ગાંધીનગર 17 માર્ચ 2020
3 વાયબ્રંટની ગુજરાત વિધાનસભામાં વિગતો આપવામાં આવી હતી.
છેલ્લા ત્રણ વાયબ્રન્ટમાં 74438 એમ ઓ યુ થયા હતા. 37525 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા છે. 36913 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા નથી.
વર્ષ 2015માં 21,304 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા હતા. જેમાં 15,488 પ્રોજેક્ટ કમીશન્ડ થયા હતા. જે 72.70 ટકા સિદ્ધિ મળી.
વર્ષ 2017માં 24,774 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા તે પૈકી 15,866 પ્રોજેક્ટ કમીશન્ડ થયા જે 73.40 ટકા સિદ્ધિ મળી છે.
વર્ષ 2019માં 28,360 પ્રોજેક્ટ માટે એમ.ઓ.યુ. થયા અને માત્ર એક વર્ષના ગાળામાં 6,171 પ્રોજેક્ટ કમીશન્ડ થયા અને 7311 પ્રોજેક્ટ ચાલુ થઇ ગયા છે. 47.54 ટકા સિદ્ધિ મળી છે.
બંદર
દેશનો 30-32 ટકા કાર્ગો ગુજરાતના દરિયા કિનારેથી નિકાસ થાય છે. બંદરો પરથી કાર્ગોના નિકાસના કારણે રાજ્યની આવકમાં ઉત્તરોત્તર વધારો પણ થઇ રહ્યો છે. વર્ષ 2017-18માં રાજ્યની આવક રૂા.964 કરોડ હતી તે વર્ષ 2018-19માં રૂા.1145 કરોડ થઇ છે. બંદરોના વિકાસ માટે પોલિસી બનાવનારું એક માત્ર ગુજરાત રાજ્ય છે.
દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત બન્યુ છે જેમાં એલ.એન.જી. ગેસ આધારિત ટર્મિનલ બનાવ્યા છે. દહેજ, હજીરા તથા મુદ્રામાં એલ.એન.જી.ટર્મીનલ કાર્યરત છે અને પીપાવાવમાં ટૂંક સમયમાં ચાલુ થશે. મુદ્રા ખાતે અલંગ શીપયાર્ડમાં પણ નવા 15 પ્લોટો બનાવાશે અને 70 પ્લોટનું અપગ્રેડેશન કરવાનું આયોજન છે. ભાવનગર ખાતે દેશનું સૌ પ્રથમ સી.એન.જી. ટર્મિનલ વિકસાવવામાં આવનાર છે. જેમાં લીક્વીડ કન્ટેનર દ્વારા ગેસ લાવીને ઉદ્યોગોને તેના વિતરણની વ્યવસ્થા ઉભી કરાશે. આ માટે ફોર્ટસાઇટ ગ્રુપ સર્વિસિસ જોડે એમ.ઓ.યુ. પણ કર્યા છે.
રાજ્યમાં મોટા અને નાના બંદરો સાથે સાથે કેપ્ટીવ જેટી દ્વારા પણ કાર્ગોનું વહન થાય છે. રાજ્યમાં 33 કેપ્ટીવ જેટીઓ પરથી કોમર્શિયલ કાર્ગો લાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે જેના કારણે રૂા.412 કરોડની વાર્ષિક આવકમાં વધારો થશે.
સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેમાં પણ ગુજરાત આજે નં.1 રહ્યુ છે અને એ માટે પણ રાજ્યને બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ પણ મળ્યો છે.
જીઆઈડીસી
50 ઉદ્યોગકારો સ્થાનિક કક્ષાએ એકત્ર થઇને જી.આઇ.ડી.સી.ની સ્થાપના અંગે માંગ કરશે તો સરકાર એ દિશામાં ચોક્કસ વિચારશે. હાલ રાજ્યમાં 216 જી.આઇ.ડી.સી. કાર્યરત છે અને ૧૧ લાખથી વધુ યુવાનો રોજગારી મેળવી રહ્યા છે. જી.આઇ.ડી.સી.ને માળખાગત સવલતો અને સબસીડી પણ પૂરી પાડવામાં આવે છે. આગામી સમયમાં નવી 8 જી.આઇ.ડી.સીના કામો પ્રગતિ હેઠળ છે.