સરકારે 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી છે. ત્યારે અગાઉ સરકારે જે જાહેરાત કરી હતી તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે.
અગાઉ શું જાહેર કર્યું હતું ?
ગુજરાતના 40 શહેરોના 3 હજાર બિલ્ડરોની વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 24 સપ્ટેમ્બર 2019ના દિવસે જાહેરાત કરી હતી કે, બિલ્ડરો માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 50 મજલાની આઈકોનિક બિલ્ડિંગ બાંધવાની ખાસ કિસ્સામાં છૂટ આપવાની જાહેરાત ગ્રોથ એમ્બેસેડર સમિટ-2019માં આ જાહેરાત કરી હતી. તેમાં એક વર્ષમાં મુખ્ય પ્રધાન સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. એક વર્ષમાં જ કેમ નીતિ બદલી કાઢવામાં આવી કે પછી અગાઉ જાહેરાત કરી હતી તેનો અમલ કરતાં 1 વર્ષનો સમય કેમ લાગ્યો ?
3.6થી 4ની એફએસઆઈ
ગુજરાતના તમામ ડેવલપર્સને 45 મીટરની પહોળાઈ ધરાવતા રસ્તાની બંને બાજુઓ 4ની એફએસઆઈ આપવાની 4 શહેરોમાં 45 મીટરના રસ્તાઓની બંને તરફ 200 મીટરના વિસ્તારમાં 70 મીટર ઊંચી ઇમારતો બાંધવાની છૂટ મળશે. 20 મજલાની ઇમારતોની આસાનીથી છૂટ મળશે. આમ રૂપાણી સરકાર કેમ બિલ્ડરો પર ઓળઘોળ છે. ગુજરાતના મોટાભાગના બિલ્ડરો કાંતો ભાજપના નેતાઓ છે કાંતો બિલ્ડરો 1985થી ભાજપને મદદ કરીને તેઓ માલેતુજાર બન્યા છે. આમ સીધો ફાયદો ભાજપને થયો છે.
અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ડી-2 કેટેગરીમાં આવતા ભરૂચ, જૂનાગઢ, જામનગર અને ભાવનગર શહેરમાં 45 મીટરના રસ્તાની બન્ને બાજુ 4ની એફએસઆઈ જાહેર કરી હતી. આ જ રીતે 36 મીટરથી 45 મીટર સુધીના રસ્તા હશે ત્યાં 3.6ની એફએસઆઈ આપવાની જાહેરાત કરીને બિલ્ડરો અને જમીનદારો કે જે મોટાભાગના ભાજપના નેતાઓ છે તેમને સીધો ફાયદો કરાવી આપવાનો હતો. રસ્તાની બન્ને બાજુ 200 મીટર સુધી આ ફાયદો મળશે. 200 મીટરમાં બેઝ એફએસઆઈ 1 કે તેનાથી વધુ હોય તો તેવા સંજોગોમાં બાકીની 5 એફએસઆઈ ચાર્જેબલ બનશે. નોન ટી.પી. વિસ્તારમાં 2500 મીટર સુધીના પ્લોટમાં શૂન્ય કપાત
9 મીટરના રોડ પર ઓછા ઊંચા મકાનો
બીજી તરફ નવ મીટરથી નાના રસ્તાઓ ધરાવતા વિસ્તારોમાં બંગલાથી મોટી ઇમારતો બાંધવાની એટલે કે ત્રણ કે ચાર માળની ઇમારતો બાંધવાની પણ છૂટ આપવામાં આવી ન હતી. નવ મીટરથી ઓછી પહોળાઈના રોડ ધરાવતા વિસ્તારમાં ડીડબ્લ્યુ – 1 અને ડીડબ્લ્યુ-2 કેટેગરીમાં મકોનોની ઊંચા 10થી 112 મીટર રાખી શકાશે.
આ વધી જાહેરાત તેમણે ગુજરાતને સ્લમ ઝુપડપટ્ટી મુક્ત જાહેર કરવાની આડ પાછળ કરી હતી. હવે ઝૂંપડપટ્ટી અને 50 માળના મકાનોથી ફાયદો થશે. બિલ્ડરો સસ્તામાં ઝૂંપડ પટ્ટીની જમીન લઈ લેશે. તેઓ 2022 સુધીમાં તમામને ઘર આપવાની વાત કરી રહ્યાં હતા.
એફએસઆઈંમાં છૂટથી બિલ્ડરોને બખા
નવી બાંધવામાં આવતી ફ્લેટની સ્કીમમાં ગાર્ડન, જિમ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા અને તેના જેવી ઇતર સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવેલી જગ્યાને એફએસઆઈમાં ગણતરીમાં લેવામાં આવશે નહિ. રેસિડેન્શિયલ ઝોન-3માં એજ્યુકેશનની ચાર્જેબલ -9 માટે 2 અને 1 એફએસઆઈ મળી કુલ 12ની એફએસઆઈ અપાશે.
એર કન્ડિશનિંગ માટે વપરાયેલો વિસ્તાર, ડબલહાઈટ અને ફોયર એફએસઆઈમાંથી બાદ મળશે
હોલોપ્લિનૃથમાં ઇલેક્ટ્રિક મીટર રૂમ માટે 50 ચોરસ મીટરનો એરિયા ઉપરાંત મિકેનિકલ ઇલેક્ટ્રિક અને પ્લમ્બિગ તથા એર હેન્ડલિંગ, ફાયર ઇક્વિપમેન્ટ માટેનો એરિયા એફએસઆઈમાંથી બાદ અપાશે.
વડોદરામાં ડીડબ્લ્ય અને 1ડીડબ્લ્ય ઓલ્ટરેશનના કિસ્સામાં ટેનામેન્ટ ટાઈપના મકાનમાં બાંધકામમાં એડિશન 2 મુજબ 1મીટર સેલબ લેવલ સુધી બાલ્કની પ્રોજેક્શન મળશે.
50 ટકા રકમ સ્થાનિક વપરાશે
ચાર્જેબલ એફએસઆઈ થકી થનારી આવકના 50 ટકા સ્થાનિક સત્તામંડળના જાહેર કામમાં વાપરશે. ગામતળ એક્સટેન્શનમાં બેઝ – પાયાની મળતી એફએસઆઈ ઉપરાંત વધારાની ચાર્જેબલ એફએસઆઈ 0.6ની આપવામાં આવશે. નગર પાલિકાના ડી-8ની કેટેગરીમાં આવતા અન્ ગ્રામ્ય વિસ્તારના ડી-10ની કેટેગરીમાં આવતા વિસ્તારોમાં બેઝ એફએસઆઈ તરીકે 1, ચાર્જેબલ એફએસઆઈ તરીકે 6 તથા 8.1ની એફએસઆઈ મળીને થતી એફએસઆઈ આપવામાં આવશે.
નોન ટી.પી. વિસ્તારમાં 2500 ચોરસ મીટર સુધીના પ્લોટ હશે અને તેમાં અગાઉથી પ્લાન મંજૂર કરાવી લીધા હશે તો તેમના કિસ્સામાં જમીનમાં કોઈપણ જાતની કપાત કરવામાં આવશે નહિ.
આવા પણ લાભ
ઇન્ડસ્ટ્રીઝ માટે નાના પ્લોટમાં માર્જિન ઘટાડીને ઉદ્યોગોને લાભ.
માર્જિનમાં પાણીનો સંગ્રહ કરવા ટાંકી બનાવવી પડશે.
100થી વધુ ફ્લેટની સ્કીમમાં વપરાયેલા પાણીને શુદ્ધિ કરવા પ્લાન્ટ.