અમદાવાદના દોડવીર રૂપેશ મકવાણા ગિનિજ બુક ઓફ વર્ડ રેકર્ડમાં સ્થાન મેળવશે

Ahmedabad runner Rupesh Makwana will find a place in the Guinness Book of Word Records

અમદાવાદ, 24 મે 2023

‘સુપર 30’ ફિલ્મની પટકથા કરતાં ચઢીયાતી વાર્તાનું સર્જન ગુજરાતના યુવાન દોડવીર રૂપેશ મકવાણાએ કરી છે. જેના નામે વિશ્વ વિક્રમ સ્થાપિત થઈ શકે તેમ છે. રૂપેશ મકવાણાએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવો રજૂ કર્યો હતો. ભાજપની અને સંઘની યુવા પાંખ એબીવીપીની રમતગમત પ્રવૃત્તિના નેજા હેઠળ, PEFI ના સહયોગથી 6000 કિલોમીટરના અલ્ટ્રા રનર રૂપેશ મકવાણા 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ, ઇન્ડિયા ગેટ પર પહોંચ્યા હતા.

ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડની ટીમ તમામ દસ્તાવેજ ચકાસીને રેકોર્ડ માટે પ્રમાણપત્ર આપી શકે છે. તે માટે દાવો કરવામાં પુરતા દસ્તાવેજો હોવા જરૂરી છે. દોડમાં વિશ્વ વિક્રમ તો બનાવ્યો, પણ તેણે 800 યુવાનોની જીંદગી બદલી નાંખી છે. ઝુંપડામાં રહેતાં સેંકડો બાળકોને નવું જીવન આપ્યું છે.

ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દોડ તેના નામે છે. દોડ 99 દિવસમાં પૂરી કરવાની હતી, પણ તેણે દોડ 88 દિવસ 1 કલાક અને 28 મિનિટમાં પૂરી કરી હતી.

નશા મુક્તિ, રમત-ગમત, તણાવ મુક્તિ, યુવા બચાઓ દેશ બચાઓ અને સેવ ધ અર્થનું મિશન રૂપેશ મકવાણાએ હાથ પર લીધું છે. 20 મે 2023માં દિલ્હી ખાતે 6 હજાર કિમીની દોડ પૂરી કરી હતી.

21 ફેબ્રુઆરી 2023થી દોડની શરૂઆત દિલ્હીના ઇન્ડિયા ગેટથી કરી હતી. 13 રાજ્યમાં દોડીને માત્ર 88  દિવસમાં 6 હજાર કિમીની દોડ પૂરી કરી હતી.

13 રાજ્યોમાં  હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડું, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્વિમ બંગાળ, ઝારખંડ, બિહાર, યૂપી અને દિલ્હી છે.

રૂપેશ મકવાણા 21 ફેબ્રુઆરીએ દિલ્હીથી નીકળ્યા હતા. 13 માર્ચે સાંજે 5 વાગ્યે વલસાડ પહોંચ્યા હતા. સ્થાનિક ક્લબ સન્ડે સ્પોર્ટ્સ વલસાડની ટીમ દ્વારા એમનું સ્વાગત ધરમપુર ચોકડી પર કરવામાં આવ્યું હતું. 14 માર્ચેની વહેલી સવારે રૂપેશભાઈ વાપી તરફ રવાના થયા હતા.દરરોજ 65-70 કીમીની યાત્રા કરતા હતા. દિલ્હીથી જયપુર, અજમેર, અમદાવાદ, સુરત થઈ વલસાડ પહોંચ્યા હતા. વલસાડથી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કોલકતા, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશ થઈ પાછા દિલ્હી પહોંચ્યા હતા.

તેમણે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવી દીધી છે અને હાલમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે.

44 ડિગ્રી તાપમાનમાં પણ તે દોડતો હતો.  જેના કારણે મોઢાની અને ખભાની ચામડી બળી ગઇ હતી. મોઢું પોપડી વાળું થઇ ગયું હતું. કોલકત્તામાં દોડ સમયે જોરદાર વરસાદ અને કરા પડ્યા હતા. તેમ છતાંય દોડવાનું ચાલુ રાખ્યું હતું. ઘણી વખત એક દિવસમાં ત્રણેય ઋતુઓ ભેગી થતી હતી.

આ દોડ પૂરી કર્યા બાદ રૂપેશ મકવાણા મંગળવારે અમદાવાદ પરત ફર્યા ત્યારે ટ્રેનીગ લેનાર યુવાનો તેમજ પરિવારજનો અને મિત્રોએ ભાવભર્યું સ્વાગત અને સન્માન કર્યું હતું.

સાહસિક લોકો માટે દુનિયામાં કોઈ કામ અઘરું નથી હોતું તે ગુજરાતના આ બહાદુર યુવાને ફરી એક વખત સાબિત કર્યું છે.

