ચીઝ બનાવતાં નિકળતા પાણીના બેકટેરીયાથી બાયોમાસ બનાવાયું

ગાંધીનગર : ડેરી ઉદ્યોગ અને ઘર ઉદ્યોગ માટે નવી શોધ ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેથી શિખંડ અને ચીઝ બનાવતાં નિકળતાં પાણીને ફેંકી દેવાના બદલે હવે તેમાંથી બાયોમાસ પેદા કરી શકાશે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે આ નવી શોધ મોટો ફેરફાર લાવી શકે તેમ છે.

ચેડાર ચીઝ વ્હે (ચીઝ બનાવતાં નિકળતું પાણી)નો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરીયાના બાયોમાસ ઉત્પાદન માટે માધ્યમ બનાવવાની પદ્ધતિ ચેડાર ચીઝ બેનો ઉપયોગ કરી લેકટિક એસિડ બેકટેરિયા ( લેકટોબેસિલસ હેલવેટિકસ અને MTCC 5463 અને સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ MTCC 5461 ) ના બાયોમાસના ઉત્પાદન માટેનું માધ્યમ વિકસાવવામાં આવેલું છે. આવા માધ્યમનો ઉપયોગ કરીને 5 લિટર ક્ષમતાવાળા ફર્મેન્ટરમાં, 37°સે. તાપમાને, 12 કલાકમાં લેકટોબેસિલસ હેલવેટિકસ MTCC 5463 અને સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ MTCC 5461નો અનુક્રમે 5.51 અને 2.56 ગ્રામ એક લિટર બાયોમાસ ઉત્પાદન કરી શકાય છે.

બાયોમાસનો ઉપયોગ ઊર્જા ઉત્પાદન માટે થાય છે. ઊર્જા ઉત્પાદન પ્રક્રિયાને બાયોએનર્જી તરીકે ઓળખવામાં આવે છે. બાયોમાસ જૈવિક સ્વરૂપમાં જોવા મળે છે. આ બાયોમાસ દહી અને છાશ બનાવવા માટે સંતોષકારક માલૂમ પડેલ છે.

વિકસાવેલ પદ્ધતિની વિગત
ચેડાર ચીઝ હેને ૭૫સે . તાપમાને ૧૦ મિનિટ માટે ગરમ કરવું. ડબલ્યુપીસી ( WPC – 70)ને 0.5% ના દરે ઉમેરવું. પ્રોટીયોલીસિસ કરવા પેપેનના (0.5% )ના દ્રાવણ સાથે 50સે . તાપમાને 4 કલાક માટે રાખવું. ત્યારબાદ 99°સે. તાપમાને 10 મિનિટ માટે ગરમ કરવું મેંગેનિઝ સલ્ફટ ( MnSO , 0.01% ) અને ઓલિક એસિડ (0.1% ) ને ઉમેરવા માધ્યમને ઓટોફ્લેવ દ્વારા સ્ટરીલાઈઝ કરવું.

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના ડેરી કેમેસ્ટ્રી વિભાગ દ્વારા આ નવી પદ્ધતિ વિકસાવેલી છે.

વ્હેમાં ઘણાં ગુણ છે.
માંસપેશી મજબૂત કરે, કેંસર અને એચઆઈવીને રોકી શકે, લોહીના દબાણને હળવું કહે, કોલેસ્ટ્રોલ – ધનાસ્ત્રાતાને ઓછું કરે, પ્રોસ્ટેટના રોગો રોકે, આંતરડાને સાફ રાખતા બેક્ટેરીયા વધારે, નુકસાન કરતાં બેક્ટેરીયાને અટકાવે, મૂત્રાશયને સાફ રાખે, ઉંમર વધવામાં ઘટાડો કરે છે.
દહીં છાંટીને ચીજ અથવા કેસીન બનાવવામાં આવે ત્યારે તેમાંથી પાતળું પ્રવાહી (વ્હે) નિકળે તે આડપેદાશ તરીકે ઘણાં બીજા ઉપયોગ કરવામાં આવી રહ્યાં છે.

શું ઉપયોગ છે આછનો
1. કણક- આટા, કેક, બ્રેડ બનાવવા માટે પાણીનો ઉપયોગ કરવાને બદલે આછનો ઉપયોગ કરવાથી પ્રોટીન વધશે.
2. ફળ અને વનસ્પતિના રસમાં ઉમેરો કરાય છે.
3. ભારતીય ગ્રેવીમાં ટામેટાં, આમચુર, આંબલી, કોકમના સ્થાને આછ-છાશનો ઉપયોગ ઘરે થાય છે.
4. ઉપમા સાથે સારી રીતે ભળી જાય છે, તેથી ટામેટા કે દહીંની જગ્યાએ તે વપરાય છે.
5. ચોખા, પાસ્તા અથવા શાકભાજી રાંધવા માટે તેનો ઉપયોગ ઘરે થાય છે.
6. સૂપમાં ઉમેરાય છે.
7. આછનું પ્રોટીન વાળ માટે સારું છે, 10 મિનિટ રગડો અને હળવા પાણીથી ધોઈ નાખો.
8. ત્વચાને નરમ કરવા માટે આછ-છાશથી સ્નાન કરો.
9. કૂતરાને વધારાની પ્રોટીન માટે આપી શકાય છે.
10. તેને ખેતીના છોડવામાં થોડું રેડી શકાય છે.
11. છાસમાંથી બનતાં સજીવ જંતુનાશકો આછમાંથી ખેડૂતો બનાવી શકે છે.