જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે ખટલો કેમ માંડશે ?

જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમાં જાપાનની કંપની જાપાન ઇન્ટરનેશનલ કો. ઓપરેશન એજન્સી (જીકા) Japan International Operation Agency (GICA) સામે ખટલો દાખલ કરવાનું નક્કી કરી રહ્યાં છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોની મનની વાત વિરૃદ્ધ જુલમ કરીને મોદી સરકાર જમીન જપ્ત કરી રહી છે તેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તેઓ પૂરતું વળતર અને જમીનની સામે એવી જ જમીનની માંગમી કરી રહ્યાં છે. તે મોદી સત્તાની એડી નીચે અત્યાર સુધી કચડતાં આવ્યા છે. જેમાં જાપાનનું સૌથી મોટું અખબાર રસ લઈ રહ્યું છે. પણ ગુજરાતના ગોદી ટીવી ખેડૂતોના બુલેટ ટ્રેનના તમામ સમાચાર બતાવતું નથી ત્યારે જાપાનના પત્રકારો હવે ગુજરાતમાં રસ લઈને સત્ય સમાચાર આપી રહ્યાં છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કેમ ઘોંચમાં પડ્યો છે, તેની રજેરજની જાણકારી મેળવવા જાપાનથી 90 લાખ જેટલું મસમોટું સર્કુલેશન ધરાવતા જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહ યોમીયુરી ગ્રુપનું અખબાર ધ યોમીયુરી શિમ્બુન- જાપાન ન્યૂઝ પેપર (The Yomiuri Shimbun) ના જર્નાલિસ્ટ શુ-કોમાઈન (Sho Komine) અને દિલ્હી સ્થિતિ બ્યુરો ચીફ તવકીર હુસૈન સુરત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મળી રહ્યાં છે.

જાપાન સરકાર આ પ્રોજેક્ટમાં રસ લઈ રહી છે અને જાપાનની ફાઈનાન્સ કંપની ઝીકા તેમાં રોકાણ કરી રહી છે. 2019માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ શરૂં થવાનું હતું. જે 2020માં પુરો થવાનો હતો. પણ હજું તે શરૂં થઈ શક્યો નથી. જે કંઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તે ભાજપના નેતાની નજીકની કંપનીઓ અને ભાજપને ચૂંટણી ફંડ આપનારી કંપનીનોને તેના ઠેકા આપી દેવામાં આવ્યા છે.

પણ, હજી સુધી જમીન સંપાદન મામલે ગૂંચમાં મુકાયો છે. ને ખેડૂતો હાલ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. ત્યારે ત્યાંની મીડિયા પણ સાચો ચિતાર આપવા માટે મેદાનમાં આવ્યા છે.

જાપાની અખબારના પત્રકાર  પહેલા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પાલને મળ્યા હતા અને બુલેટ ટ્રેનમાં અવરોધ ક્યાં છે અને કયા મુદ્દાઓ છે જે ખેડૂતો ઉઠાવીને વિરોધ તથા તરફેણ કરી રહ્યાં છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેઓ વિવિધ જગ્યાઓ પર જઈ જેમની જમીન સંપાદિત થવાની છે તે ખેડૂતોને મળ્યા હતા.