તાલીમ

યુવાનોને પોલીસ, લશ્કર, ડિફેન્સ, સંરક્ષણ, ખેલકૂદ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે અમદાવાદના સાહસવીર યુવકે નિઃશુલ્ક તાલીમ આપીને 300 લોકોને મદદ કરી છે.

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એથલિટ કોચ રૂપેશ મકવાણાએ 5 વર્ષમાં 300 યુવાનોને નિ:શુલ્ક તાલીમ આપીને ખેલ કૂદ, સંરક્ષણ ક્ષેત્રમાં રોજગારી માટે તૈયાર કર્યા છે.

500 યુવાનોને વ્યસનમુક્ત બનાવ્યા છે.

સવારે સંરક્ષણ ક્ષેત્રની અને સાંજે ખેલની તાલીમ આપે છે. બપોરના સમયમાં ઝુંપડ્ડપટ્ટીમાં જઈને બાળકોને શિક્ષણ આપે છે. જોકે તે અંગે તેના સોશિયલ મિડિયામાં મજબૂત પુરાવા નથી.

2015માં પોલીસમાં ભરતી થવા ઊંચાઈ ઓછી હોવાથી પોલીસમાં જઈ શક્યા ન હતા. આ નિષ્ફળતાએ તેને સફળ બનાવ્યા છે. ત્યારબાદ યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું હતું. તેની નિષ્ફળતાથી 800થી વધુ યુવાનોની જિંદગી બદલી છે.

300 યુવાનોને રમત-ગમત અને સંરક્ષણ ક્ષેત્રમાં તાલીમ આપીને તૈયાર કર્યા છે. આ યુવાનોમાંથી 60 લશ્કરમાં, 58 ગુજરાત પોલીસમાં, 2 નેવી, 2 વહાઈ દળમાં હાલ છે.

તાલીમ આપવા યુવાનો અને બાળકોને શોંધવા પાનના ગલ્લાઓ પર ઊભા રહેતા હતા. જે બાળકો-યુવાનો વ્યસન કરતા દેખાય તેમને મળીને સમજાવતા હતા કે દેશ અને પરિવાર માટે આપણું જીવન ખૂબ મહત્વનું છે. વ્યસન છોડવા માંગતા હોય એવા યુવાનોને એકઠા કર્યા હતા.

પિતા દરજીનું કામ કરે છે. માતા ઘરનું કામ કરે છે, જ્યારે ભાઇ વેબ ડેવલોપર છે. તેની આવક બાળકો અને યુવાનો પાછળ સેવામાં ખર્ચ કરી દે છે. ગરીબ વિસ્તારના બાળકોને ભણાવે છે અને જરૂરિયાતની વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડે છે. અહીંથી તૈયાર થઈને બહાર ગયા છે, તે બધા મદદ કરી રહ્યા છે.

રમત-ગમતથી શિસ્ત આવે છે. હારને કેવી રીતે જીતમાં બદલવી એ રમત-ગમતથી ખ્યાલ આવે છે.

ક્રોસ કન્ટ્રી રનર રૂપેશ મકવાણાએ શનિવારે ઈન્ડિયા ગેટ ખાતે તેની 6,000 કિલોમીટરની રેસ પૂરી કરી હતી. આ સિદ્ધિ બદલ તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) રમતગમત પ્રવૃત્તિઓ અને PEFI (ભારતના શારીરિક શિક્ષણ ફાઉન્ડેશન) ના નેજા હેઠળ, રૂપેશે 99 દિવસમાં પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે 21 ફેબ્રુઆરી 2023ના રોજ ઇન્ડિયા ગેટથી 6000 કિલોમીટર લાંબી દોડની શરૂઆત કરી.

2019

સપ્ટેમ્બર 2019માં પણ દેશના યુવાનો નશાયુક્ત પદાર્થોથી દૂર થાય તે માટે અમદાવાદના 3 યુવાઓ ગાંધી આશ્રમથી 15 દિવસમાં દિલ્હી સુધી દોડતા પહોંચ્યા હતા. દેશના યુવાનોને નશાયુક્ત પદાર્થોથી દૂર રહેવાનો અનોખો સંદેશ પણ આપ્યો હતો. અમદાવાદના 3 યુવા રૂપેશ મકવાણા, લોકેશ અને પાર્થ અમદાવાદના ગાંધી આશ્રમથી 19 ઓગસ્ટએ દોડતા દિલ્હી માટે નીકળ્યા હતા. 1023 કિમી અમદાવાદથી દિલ્હી સુધીની સફર કરી  હતી.

ગુજરાત,રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીની અનેક શાળાઓમાં યુવાઓને ડિપ્રેશનમાંના રહેવા મેડિટેશન અથવા એક્સરસાઇઝ કરવા પ્રોત્સાહિત કરવાનું કાર્ય ગુજરાતના આ ત્રણ યુવાનોએ કર્યું હતું.