિકવરી બાદ સર્જરી કરેલા પગ પર કૃત્રિમ પગ લગાવવામાં આવે છે.
GCRIના ડિરેક્ટર ડૉ શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, સારકોમાની સારવાર બહુ-શિસ્તલક્ષી છે અને GCRIના ડોકટરો અને સ્ટાફ પોસાય તેવા ખર્ચે વિશ્વ કક્ષાની સારવાર આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે.