રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય
આ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓના પ્ર.શિક્ષણ સહિત વિવિધ આનુષાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે
ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020
ગાંધીનગર જિલ્લાના શાહપુર ખાતે રાજ્ય સરકાર સંચાલિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ૩૦ એકર જમીન વિનામૂલ્યે ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય પ્રધાન મંડળની બેઠકમાં કર્યો હતો.
સુભાષચંદ્ર બોઝ શિક્ષણ સંકુલ, સેક્ટર-૨૦, ગાંધીનગર ખાતે ચાલે છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બાળ શિક્ષણ, વાલી પ્ર.શિક્ષણ, સગર્ભા માતાઓનું પ્ર.શિક્ષણ કરાશે જેનાથી તેજસ્વી બાળકો જન્મે તથા બાળકોના વિકાસલક્ષી અનેક આનુષાંગિક સુવિધાઓનું નિર્માણ કરાશે. 2019-20માં રૂ.5.33 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ યુનિવર્સિટીના નિર્માણના બાંધકામનો તમામ ખર્ચ રાજ્ય સરકાર કરશે.
છેલ્લા 10 વર્ષથી ચાલતી યુનિવર્સિટી પાસે પોતાનું મકાન કે જમીન ન હતી.