બિહારમાં 15 વર્ષથી એપીએમસી બંધ કરી દીધા પછી જે થયું તે 3 કાળા કાયદાથી ગુજરાતમાં થશે

ગાંધીનગર, 4 જૂલાઈ 2021
2020ના વર્ષે પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાઓને લાગુ કરે તે પહેલા બિહારનું એપીએમસી મોડેલ પ્રજા સમક્ષ છે. 2006માં એપીએમસી નાબૂદ થયા પછી 15 વર્ષે બિહારની પરિસ્થિતિ ખરાબ થઈ છે. રાજ્યના કૃષિ અર્થતંત્ર પર તેનો પ્રભાવ નિષ્ણાંતો સમક્ષ છે. ગુજરાતમાં ખાનગી 31 કૃષિ બજારો બની રહ્યાં છે. બિહારમાં થયું તે ત્યાં થઈ શકે છે.

કેન્દ્ર સરકાર લઘુત્તમ ટેકાના ભાવ – ન્યુનતમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) ની બહાર ખેડૂતોને તેમની પેદાશો વેચવાની મંજૂરી આપી રહી છે. જે બિહાર છે 2006થી અમલમાં છે. ખેડૂતો ત્રણેય કાયદાને રદ કરવાની માંગ કરી રહ્યા છે.

એપીએમસી મંડીઓને નાબૂદ કરીને વેપારીઓને ખેડૂતોની પેદાશોના વેચાણ અને ખરીદીને લગતી સ્વતંત્રતા મળશે. ખેડુતો તેમની પેદાશો દેશમાં ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને વેચી શકે છે. જોકે, હાલ ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ આ રીતે ખરીદી તો કરે જ છે.

જો દેશ બિહારના ઉદાહરણથી નહીં શીખે, તો તે કૃષિનું નોંધપાત્ર નુકસાન કરશે, અને દેશનું અર્થતંત્ર ધીમે ધીમે પતન તરફ જશે.

બિહારમાં 15 વર્ષ પછી પણ, રાજ્યની કૃષિ માર્કેટિંગ સિસ્ટમ હજી પણ ખાનગી રોકાણ આકર્ષવામાં અસમર્થ છે. એપીએમસી નાબૂદ થવા અને રોકાણના અભાવે સરકાર મહેસૂલ ગુમાવી રહી છે. કૃષિ બજાર વ્યવસ્થા ખાનગી હાથમાં ગઈ છે. ઉત્પાદનનું વજન, સર્ટિંગ, સ્ટોર કરવા અને ખરીદવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે.

એપીએમસી નાબૂદ કરવાની નકારાત્મક અસર રાજ્યના કૃષિ અને તેનાથી જોડાયેલા ક્ષેત્રોના વિકાસ દરમાં પણ જોવા મળી છે. 2004-2005માં તે સતત 14.9 ટકા હતો (1999-2000ના સતત ભાવો પર) જે 2018-19માં ઘટીને 0.6 ટકા રહ્યો છે.

કૃષિ બજારના બદલે કૃષિ ધિરાણ મંડળી ચોખા અને ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરે છે. નક્કી કરેલો જથ્થો અને સમયે ખરીદી થઈ શકતી નથી. 97 ટકા ખેડૂતો 1 હેક્ટરથી ઓછા ખેતરો ધરાવે છે તેઓ ખેતરથી જ પોતાનો માલ કૃષિ બજારમાં લઈ જતાં હતા તે બંધ થયો છે. કૃષિ ધિરાણ મંડળીઓ તુરંત ખરીદી શકતી નથી. પરિણામે, ખેડુતો પાક ખાનગી વેપારી – બજારમાં વેચવા અથવા દલાલને ઓછા ભાવે માલ વેચવાનું ભારે દબાણ છે. ધિકાણ મંડળીઓ ચોખાની ખરીદી ટેકાના ભાવ કરતાં પણ નીચે ભાવે કરે છે. તેથી ખેડૂતો તેને આપતા નથી. પૈસા ચૂકવવામાં મંડળીઓ ઘણો સમય લે છે.

