અમદાવાદ, 16 એપ્રિલ 2021
ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે.
કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો.
ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ગુજરાત વડી અદાલતમાં કરેલી જાહેર હીતની રીટ અરજી આવકારદાયક છે. ગુજરાત વડી અદાલત ન્યાયતંત્રના ઉચ્ચ આદર્શો અને સિધ્ધાંતોનો અમલ કરશે. દેશના ન્યાયતંત્રમાં કાયદાની દ્રષ્ટીએ તમામ નાગરિકો સમાન ગણશે. ભાજપના પ્રમુખ સામેની રીટમાં , કોઇપણ ચમરબંધી કાયદાથી ઉપર નથી. એવા ગુણદોષના આધારે પ્રજાના હિતમાં ન્યાય આપશે.
એક સાથે 5 હજાર ઇંજેક્શનનો ગેરકાયદે સંગ્રહ કરીને કોરોનાના દર્દીઓને બાનમાં લેવા ગુન્હો આચરેલો છે. પાટિલ સામેની સીટમાં હાઇકોર્ટ દ્વારા ન્યાય મળવાની પ્રજા આશા રાખી રહી છે.
બાબરીયાએ વધુમાં કહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પોતે કાયદાથી ઉપર છે એમ પૂરવાર કરી રહ્યાં છે. હું જ સરકાર છું. મને પૂછનાર કોણ એવું વલણ બતાવી દીધું છે. પોતાની જ રૂપાણી સરકારની એક કોડીની કરી નાંખી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ખબર ન હતી કે ઈંજેક્શન ક્યાંથી આવ્યા તેથી તેમણે પત્રકારોના પ્રશ્નના જવાબમાં કહેવું પડ્યું કે સીઆરને પૂછો કે ઇંજેક્શન ક્યાંથી લાવ્યાં.
એક બાજુ પ્રજાને આ પ્રકારના ઇજેક્શન મળતા નથી. પાટિલને આખો જથ્થો મળે છે. તેનો મતલબ કે પાટિલ રૂપાણી સરકારને ખિસ્સામાં લઇને ફરતા હોય તેવું ચિત્ર લોકોના મનમાં ઉપસી રહ્યું છે.
એક સામાન્ય દવાની ટીકડી પણ વેચવી હોય તો કાયદેસરનું લાયસન્સ મેળવું પડે છે.
તડકામાં સુરત ભાજપની કચેરીએ લાઇનો ઉભા રહીને વલખાં મારતા હતા. તે ઇન્જકશનોનો જથ્થો પાટિલે ભાજપ કાર્યાલયમાં ગેરકાયદે સંઘરી લીધો હતો. તમામ કાયદાઓનો ધજીયા ઉડાવી લીધા હતા. ખુલ્લેઆમ ડ્રગ્સ કાયદાનો ભંગ કર્યો છે.
રૂપાણી સરકારે પાટિલથી ડરી જઇને પોતાના નેતા સામે ડ્રગ્સ કાયદા હેઠળ ગુનો નોંધવાની હિંમત બતાવી નથી. તેથી વિપક્ષના નેતાને પ્રજાના હિતમાં હાઇકોર્ટના દ્વાર ખટખટાવવાની ફરજ પડી છે.
સી.આર.પાટિલ લોકસભાના વરિષ્ઠ સાંસદ પણ છે. કાયદો ઘડનાર એક સાંસદ કાયદાકીય પ્રક્રિયા અને મંજૂરી વગર ગેરકાયદે દવા રાખે છે. પક્ષના કાર્યાલયમાં સંગ્રહ કરીને કેટલાંય કોરોના દર્દીઓના જીવ જોખમમાં મૂકી દીધા હતા. તેમણે અધમ કૃત્ય આચર્યું છે. તે બદલ પોલીસે તેમની તાકીદે ધરપકડ કરવી જોઇએ.
માસ્ક નાકથી સહેજ નીચે સરકી જાય તો સામાન્ય લોકો પર લાઠીઓ વરસાવે છે. શૂરા બહાદૂર પોલીસ પાટીલની જીવનરક્ષક દવાની ગેરકાયદે સંગ્રહખોરી બદલ તેમની સામે ગુનો નોંધતા નથી. પોલીસ તેમની ધરપકડ કરવાની પણ હિંમત બતાવે.
ગુન્હાહિત કૃત્ય આચરવા બદલ લોકસભાના અધ્યક્ષે ચંદ્રકાંત પાટિલનું સભ્યપદ રદ કરવું જોઇએ. સંસદસભ્ય બનવાથી તેમને કાંઇ અમર્યાદિત સત્તા મળી જતી નથી.
ભાજપને 25 વર્ષ સત્તા પર બેસાડનાર ગુજરાતના લોકોને ભાજપે છેતર્યા છે. કોરોના કાળમાં સારવારથી લઇને સ્મશાન સુધી લાંબી લાઇનોમાં ઉભા રાખ્યા છે.
સત્તાના મદમાં છાકટા થયેલા ભાજપના સત્તાધીશોને બંધારણ અને કાયદાની સર્વોપરિતા , અને તેના સન્માન માટેનું વડી અદાલત ભાન કરાવે.