મોદીના માનીતા પૂર્વ આઈએએસ ગુપ્તાની 7 હોટેલો 50 કરોડમાં વેચાઈ ગઈ

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના પ્રોજેક્ટમાં નરેન્દ્ર મોદીના સમયમાં રૂ.200 કરોડોના કૌભાંડી નિવૃત્ત આઇએએસ સંજય ગુપ્તાની 7 કેમ્બે હોટલો વેચાઇ ગઇ છે. આ હોટલોને ફોરસ્ટાર હોટલ ચેઇન ગણાતા એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. આ હોટલ નિસા લેઝર લિમિટેડની માલિકીની છે. 800 રૂપમના રૂ.40થી 50 કરોડ બજાર ભાવ આવે છે. એટલામાં શોદો થયો હોવાનું માનવામાં આવે છે

નિસા લેઝર લિમિટેડ એ નિસા ગ્રુપનો હિસ્સો છે. નિસા ગ્રુપના માલિક વિવાદાસ્પદ પૂર્વ આઇએએસ ઓફિસર સંજય ગુપ્તા છે. કેમ્બે હોટલ ખરીદનાર ગ્રુપ હવે એસસીએલટી એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુલનની મંજૂરીની રાહ જુએ છે.

કેમ્બેની હોટલો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત રાજસ્થાનના નિમરાણા, ઉદેપુર અને જયપુરમાં આવેલી છે.

2017માં મની લોન્ડરીંગનો કેસ થયો હતો જેના અનુસંધાને ઇડીએ 2019માં સંજય ગુપ્તાની 36 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. ઇડીએ મેટ્રોલિંગ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદની કંપનીના ફંડમાં ગેરરીતિ આચરવા બદલ આ કાર્યવાહી કરી હતી.

સંજય ગુપ્તા એપ્રિલ 2011 થી ઓગષ્ટ 2013 દરમ્યાન મેગા કંપનીના ચેરમેન હતા. તેમણે અગાઉ 2002માં સરકારી નોકરી છોડી દીધી હતી અને નિસા ગ્રુપ ઓફ કંપનીઝના નામે પોતાનો હોટલ બિઝનેસ શરૂ કર્યો હતો. ઇડીની તપાસમાં ખુલાસો થયો હતો કે 36.12 કરોડ રૂપિયા સંજય ગુપ્તાએ તેમની પત્ની નીલુ ગુપ્તા અને કંપની નિસા લેઝર લિમિટેડ, નિસા ટેકનોલોજીઝ અને નિસા એગ્રીટેક એન્ડ ફુડ્ઝ લિમિટેડના એકાઉન્ટમાં ડાયવર્ટ કર્યા હતા.

1985 બેચના નિવૃત્ત આઇએએસ અધિકારી એવા સંજય ગુપ્તાએ 2002માં રાજીનામું આપ્યું હતું પરંતુ થોડાં વર્ષો પછી તે મોદીના કહેવાથી મેટ્રો ટ્રેનના એમડી બન્યા હતા.

એક્સપ્રેસ ગ્રુપની ત્રણ પ્રીમિયમ હોટલો પૈકી 2 હોટલો વડોદરામાં છે અને એક હોટલ જામનગરમાં છે. આ સોદા સાથે એક્સપ્રેસ ગૃપના રૂમની સંખ્યામાં વધારો થયો છે. આ ગ્રુપ પાસે 376 રૂમ હતા જેમાં બીજા 800 રૂમો ઉમેરાયા છે.

એક્સપ્રેસ ગ્રુપના માલિક નિરવ ગાંધી કહે છે કે અમે હાલ ગુજરાતની પ્રિમિયમ હોટલ ચેનમાંથી એક છીએ. અમે અમારો હોટલ બિઝનેસ વધારી રહ્યાં છીએ. અમે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ હોટલ વ્યવસાયમાં આગળ વધી રહ્યાં છીએ. નિસા ગ્રુપ અત્યારે દેવાદારીની કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે તેથી એનસીએલટી તેનો નિર્ણય આપે તે પછી આ ગ્રુપ ખરીદી માટે આગળ વધશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એન્ટી મની લોન્ડરિંગ હેઠળ સંજય ગુપ્તા અને તેના પત્ની નીલુ ગુપ્તા અને નિસા ગ્રુપની રૂ.36 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઈડીએ મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ(MEGA)ની કંપનીના ફંડમાં કથિત ગેરરીતિ આચરવા મામલે આ કાર્યવાહી કરી છે.

