ગુજરાતના નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના સમયમાં ટાટા અને જીએમ બન્ને ફેક્ટરી બંધ થઈ
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020
જનરલ મોટર્સે ગુજરાતના હાલોલમાં આવેલ પોતાનું પ્રથમ કારખાનું SAICને વેચ્યું હતુ . હવે ભારતમાં ગ્રેટ વોલ મોટર્સે જનરલ મોટર્સનાં મહારાષ્ટ્ર સ્થિત તાલેગાંવ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,70,000 વોલ્યૂમ ધરેવતાં પ્લાંટનું હસ્તાંતરણ કરી લીધું છે. મહારાષ્ટ્રના તાલેગાંવ સ્થિત પ્લાન્ટ પ્રતિવર્ષ 1,65,000 વાહનો અને 1,60,000 ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી શકે છે.
જનરલ મોટર્સે ફેબ્રુઆરી 2020માં જાહેરાત કરી હતી કે તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પોતાનો કારોબાર સમેટી લેશે. કંપની ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં પોતાનું વેચાણ, ડિઝાઇન અને ઇજનેરી કામોને બંધ કરી દેશે. થાઈલેંન્ડમાં વર્ષનાં અંત સુધી શેવરોલે બ્રાન્ડ પરત ખેંચશે. રેયોન્ગ પ્લાન્ટને ચાઇનાની ગ્રેટ વોલ મોટર્સને વેચી દેવામાં આવશે.
જનરલ મોટર્સે ગુજરાતના હાલોલનો પ્લાન્ટ 1996માં ઓપેલ કારનું ઉત્પાદન કરવાથી શરૂઆત કરી હતી અને 2003માં શેવરોલે બ્રાન્ડનું ઉત્પાદન કર્યું હતું. હાલોલ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,10,000 કારની હતી. પરંતુ ઘટતા વેચાણને કારણે છેલ્લાં કેટલાક વર્ષોથી આ પ્લાન્ટ આંશિક ક્ષમતાએ ચાલી રહ્યો હતો. 2014માં જનરલ મોટર્સે 56,700 વાહનોનું વેચાણ કર્યું હતું. બજાર હિસ્સેદારી 1.8 ટકા રહી હતી. વર્ષ 2016-17માં કંપની ભારતમાં ફક્ત 25,823 જેટલી જ કાર વેચી શકી હતી. જે ભારતમાં વેચાયેલી કુલ કારના 1% જેટલુ માત્ર છે.
ડેટ્રોઈટમાં વડુંમથક ધરાવતી જનરલ મોટર્સે ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના પાછી ખેંચી લીધી હતી. 28 એપ્રિલ 1016થી હાલોલ પ્લાન્ટ ખાતે કામગીરી બંધ કરી દીધું હતું. જુલાઇ 2015માં જનરલ મોટર્સ દ્વારા વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતીકે, તે હાલોલનો પ્લાન્ટ બંધ કરવા માગે છે. તેના 2 વર્ષ બાદ એટલેકે જાન્યુઆરી 2017માં એસએઆઇસીએ હાલોલ પ્લાન્ટ ખરીદવા માંગતી હોવાની વિધિવત રીતે જાહેરાત કરી હતી.
અગાઉ શાંઘાઈ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન તરીકે ઓળખાતી SAIC હાલોલ પ્લાન્ટના ઓપરેશનનું ટેક ઓવર કરી લીધું હતું. SAIC મોટર કોર્પ ચીનમાં જનરલ મોટર્સ કો. અને ફોક્સવાગન AG સાથે સંયુક્ત સાહસો દ્વારા કારનું ઉત્પાદન કરે છે. જનરલ મોટર્સના બંધ થયેલા હાલોલ પ્લાન્ટમાં ચાઇનીઝ કંપની શાંઘાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (SAIC)રૂ.2,000 કરોડથી વધુનું મૂડી રોકાણ કરીને પ્લાન્ટ સ્થાપશે. વોલ્યુની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા બજાર ભારતના ઓટો માર્કેટમાં પ્રવેશનારી આ પ્રથમ ચાઇનીઝ કંપની છે. કંપની તેની આઇકોનિક બ્રાન્ડ MG (મોરિસ ગેરેજીસ) હેઠળ વાહનો રજૂ કરે છે. કંપની પ્રારંભિક તબક્કે વાર્ષિક 50થી 70 હજાર કારનું ઉત્પાદન કરે છે.
SAIC વૈશ્વિક સ્તરે વાર્ષિક 5.9 મિલિયન વાહનોનું ઉત્પાદન અને 106 બિલિયન ડોલરની આવક સાથે 2015માં ફોર્ચ્યુન 500 કંપનીઓમાં 46 ક્રમે હતી. SAICની સાથે પાંચ જેટલી એન્સીલીયરી ઉત્પાદન કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરવાની હતી.
ચાઇનીઝ કંપની દ્વારા કામદારોની જવાબદારી તથા અન્ય જવાબદારી સિવાય આ પ્લાન્ટ ખરીદી હતી. જનરલ મોટર્સ દ્વારા 600 કામદારોને વીએસએસ ઓફર કરવામાં આવી હતી. જેમાં જેટલા વર્ષ નોકરીના થયા હોય તેના દરેક વર્ષના 100 દિવસના પગારની ઓફર હતી. આ ઓફર કામદારોએ ન સ્વીકારતા 600 કામદારોની તળેગાંવ પ્લાન્ટમાં બદલી કરી દેવામાં આવી હતી. કામદારોને વીએસએસમાં રૃ.8 લાખથી રૃ.10 લાખની રકમ મળે છે તેના બદલે રૃ.40 લાખ સુધીની રકમ આપવાની માગણી કરવામાં આવી હતી.
કામદારોનું આંદોલન
જનરલ મોટર્સ એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ રચિત સોનીએ માગણીઓના ટેકામાં માંડવી , પ્લાન્ટમાં કામ કરતા ૫૫૦ જેટલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા ૧ હજાર જેટલા કર્મચારીઓ નજરબાગ ખાતેથી સવારે 10 વાગે કામદારોની રેલી કાઢી હતી. વામાં આવશે. આ અંગે યુનિયન દ્વારા ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ સમક્ષ તથા મુખ્યમંત્રીને પત્રો દ્વારા રજૂઆત થઇ પરંતુ સરકાર તરફથી આ બાબતમાં યોગ્ય પ્રતિસાદ ન મળતાં કામદારો 20 દિવસથી ફરજ દરમિયાન પ્રતિક ઉપવાસ કર્યા હતા.
ચાઈનીઝ કંપનીએ હાલ 70 કર્મચારીઓની ભરતી કરી હતી.
જનરલ મોટર્સ કંપનીએ હાલોલ સ્થિત આ પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત એક વર્ષ અગાઉ જ કરી હતી. તેમણે હાલોલનો આ પ્લાન્ટ બંધ કરી મહારાષ્ટ્રના તાલેગાંવ ખાતે નવો પ્લાન્ટ શરૂ કર્યો છે. આ પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત થતા જ માં ફફડાટ વ્યાપી ગયો હતો.
ભારતીય કાર બજારમાં 17 કંપનીઓ પરંતુ વેચાણમાં 4નું જ પ્રભુત્વ
ભારતના કાર બજારમાં 17 જેટલી કંપનીઓ છે. પરંતુ બજારના કુલ 75% ભાગ પર માત્ર ચાર કંપનીઓનો કબજો છે.