[:gj]8 કરોડનું કૌભાંડ કરનાર અધિકારી સામે 10 વર્ષ પછી ગુનો [:]

[:gj]અમરેલી જિલ્‍લામાં આજથી 10 વર્ષ પહેલા પાણી-પુરવઠા વિભાગનાં અધિકારીઓ, કોન્‍ટ્રાકટરોએ મિલીભગત રચીને રૂપિયા 8 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સીટી પોલીસે એક નિવૃત્ત અધિકારીની અટકાયત કરતાં વહીવટીતંત્રમાં હડકંપ મચી ગયો છે.
વિગત એવા પ્રકારની છે કે, અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એમ.કેસ નં. 01/10થી એમ.કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468, 471, 477(એ), 1ર0(બી) ભ્રષ્‍ટટાચાર નિવારણ અધિનિયમ કલમ- 7, 1ર, 13(સી)(ડી) મુજબના ગુન્‍હાઓ આરોપી (1) ચંદ્રકાન્‍ત મુળુભાઈ બારોટ કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (ર) ભરતભાઈ ડાહૃાાભાઈ બંધારા કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (3) મનજીભાઈ માણંદભાઈ સાંડપા કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (4) પદ્મકાંતભાઈ ભાનુશંકર રાવલ કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (પ) માધુદાસ હરીદાસ કુબાવત વિભાગીય હિસાબનીસ કાર્યપાલકઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડ અમરેલી (6) વિમલ કન્‍સ્‍ટ્રકશન પ્રો. વિમલ કથીરીયા (7) જગદીશ કન્‍સ્‍ટ્રકશન પ્રો. વિપુલ આર. રૈયાણી (8) જયમીન કન્‍સ્‍ટ્રકશન (9) અંકુર અન્‍સ્‍ટ્રકશન (10) આર.કે. કન્‍સ્‍ટ્રકશન (11) કે.કે. સોરઠીયા કન્‍સ્‍ટ્રકશન (1ર) અવધ કન્‍સ્‍ટ્રકશનવાળાઓ વિરૂઘ્‍ધ અલગ-અલગ ગુન્‍હાઓ સને ર010માં રજી. થયેલ.
સને ર007/08 તથા સને ર008/09 માં આ કામના આરોપીઓએ અમરેલી પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા હતા. દરમ્‍યાન કામની જાહેર નિવિદા પાડયા વગર ઠેકેદારોને કામના વર્કઓર્ડર આપી એકથી વધારે વખત તે કામના બીલો પાસ કરી ઠેકેદારે કામ કરેલ ન હોવા છતાં આરોપીઓએ પોતાના હસ્‍તકનું ખોટું સુપરવિઝન કરી પુનરાવર્તીત બીલનું ચુકવણું ચેકથી કરી ઈરાદાપૂર્વક હોદાનો દુરઉપયોગ કરી ગુન્‍હાહિત કાવત્રુ રચી સરકાર સાથે વિશ્‍વાસઘાત કરી સરકારના નાણાનું આશરે રૂપિયા 8 કરોડનું નુકશાન કરી ગુન્‍હો કરેલ.
જે ગુન્‍હાઓ છેલ્‍લા 8 વર્ષથી પેન્‍ડીંગ હોવાથી પોલીસ મહાનિરીક્ષક નરસિમ્‍હા કોમાર તથા પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયનાં સુપરવિઝન હેઠળ સ્‍પેશ્‍યલ ઈન્‍વેસ્‍ટીગેશન ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ હતો.
ઉપરોકત ગુન્‍હાના કામે ફરિયાદમાં જણાવેલ આરોપીઓને અટક નહી કરવા તેમજ તપાસ શરૂ રાખવા બાબતનોગુજરાત હાઈકોર્ટનો સ્‍ટે. હતો. જે તપાસ દરમ્‍યાન આરોપી વિજયભાઈ અશોકભાઈ પટેલ તાત્‍કાલીન અધિક્ષક ઈજનેર પાણી પુરવઠા બોર્ડ અમરેલી રહે. બારડોલી સરદાર હોસ્‍પિટલની પાછળવાળાનું નામ ખુલતા તેઓને તા. 1/ર/19નાં રોજ બારડોલી મુકામેથી લઈ આવી અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન એમ. કેસ નં. 11/10 ઈપીકો કલમ-406, 409, 4ર0, 46પ, 468, 471, 477(એ), 1ર0(બી) ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ કલમ-7, 1ર, 13 (સી)(ડી) મુજબના ગુન્‍હાના કામે ર0-30 વાગ્‍યે અટક કરવામાં આવેલ અને હાલ તપાસ શરૂ છે. અને કોર્ટમાં રજુ કરી દિન-રનાં રીમાન્‍ડ મેળવેલ તેમજ અન્‍ય ગુન્‍હાઓની પણ તપાસ શરૂ છે.[:]