16 જૂન, 2021
લાંબા લોકડાઉન પછી સુરતનું કાપડ બજાર ખુલ્યું તો છે,પરંતુ હાલત એ છે કે 4 સપ્તાહ પછી પણ દેશના વિભિન્ન્ રાજયોમાં કાપડનું ટ્રાન્સ્પોર્ટેશન કરતી માત્ર 40 જ ટ્રક રોજ રવાના થાય છે. સામાન્ય રીતે લગ્નસરાંની સિઝનમાં સુરતથી દેશાવર માટે રોજની 400 ટ્રકો જતી હતી. તેનો મતલબ કે 10 ટકા જ ધંધો થાય છે. 90 ટકા ધંધો થતો નથી.
21મેથી સુરતનું કાપડ બજાર અનલોકમાં ખુલ્યું ત્યારે કાપડની માત્ર 5 જ ટ્રકો જતી હતી. પરંતુ હવે સ્થિતિ હવે સુધરી છે અને 40 ટ્રકો જાય છે. આમ છતા સામાન્ય દિવસોની સરખામણીએ જોઇએ તો 400 ની સામે માત્ર 10 ટકા એટલે 40 જેટલી ટ્રકો જ વિવિધ રાજયોના બજારોમાં કાપડ લઇને જાય છે.
સુરતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધવાને કારણે કાપડ માર્કેટ સહિતના અનેક બજારો બંધ હતા હવે સંક્રમણ ઘટવાને કારણે માર્કેટ ખુલી છે, પરંતુ ધંધો હજુ ટ્રેક પર આવ્યો નથી. દેશભરના બજારો પણ હજુ પુરી રીતે ખુલ્યાં નથી.કાપડ હજાર સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે કાપડ બજારની ગાડી પાટા પર આવતા હજુ ત્રણેક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે.
સુરતનું કાપડ બજાર અત્યારે સુસ્ત એટલા માટે છે કે બહારગામના હોલસેલના વેપારીઓ ખરીદી માટે હજુ સુરત આવતા નથી. અત્યારે જે થોડો ઘણો વેપાર થાય છે તે ઓનલાઇન થાય છે.
સામાન્ય દિવસોમાં સુરત ટેકસટાઇલ માર્કેટમાં રોજનો 100 કરોડ રૂપિયાનો બિઝનેસ થતો હોય છે. આમ જોવા જઇએ તો માર્ચ 2020 થી જયારથી દેશભરમાં કોરોનાની શરૂઆત અને પછી લોકડાઉન લાગ્યું ત્યારથી જ બીજા ધંધાની જેમ કાપડ માર્કેટને પણ મોટો ફટકો લાગ્યો છે. માર્ચ 2020થી શરૂ કરીને અત્યાર સુધી કાપડ બજાર ફુલફ્લેજમાં શરૂ થઇ શકયું નથી.તમે રોજના 100 કરોડનો અંદાજ મુકો તો સવા વર્ષમાં કરોડો રૂપિયાના નુકશાનનો અંદાજ પહોંચે. ટેકસટાઇલ માર્કેટના એક વેપારીએ કહ્યું હતું કે, અત્યારે વેપારીઓને સૌથી મોટી ચિંતા પેમેન્ટની છે. એક અંદાજ મુજબ કોરોના કાળને લીધે સુરતના કાપડના વેપારીઓના રૂપિયા 10000 કરોડ રૂપિયા જેટલી રકમ અટવાયેલી છે.
સુરત ટ્રાન્સ્પોર્ટ એસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેસલેએ કહ્યું હતું કે, કાપડ બજારમાં હજુ સુસ્તી દુર થઇ નથી. સામાન્ય દિવસોમાં સુરતથી 400 જેટલી કાપડની ટ્રકો સુરતથી દેશના વિવિધ રાજયોમાં જતી હતી, આજે સ્થિતિ એ છે કે રોજની માંડ 30થી 40 ટ્રક જ જાય છે.
2019માં 12 હજાર કરોડથી ઘટીને 6 હજાર કરોડ થઈ ગયો છે. સુરત શહેરમાં પહેલા 450 જેટલા ડાઇંગ યુનિટો હતા જે બંધ થઈને હવે માત્ર 350 જેટલા રહી ગયા હતા. એક લાખ એમ્બ્રોઈડરીના મશીનો હતા.
વિવિંગના 6 લાખ લૂમ્સ ઘટીને 4 લાખ થયાં હતા. 10 લાખ લોકોને રોજગારી મળતી હતી. કાપડ માર્કેટમાં 4 લાખ જેટલા લોકોને કામ મળી રહ્યું હતું.
7-8 મીટરના ડ્રેસ મટીરિયલ્સ આવતા હતા, જે ઘટીને હવે 4 મીટર સુધીના થઈ ગયા છે, કારણ કે મહિલાઓએ હવે ડ્રેસના સ્થાને લેગિન્સ પહેરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત દુપટ્ટો પણ હવે ફેશનનો એક ભાગ થઈ ગયો છે, જેની ખરાબ અસર પડી છે.
