[:gj]ગુજરાતને 10 યુનિવર્સિટીઓેને પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અપાયા [:]

[:gj]Param Shavak ”super computers were given to 10 universities in Gujarat

10 યુનિવર્સિટી અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને “પરમ શાવક” સુપર કોમ્પ્યુટર અર્પણ કર્યા હતા. સી-ડેક દ્વારા સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ છે.

સાયન્સ સિટી ખાતે આધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાશે.  રાજય સરકાર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને નવીન સંશોધન માટે કુલ 26 સુપર કોમ્પ્યુટરની ભેટ આપવામાં આવી છે.

ભારત 90ના દાયકાથી સુપર કમ્પ્યુટર બનાવી રહ્યું છે. પરમ સીરિઝનું સુપર કમ્પ્યુટર એક સમયે વિશ્ર્વના દસ સૌથી ઝડપી સુપર કમ્પ્યુટરમાંનું એક હતું.

પરંતુ હાલમાં યુરોપિયન યુનિયન, ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોએ આ ક્ષેત્રમાં અનેક વિક્રમો તોડ્યા છે. હાલ વિશ્ર્વનું સૌથી ઝડપી કમ્પ્યુટર ચીન પાસે છે. ચીનનું ‘સનવે તેહલાઈટ’ નામનું સુપર કમ્પ્યુટર પ્રતિ સેક્ધડ 930 લાખ અરબ ગણતરી કરી શકવામાં સક્ષમ છે.
ભારતમાં સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર કે-એક્સ MP 116- 1987માં અમેરિકાથી આયાત કરવામાં આવ્યું હતું, જેને નવી દિલ્હીના મૌસમ વિભાગમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારતમાં સુપર કોમ્પ્યુટરનો યુગ એ સમયે શ‚રુ થયો, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ ભારતને બીજું સુપર કમ્પ્યુટર કે-એક્સ રુકક આપવાની ના પાડી દીધી.

ભારતમાં પૂણેમાં 1988માં સી-ડેક (C-DAC)ની સ્થાપના કરવામાં આવી જે ભારતમાં સુપર કોમ્પ્યુટરની ટેક્નોલોજી પર કામ કરવાનું કાર્ય કરે છે. નેશનલ એરોનોટિક્સ લિ. (NAL) બેંગ્લોરમાં ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર ‘ફ્લોસોલ્વર’ વિકસિત કરવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ સ્વદેશી બહુઉદ્દેશીય સુપર કોમ્પ્યુટર ‘પરમ’ સી-ડેક પૂણેમાં 1990માં બનાવવામાં આવ્યું.

ભારતનું અત્યાધુનિક કોમ્પ્યુટર ‘પરમ 10000’ છે, જેને પણ સી-ડેકે વિકસિત કર્યું છે. તેની ગતિ 100 ગીગા ફ્લોફસ છે, એટલે તે સેક્ધડમાં 1 અરબ ગણના કરી શકવા સક્ષમ છે. 2003માં ભારત વિશ્ર્વના એ પાંચ દેશોમાં સામેલ થઈ ગયું, જેની પાસે એક ટેરી ફ્લોફ ગણનાની ક્ષમતાવાળું કોમ્પ્યુટર છે. પરમ બ્રહ્મ નામનું કોમ્પ્યુટર દેશનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર મનાય છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી–અમદાવાદ, સરકારી ઇજનેરી કોલેજ – ભાવનગર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી; ગણપત યુનિવર્સિટી- મહેસાણા, મારવાડી યુનિવર્સિટી- રાજકોટ, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (DAIICT) – ગાંધીનગર, પારુલ યુનિવર્સિટી- વડોદરા, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી- વિસનગર-મહેસાણા, સિલ્વર ઓક કોલેજ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી-અમદાવાદ, અમદાવાદ યુનિવર્સિટી – નવરંગપુરા, અમદાવાદ અને ઇન્સ્ટિટ્યૂટ એડવાન્સ રિસર્ચ – ગાંધીનગર સહિત 10 શૈક્ષણિક સંસ્થાઓને સુપર કોમ્પ્યુટર આપ્યા હતા.

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી દ્વારા

યુનિવર્સિટી ખાતે સુપર કોમ્પ્યુટર ફેસીલિટીની સ્થાપના થયે યુનિવર્સિટી ખાતેપી પી.એચ. ડી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા પી.એચ.ડી સ્કોલર્સ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી, ફાર્મસી, મેડિકલ વિદ્યાશાખાના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને તેમના સંશોધનોમાં ડેટાનું વિશ્લેષણ કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે . સુપર કોમ્પ્યુટર ફેસીલિટીના ઉપયોગથી બી ટેક ઈન આર્ટીફીશીઅલ ઇન્ટેલિજન્સ, બી.ટેક ઈન બિગ ડેટા એનાલિટિક્સ, બી.ટેક ઈન સાયબર સેક્યુરીટી અને બી.ટેક ઈન ઈન્ટર્નત ઓફ થિંગ્સ જેવા અભ્યાસક્રમોમાં જરૂરી પ્રેક્ટિકલ એક્સપોઝર પૂરું પાડવામાં આવશે. સુપર કોમ્પ્યુટર ફેસિલિટીની સ્થાપના થવાના કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એડવાન્સ કોમ્પ્યુટીંગ ફેસિલિટી વિષે જરૂરી એક્સપોઝર મેળવવામાં ઘણી સરળતા રહેશે .

ગુજકોસ્ટ દ્વારા વિવિધ ઇજનેરી સંસ્થાઓમાં તથા યુનિવર્સિટીઓના વિભાગોમાં સંશોધન માટે સુપર કોમ્પ્યુટીંગ સુવિધાઓને સ્થાપવામાં આવી રહી છે.

જેની ઉપયોગિતા હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટીંગ અને ડીપ લર્નિંગની છે જેના માટે તેમાં 86 આધારિત ઇન્ટેલ પ્રોસેસર, 96 જીબી રેમ, 16 ટીબી સ્ટોરેજ, એનવિડિયા આધારિત કો-પ્રોસેસિંગ એકસેલરેટર ટેકનોલોજીસ અને સોફટવેર ડેવલોપમેન્ટ એન્વાયરમેન્ટ વગેરે જેવી સુવિધાઓ ધરાવે છે.

સુપર કોમ્પ્યુટર થકી નવીનતમ અને ગ્રાઉન્ડ બ્રેકીંગ તકનીકી વિકાસને હાઈ એન્ડ કોમ્પ્યુટીંગને ટેબલ ટોપ પ્લેટફોર્મ પર લાવી શકાશે. કામ માટે મોંઘા ડેટા સેન્ટરોના માળખાની જરૂર નહિ પડે.

રોબોફેસ્ટના વિજેતાઓ દ્વારા વિકસિત રોબોટ્સને ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદની રોબોટિકસ ગેલેરીમાં રાખવામાં આવશે. રોબોટિકસ ઉદ્યોગને ટેકો આપવા માટે વિજેતાઓને પોતાના સાહસ શરૂ કરવા પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી રોબોટિકસ ઉદ્યોગમાં ગુજરાત મહત્વનો ફાળો આપશે.

કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ એન્જિનિયરિંગ અને સંશોધન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.[:]