મુંબઇ, 9 એપ્રિલ 2021
અગ્રણી જાપાનીઝ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પોતાની 100 ટકા હિસ્સેદારીવાળી સબસિડીયરી સુઝુકી મોટર ગુરાત પ્રાઇવેટ લિમિટેડ (SMG)એ અમદાવાદ સ્થિત પોતાના મેન્યુફેક્ચરિંગ ફેસેલિટી સેન્ટ્રના ત્રીજા યુનિટમાં ઉત્પાદનની કામગીરી શરૂ કરી દીધી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આજે શુક્રવારે આ માહિતી આપી છે.
કંપનીએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યુકે, પ્લાન્ટ-સીના બાંધકામની કામગીરી પૂરી થઇ ગઇ છે અને એપ્રિલ 2021થી ઉત્પાદન શરૂ કરાયુ છે. પ્લાન્ટ-સીમાં 2.5 લાખ વાહનોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે અને તેમાંથી ઉત્પાદન શરૂ થવાની સાથે, પ્લાન્ટ-એ અને પ્લાન્ટ-બીની સાથે મળીને SMGની કુલ ઉત્પાદન ક્ષમતા 7.5 લાખ વાહન વાર્ષિક થઇ જશે.
રેગ્યુલેટરી ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યુ છે કે, મારુતિ સુઝુકી ઇન્ડિયાના 15 લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા સાથે મળીને સુઝુકીની ભારતમાં ઓટોમોબાઇલની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 22.5 લાખ યુનિટે પહોંચી જશે. ગુજરાત સ્થિતિ પ્લાન્ટમાં મેન્યુફેક્ચર્ડ થનાર તમામ વાહનોની મારુતિ સુઝુકી ઇન્ડિયાને સપ્લાય કરવામાં આવશે.
જાપાનીઝ સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા માર્ચ 2014માં સુઝુકી મોટર ગુજરાત પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઓટોમોબાઇલ માર્કેટના વિકાસની સાથે જ દેશમાંથી નિકાસ વિસ્તરણ માટે ઉત્પાદન ક્ષમતા વધારવાની ખાતરી કરવાનો હત. ગુજરાત સ્થિતિ પ્રોજેક્ટના પ્લાન્ટ-એમાં ફેબ્રુઆરી 2017માં કામગીરી શરૂ કરાઇ જ્યારે પ્લાન્ટ-બી અને પાવરટ્રેન પ્લાન્ટનનું સંચાલન જાન્યુઆરી 2019માં શરૂ કરવામાં આવ્યુ હતુ.