ગયા અને પૂર્ણિયા જિલ્લામાં કરાયેલા એક સરવે કરાયો હતો. જેમાં ખેડુતો પોતાનો પાક પીએસીએસ પર વેચવા માંગતા ન હોવાનું બહાર આવ્યું હતું.

થી. પરંતુ આના માટે ખેડૂતોએ જુદા જુદા કારણો આપ્યા હતા.

સર્વેના પરિણામો શું હતા?
સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ગયા જિલ્લાના 85.7 ટકા ખેડુતોએ જણાવ્યું હતું કે તેઓ પોતાનો ઘઉં બજારમાં વેચે છે. આ સાથે, પૂર્ણિયા જિલ્લામાં સર્વેક્ષણ કરનારા 50 ટકા લોકોએ કહ્યું કે તેઓએ તેમના પાકને વચેટિયાઓને વેચવા પડે છે.

બિહારમાં એપીએમસી બંધ કરી તેના 15 વર્થ થયા છે. જે અંગે ગયા અને પૂર્નિયા જિલ્લામાં થયેલા સર્વેમાં બહાર આવ્યું છે કે બિહારના બંને જિલ્લામાં ચોખાના બજાર ભાવ પીએસીએસના ભાવ કરતા ઘણા ઓછા છે.

મધ્યસ્થી લોકોએ અગાઉ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ચોખા ખરીદ્યા હતા અને અન્ય રાજ્યોની એપીએમસી બજેરમાં ઊંચા ભાને વેચી માર્યા હતા.

સર્વે અનુસાર, મોટાભાગના ખેડૂતો પીએસીએસમાં ચોખા વેચવા માંગતા નથી, કારણ કે તેમને તાત્કાલિક પૈસા ચૂકવવામાં આવતા નથી. મોટાભાગના ખેડુતો પોતાનાં ભાત બજારમાં વેચે અથવા પીએસીએસને બદલે વચેટિયાઓને ભારે નુકસાન પહોંચાડે છે.

બિહારમાં ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. પણ ખેતરોમાં હેક્ટર દીઠ ઉત્પાદન દેશની જેમ વધ્યું છે.

ખેડુતોને ભાવમાં ભારે નુકસાન વેઠવું પડે છે. જો સરકાર બિહારના આ દાખલાને ગંભીરતાથી ન લે તો દેશને આના કારણે ભારે નુકસાન વેઠવું પડી શકે છે અને આપણી અર્થવ્યવસ્થા ધીરે ધીરે પડી શકે છે.  સહેલી દાસે આ વિગતો જાહેર કરી છે. જે ભારતીય કૃષિ અને હવામાન પરિવર્તન અનુકૂલન પર સંશોધનો કરે છે.

ગુજરાતમાં શું થઈ રહ્યું છે
ગુજરાતમાં ખેડૂતો 90 કરોડ ક્વિન્ટલ ખેતરોનો માલ 400 માર્કેટ યાર્ડ – 224 એપીએમસી ઉપરાંત ખાનગી લોકોને માલ વેચવાની છૂટ આપી છે. ખાનગી કૃષિ બજારો બનાવવાની છૂટ મળતાં 31 બજારો બની રહી છે. હાલની એપીએમસીને વર્ષે રૂ.112 કરોડનું નુકસાન થશે. કેન્દ્રના 3 કાયદા અમલી બનશે ત્યારે ખેડૂતોને ભાવ નહીં મળે. વેપારીઓ કાર્ટેલ રચશે. સહકારી ક્ષેત્ર તૂટી રહ્યું છે. સરકારે ખેડૂતોની બજારોને સહાય સાવ ઓછી કરી દીધી છે.

#APMC #3law #farmer #gujarat #bihar #agriculture

2013માં ગુજરાત અને દેશની એપીએમસી કેવી હતી ? વિગતો વાંચો

માર્કેટયાર્ડમાં રૃપિયા ૨૬,૮૮૦ કરોડની આવક