ગુપ્તા એપ્રિલ 2011થી ઓગસ્ટ 2013 સુધી મેગાના ચેરમેન હતા. સંજય ગુપ્તાએ 2002માં નોકરી છોડી દીધી હતી અને ત્યાર બાદ નિસા ગ્રુપ ઓફ કંપનીઝ નામે પોતાનો હોસ્પિટાલિટી બિઝનેસ શરૂ કર્યો હતો.

આ અગાઉ પણ રૂ.36 કરોડમાં વેચી મિલકતો
કઇ-કઇ મિલકતો ટાંચમાં લેવાઇ ?

-સેટેલાઇટના ધનંજય ટાવરની મિલકતો
-સેટેલાઇટ વિસ્તારમાં ઓલી અન્ય કેટલીક મિલકતો
-કમ્બે હોટેલ – થલતેજ
-જોધપુર વિસ્તારમાં કાસેલા ટાવરની મિલકતો
-દસક્રોઇ, ચાંગોદર અને વિશાલપુરની ફેક્ટરી અને જમીન
-પતિ નીલુ ગુપ્તાના નામે રોકાણ કરેયાલી નીશા લેઝ્યોર લિમિટેડ
-નીશા ટેકનોલોજીસ
-નિશા એગ્રીટેક એન્ડ ફૂડ લિમિટેડ

જૂલાઈ 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સંજય ગુપ્તાની નિશા ગ્રૃપની 14.15 કરોડ રૂપિયાની મિલકત ટાંચમાં લીધી છે. જેમાં નોઈડાની મિલકત ઉપરાંત ગુજરાતની હોટેલનો પણ સમાવેશ થાય છે.

કર્મચારીઓ સાથે નકલી કંપનીઓ અને પેપર તૈયાર કરીને કંપનીના બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ કંપનીઓએ માલ પુરો પાડ્યા વિના ટ્રેન માટે બોગસ બિલોના આધારે ચૂકવણીઓ લીધી. 2015માં સીઆઈડીએ ગુપ્તાની ધરપકડ કરી હતી.

EDએ પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરીંગ એક્ટ હેઠળ સંજય ગુપ્તા, તેની પત્ની નીલુ ગુપ્તા, નીશા ગ્રુપ, નીશા ટેકનોલોજીસ, નીશા એગ્રિટેક એન્ડ ફૂડ્ઝ લિમિટેડના નામે રહેલી સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ કર્યો હતો.
પોતાની કંપનીમાં જ રૂ.36 કરોડનું ફંડ ડાયવર્ટ કરી બિઝનેસમાં ઉપયોગ કર્યો હતો.

મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર?

મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર?

મેટ્રો કૌંભાંડની વિગતો

મેટ્રો કૌંભાંડની વિગતો

ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ

ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ

શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત

શું છે અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડ ? આરોપી પૂર્વ IAS સંજય ગુપ્તાની રૂ.14.15 કરોડની સંપત્તિ જપ્ત

ક્રિએટ કોમ્યુનિકેશન એન્ડ સધી ડિઝાઇન ફર્મના રોહિતકુમાર બાબુભાઇ પટેલે 2004થી 2008 સુધી હોટેલ કેમ્બેમાં કાચ સહિતની વસ્તુનું લેબર વર્ક કર્યું હતું. જે પેટે 85 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. જો કે, સંજય ગુપ્તા એન્ડ કંપની દ્વારા 40 લાખ રૂપિયા ચૂકવાયા હતા. બાકીના પૈસા માટે તેઓ ગલ્લાં તલ્લાં કરી રહ્યાં હતા. 2010માં રોહિત પટેલે એડવોકેટ વસંત વ્યાસ દ્વારા કેમ્બે સ્પા એન્ડ રિસોર્ટ નિશા લેઝર પ્રા.લી. કંપની ઉપર સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટે સંજય ગુપ્તાની કંપનીને 34 લાખ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો.