एक हफ्ते में 43 हजार लोगों ने गुजरात की सरकारी व्यवस्था के खिलाफ शिकायत दर्ज कराई, In a week, 43 thousand people filed complaints against the government system of Gujarat
ગાંધીનગર, 28 એપ્રિલ 2023
સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 43 હજાર પ્રશ્નો, ફરિયાદ, મુશ્કેલી, રજૂઆતો મળી હતી. તેમાંથી 93 ટકા એટલે કે 40 હજાર 500 સમસ્યાઓનું નિવારણ આવ્યું હતું. તેનો સીધો મતલબ એ થયો કે, અધિકારીઓ સરકારી તંત્ર કે સરકાર પોતે પ્રજાના પ્રશ્નો, ફરિયાદો ઉકેલવા માંગતા નથી. સરકાર લોકોના અંકૂશમાં નથી અને નોકરો સરકારના અંકૂશમાં નથી. આમ તંત્ર ખાડે ગયું હોવાનું સ્પષ્ટ થાય છે.
મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમને મળેલા યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ એવોર્ડ, ભારત સરકારના નેશનલ એવોર્ડ સહિતના ગૌરવ પુરસ્કાર બાદ હવે ફરિયાદ નિવારણનું વર્લ્ડ-ક્લાસ મોડલ બનાવવા સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાને કહ્યું કે, સ્વાગતે જન સામાન્યમાં એક વિશ્વાસ ઉભો કર્યો અને આ જ ‘સ્વાગત’ મોડેલની પરિપાટીએ હવે તેમણે ભારત સરકારમાં ‘પ્રગતિ’ કાર્યક્રમ શરૂ કર્યો છે.
SWAGAT માં નાગરિકને ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે. ખરેખર તો તે દર સોમવારે હોવો જોઈએ. પણ તેમ કરવામાં આવતું નથી. મુખ્ય પ્રધાન નિર્ણય લે છતાં ઘણાં કિસ્સાઓમાં તેનો અમલ અધિકારીઓ કરતાં નથી. તેથી લોકોને ન્યાય મળતો નથી.
અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.એ સ્વાગત સપ્તાહમાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમોમાં 1462 ફરિયાદો લોકોએ કરી હતી. તાલુકા સ્વાગતની 284 અને જિલ્લા સ્વાગતની કુલ 28 અરજીઓ જિલ્લા વહીવટી તંત્રને મળી હતી. 1275 ફરિયાદો અને તાલુકા સ્વાગતની કુલ 277 તથા જિલ્લા સ્વાગતની કુલ 27 ફરિયાદોનો નિકાલ કરાયો હતો. શહેર અને જિલ્લા મળીને 40 ફરિયાદ તંત્રો છે. આમ દરેક જિલ્લામાં દર મહિને 40થી 60 હજાર ફરિયાદો આવતી હોવાનું માનવામાં આવે છે.
21 વર્ષમાં
અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. જણાવ્યું છે કે, અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સ્વાગત કાર્યક્રમની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વટવા, ઘાટલોડીયા, ધોલેરા ,સાબરમતી, બાવળા, દસક્રોઈ, સાણંદ, મણીનગર, ધોળકા, દેત્રોજ, અસારવા, વિરમગામ, ધંધુકા, માંડલ તથા વેજલપુર વિસ્તારોને આવરી લેતી કુલ 18 હજાર 845 અરજીઓ મળી હતી. 17 હજાર 127 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. એટલેકે 91% અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ માટે 6 હજાર 336 અરજદારોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. 1718 અરજીઓ નિતીવિષયક બાબતો અથવા કાયદા સંબંધી બાબતોને કારણે પડતર રહી હતી.
તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 10 હજાર 746 અરજીઓ હતી. 100 ટકા નિકાલ કરાયો હતો.
24 એપ્રિલ 2003થી 10 માર્ચ 2023 સુધીમાં 5 લાખ 66 હજાર ફરિયાદો, અરજીઓનું 99.52 ટકાના દરે નિકાલ કરવામાં આવ્યું છે.
જે પૈકી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 36 હજાર 848 અરજીઓ મળી હતી.
સ્વાગત કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તર એક ચાર સ્તરમાં ચલાવવામાં આવે છે. જેમાં લોકશાહીના નાનામાં નાના એકમ એવા ગ્રમીણ સ્તરથી માંડીને શહેર
સુધીના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ એક જ મંચ પરથી લાવવામાં આવે છે.
લોકોને તેમના પ્રશ્નોને લઇને વિવિધ કચેરીઓ અને ત્યાંથી જો નિકાલ ન આવે તો છેક ગાંધીનગર સુધી ધક્કા ખાવા પડતાં હતાં. પરંતુ ટેક્નોલોજીનો સહયોગથી તેનું સરળીકરણ કરી શકાયું છે અને લોકો પોતાના ઘરેથી આંગળીના ટેરવે તેમની રજૂઆતો, પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી તેનું સમાધાન મેળવી શકે છે.
ગ્રામ્ય અને પંચાયત સ્તરે રેશન કાર્ડ, આધાર કાર્ડમાં નોંધણી અને તેમા સુધારો, વિધવા અને નિરાધાર પેન્શન, જમીનના હક્કમાં નામ નોંધણી તથા તેમાં સુધારો, વીજળી કનેક્શન, જમીનની માપણી, ઘરથાળના પ્લોટ, જમીનની વારસાઇ, પીવાનું પાણી, સિંચાઇ, સફાઇ, ઢોરવાડો, ગોચર, તળાવમાં દબાણ અને સ્વચ્છતાના નાના મોટા પ્રશ્નો ઉભા થતા હોય છે. જેનું નિરાકરણ આ ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ દ્વારા લાવવામાં આવે છે.
2008થી સ્વાગત ઓનલાઇનને જિલ્લા મથક અને સચિવાલય સુધી સીમિત ન રાખતાં તાલુકા એકમ સુધી તેનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
વધું વિગતો વાંચો ………
ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો
GoG at home – welcome program CM – 10 lakh complaints in 26 years
SWAGAT ની વિશિષ્ટતા એ છે કે તે સામાન્ય નાગરિકને તેમની ફરિયાદો સીધી મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં મદદ કરે છે. તે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે જેમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ માટે નાગરિકો સાથે વાર્તાલાપ કરે છે. આ કાર્યક્રમ ફરિયાદોના ત્વરિત નિરાકરણ દ્વારા લોકો અને સરકાર વચ્ચેના અંતરને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. પ્રોગ્રામ હેઠળ, એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે દરેક અરજદારને નિર્ણયની જાણ કરવામાં આવે. તમામ અરજીઓની કાર્યવાહી ઓનલાઈન ઉપલબ્ધ છે. આજની તારીખમાં સબમિટ કરાયેલી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામમાં ચાર ઘટકો છે: રાજ્ય સ્વગત, જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત. રાજ્ય સ્વાગત દરમિયાન મુખ્યમંત્રી પોતે જાહેર સુનાવણીમાં હાજરી આપે છે. જિલ્લા કલેક્ટર જિલ્લા સ્વાગતની દેખરેખ રાખે છે જ્યારે મામલતદાર અને વર્ગ-1 અધિકારી તાલુકા સ્વગતનું નેતૃત્વ કરે છે. ગ્રામ સ્વગતમાં, નાગરિકો દર મહિનાની 1લી થી 10મી સુધી તલાટી/મંત્રીને અરજી કરે છે. નિવારણ માટેના તાલુકા સ્વગત કાર્યક્રમમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં, નાગરિકો માટે લોક ફરીયાદ કાર્યક્રમ પણ કાર્યરત છે જેમાં તેઓ SWAGAT યુનિટમાં તેમની ફરિયાદો નોંધાવે છે.