ગાંધીનગર, 12 ફેબ્રુઆરી 2020
ગુજરાત વાહન વ્યવહાર નિગમ (જીએસટી)એ ખાનગી કંપનીઓ પાસેથી લીધેલી 198 લક્ઝરી વોલ્વો બસમાં અનેક ગેરરીતિ બહાર આવ્યા બાદ ટાયર કૌભાંડ થઈ રહ્યું છે. BS અને ISI સ્ટાન્ડર્ડના ટાયર હોવા જોઈએ તેના બદલે ચાઈનીઝ ટાયર વાપરવામાં આવી રહ્યાં છે. સરકારે નક્કી કરેલા અને કરાર પ્રમાણે વોલ્વો બસમાં વાપરવાના બદલે એકદમ સસ્તા ટાયર વાપરવામાં આવી રહ્યાં છે.
વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ફડદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ધ્યાનમાં આવ્યા હોવા છતાં આ ટાયર કૌભાંડ વર્ષોથી ચાલી રહ્યું છે. બસના ઓરીજીનલ ટાયરનો જોટો રૂ.43,500નો આવે છે. જે ચાઈનીઝ ટાયર અડધી કિંમતે રૂ.24,000માં આવે છે. ભારત સરકારે નક્કી કરેલી ગુણવત્તાના તે ટાયર નથી. એસટીની તમામ બસોમાં ચાઈનીઝ ટાયરથી દોડી રહી છે. જે મુસાફરોના જીવન સામે મોટું જોખમ છે. છતાં રૂપાણી સરકાર પોતે મુસાફરોની સલામતી સવારીના બદલે જોખમી સવારી કરાવી રહી છે.
સરકાર પાસેથી રૂ.100 કરોડનો ધંધો મેળવતી આ બસ માટે ખાસ બનાવાયેલા પ્રીમીયમ સેલના મુખ્ય અધિકારી કે સી બારોટ દ્વારા આ કૌભાંડ અંગે નોટિસ અપાયા બાદ પણ કૌભાંડ ચાલી રહ્યું છે. કોન્ટુસ્કર કંપનીની 25 વોલ્વો બસની ચકાસણી કરતાં તે તમામમાં ચાઈનીઝ બનાવટના ટાયર નાંખવામાં આવેલા છે.
વોલ્વો બસ પૂરી પાડતી 3 કંપનીઓની બસમાં આવી ગેરરીતિ ચાલી રહી છે. જેને ભાજપની ભ્રષ્ટ રૂપાણી સરકાર અટકાવી શકી નથી. 18 સપ્ટેમ્બર 2019ના દિવસે પ્રીમિયમ સેલ દ્વારા કંપનીને પત્ર લખીને જણાવી દીધું હતું કે તમારી તમામ બસમાં ચાઈનામાં બનેલા ટાયર વાપરવામાં આવી રહ્યાં છે જે તુરંત કાઢી લેવામાં આવે. તેમ છતાં તે ટાયર પર બસ દોડી રહી છે.
એક બસમાં 10 ટાયર હોય છે. 3.90 કરોડના ટાયરનો ફાયદો કવોલ્વો બસની કંપનીઓને થયો છે. એક બસ દીઠ 1.90 લાખનો ફાયદો મેળવવા માટે મુસાફરોના જીવન સાથે ચેડાં કરતી કંપની સામે રૂપાણીની ભ્રષ્ટ સરકારે કોઈ જ પગલાં લીધા નથી.
કોન્ડુસ્કર કંપનીએ નિગમને પત્ર લખીને ગેરમાર્ગે દોરવા લખ્યું હતું કે તેણે ચાઈનીઝ ટાયર વાપરેલા નથી. પણ તેમણે ખોટો પુરાવો ઊભો કરીને ફોજદારી કાયદાનો ભંગ કર્યો છે. બનાવટી દસ્તાવેજ ઊભો કરવાનો ગુનો તેમની સામે હજુ સુધી નોંધવામાં આવ્યો નથી. જ્યારે 35 બસની તપાસ કરવામાં આવી ત્યારે આ કૌભાંડ બહાર પડ્યું છે. 2014થી આ કૌભાંડ ચાલી રહ્યું છે. તે પહેલા પણ આવી સ્થિતી હોવાની સંભાવના નથી.
અખબારી અહેવાલ