વાહનો પર 21 ગણી ફી જીંકતી ભાજપ સરકાર

ગાંધીનગર, 18 માર્ચ 2021
15 વર્ષથી વધુ જુની ગાડી માટે આરસી સર્ટિફિકેટ રિન્યૂ અને વાહન ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવવાના ચાર્જિસ 8થી 20 ગણા વધી ગયા છે. સ્ક્રેપેજ પોલિસી લાવવાના આ સરકારના પગલાનો ભાગ છે. ગુજરાતમાં તેનો અમલ ઓક્ટોબરથી થશે. માર્ગ પરિવહન મંત્રાલયે ફી વધારવાના પ્રસ્તાવનું એક ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કર્યું છે.

આરસી રિન્યૂઅલ માટે 5000 રૂપિયા આપવાના રહેશે. જુની બાઈકોની આરસી રિન્યૂઅલ માટે 1000 રૂપિયા લાગશે. અત્યારે માત્ર 300 રૂપિયાની ફી છે. બસ કે ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવવા 12,500 રૂપિયાની ફી લાગશે. આ વર્તમાન ફીથી લગભગ 21 ગણી વધારે છે.

ફી વધારવાની નવી દરખાસ્ત એ જૂના વાહનોને રસ્તા પરથી દૂર કરવાની નીતિનો એક ભાગ છે. આરસી રિન્યૂઅલ કરાવવામાં વિલંબ થાય તો દર મહિને 300 થી 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. કોમર્શિયલ વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવામાં વિલંબ થાય તો દરરોજ 50 રૂપિયા દંડ થશે.

ઘર વાહન 15 વર્ષ જુના થઈ જાય ત્યારે દર 5 વર્ષે તેની આરસી રિન્યૂ કરવાની રહેશે. કોમર્શિયલ વાહન 8 વર્ષ જુના થઈ જશે તો તેને દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે.

માર્ગ પરિવહન મંત્રાલયે ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થનારા વાહનોને સ્ક્રેપ કરવા માટે રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ સેન્ટર્સ ખોલવા માટેનો ડ્રાફ્ટ પણ બહાર પાડ્યો છે. સ્ક્રેપિંગ સર્ટિફિકેટ આપી શકે છે જેથી નવી કાર ખરીદે તો ડિસ્કાઉન્ટ મળી શકે.

કાર ખરીદીમાં કંઇક ખોટું થવાનું જણાશે, તો કાર ઉત્પાદકે તે પરત ખેંચવી પડશે. તેની સામે નવી કાર આપશે. કંપની પર દસ લાખથી લઇને 1 કરોડ સુધીનો દંડ થશે.