26 સપ્ટેમ્બર 2020માં સિલ્કસિટી સુરત ટેક્સટાઇલ માર્કેટનો કાપડનો વ્યવસાય ચેન સિસ્ટમ પર આધારિત છે અને જ્યારે આ ચેઇનની એક કડી નબળી પડે છે ત્યારે વ્યવસાયની આખી સિસ્ટમ ખોટકાઈ જાય છે. સુરતમાં ટ્રાન્સપોર્ટેશન વ્યવસાય પણ કાપડ ઉદ્યોગ પર 70-75 ટકા હિસ્સો ધરાવે છે. દરરોજ 1.5 કરોડ મીટર કાપડ ઉત્પન્ન કરનારૂ સુરત ટેક્સટાઇલ્સ માર્કેટ પણ વ્યવસાયિક પ્રવૃત્તિ માત્ર 40 ટકા સુધી પહોંચી છે. નિષ્ણાતો કહે છે કે મિલો માત્ર 50 ટકા, ટેક્સટાઇલ માર્કેટમાં ,50 ટકા અને પાવરલૂમ યુનિટમાં 3૦-35 ટકા કામદારો પહોંચ્યા છે. દરરોજ સો થી સવાસો ટ્રક માલ મોકલી શકે તેટલી જ છે જે અગાઉના વર્ષોમાં 300 થી વધુ થતી હતી.
ભારત સરકાર રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (RCEP)હેઠળ ચીન સહિત અન્ય 15 દેશો સાથે મુક્ત વેપાર કરાર 2019માં કર્યા હતા. ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર માઠી અસર પડી છે. ચીનના ઉત્પાદકો પૉલીએસ્ટરનું તૈયાર શર્ટ 2.5 થી 3 ડૉલર સુધીની કિંમતે યુરોપીયન દેશોમાં નિકાસ કરે છે. જ્યારે ભારતમાં 2-2.25 ડૉલરનું માત્ર શર્ટનું કાપડ પડતું હોય છે. ભારતનો કાપડઉદ્યોગ પ્રત્યક્ષરૂપે 4.5 કરોડ લોકોને જ્યારે પરોક્ષપણે 6 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. 21% રોજગારી કાપડ ઉદ્યોગ દ્વારા જ સર્જાય છે. તેમજ દેશની જીડીપીમાં પણ આ ક્ષેત્રનો ભાગ 2% જેટલો છે.
ગુજરાતમાં એક અનુમાન પ્રમાણે 8.5 થી 9 લાખ લૂમ હતાં. જ્યારે હવે GST બાદ તેની કુલ સંખ્યા ઘટીને 6.5 લાખ જેટલી થઈ ગઈ છે.
8મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રજૂ કરાયેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2017માં ગુજરાતના કાપડઉદ્યોગનું કદ લગભગ 25 બિલિયન ડૉલર જેટલું હતું.
ગુજરાતમાં લગભગ 1500 જેટલાં મોટાં અને મધ્યમ કદનાં ટેક્સટાઇલ યુનિટો આવેલાં છે.
તેમજ ભારત દ્વારા ટેક્સટાઇલ ઉત્પાદનોની નિકાસમાં ગુજરાતનો ભાગ 12% છે.
દેશના ઉત્પાદન સૅક્ટરમાં ગુજરાત ટેક્સટાઇલઉદ્યોગ 25%નો હિસ્સો ધરાવે છે.
દેશમાં સૌથી વધુ 600 કરતાં વધુ મધ્યમ અને મોટા કદનાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ ગુજરાતમાં જ આવેલાં છે.
ગુજરાત કપાસના ઉત્પાદન અને નિકાસની બાબતમાં ભારતમાં સૌથી આગળ પડતું છે.
દેશમાં કુલ કપાસના ઉત્પાદનના 33% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમજ દેશમાંથી કરાતી કુલ કપાસની નિકાસ પૈકી 60% નિકાસ ગુજરાત દ્વારા કરાય છે.
ભારતમાં સૌથી વધારે ડેનિમ કાપડનું ઉત્પાદન પણ ગુજરાતમાં જ થાય છે. ડેનિમ ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ગુજરાત ત્રીજા સ્થાને આવે છે.
દેશમાં સુતરાઉ કાપડના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશમાં બીજા સ્થાને આવે છે. નોંધનીય છે કે ગુજરાતમાં વાર્ષિક 3.9 કરોડ મિટર સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે.
તેમજ ટેક્સટાઇલઉદ્યોગમાં વપરાતી પ્રોસેસિંગ મશીનરી ઉત્પાદકો પૈકી 50% ઉત્પાદકો ગુજરાતમાં છે.
જ્યારે વીવિંગ મશીનરી ઉત્પાદકોની કુલ સંખ્યા પૈકી 90% ઉત્પાદકો ગુજરાતમાં આવેલા છે.
ફાયનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે માત્ર સુરતના કાપડઉદ્યોગનું ટર્નઓવર વાર્ષિક 40 હજાર કરોડ રૂપિયા જેટલું છે.
ગુજરાતમાં 144 કમ્પોઝિટ મિલો આવેલી છે, જેમાં સ્પિનિંગ મિલો પણ સમાવિષ્ટ છે. તેમજ સમગ્ર ગુજરાતમાં 897 જેટલાં જિનિંગ અને પ્રોસેસિંગ યુનિટો આવેલાં છે.
આ સિવાય 22 સર્જિકલ કોટન યુનિટ, 2362 પ્રોસેસિંગ રેડીમેડ ગાર્મેન્ટ યુનિટ, 362 ટેક્નિકલ ટેક્સટાઇલ યુનિટ, 513 પાવર પ્રોસેસિંગ યુનિટ અને 1146 હેન્ડ પ્રોસેસિંગ યુનિટ આવેલાં છે.