નિતિન પટેલ પર ઝુતુ ફંકનાર ભાજપના નેતા, આ પહેલા ગૃહ પ્રધાન જાડેજા પર ઝૂતું ફેંકાયું ને તે રાજનેતા બની ગયા

ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020

બિહારની સાથે ગુજરાતમાં 3 નવેમ્બર 2020ના રોજ વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીમાં મતદાન છે. રાજ્યના ડેપ્ટી સીએમ નીતિન પટેલ પર 26 ઓક્ટોબર 2020ના દિવસે ભાજપના નેતા રશ્મીન પટેલએ ઝૂતું ફેક્યું હતું. સોમવારે ચૂટણીના પ્રચાર માટે નીતિન પટેલ કરજણમાં પ્રચાર માટે ગયા હતા. રેલી પછી પ્રેસને બાઈટ આપતી વખતે નાણાં પ્રધાન નિતિન પટેલ પર ભાજપના આંતરિ વિખવાદના કારણે ઝૂતું ફેંકવામાં આવ્યું હતું.

આ પહેલા રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજા પર ગુજરાત વિધાનસભા ભવનમાં ઝૂતું ફેંકાનારા ગોપાલ ઈટાલીયા હતા. તેઓ આજે આમ આદમી પક્ષના પ્રદેશ ઉપપ્રમુખ બની ગયા છે. આમ ગુજરાતમાં ઝૂતું ફેંકીને નેતા બનેલા હોય એવા તેઓ પહેલા નેતા છે. ભાજપના હાલના નેતાઓ પહેલા આ રીતે અનેક કામ કરીને નેતા બન્યા છે.

ઉપમુખ્યમંત્રી વડોદરાની કરજણ વિધાનસભા ક્ષેત્રના કરોલી ગામ એક ચૂંટણી સભાને સંબોધિત કર્યા પછી મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા. એ દરમિયના ભાજપના નેતાએ ઝૂતું ફેંકીને પોતાને ન્યાય અપાવવા માંગણી કરી હતી. ઝૂતું એબીપી ટીવી ચેનલના માઈક પર પડ્યું હતું.

આ ઘટનાની ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો છે.

કરજણમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જૂતુ ફેંકનાર આરોપી રશ્મીન પટેલ શિનોર તાલુકા પંચાયતનો ભાજપનો સભ્ય રહી ચૂક્યો છે. શિનોર તાલુકા પંચાયતમાં ભાજપે રશ્મીનને કારોબારી ચેરમેન બનાવ્યો હતો. તેઓ બે વર્ષ સુધી આ હોદ્દા પર હતા. રશ્મીન પટેલના પત્ની શિનોર ગામના સરપંચ રહી ચૂક્યા છે. આખું કુટુંબ ભાજપનું છે.

ઝુતુ ફેંકવાનું કારણ શું
ભાજપના જૂથવાદને કારણે જૂતું ફેંકાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. રશ્મીન પટેલ ભાજપના નારાજ જૂથમાં છે. પોલીસે હાલ રશ્મીન પટેલની ધરપકડ કરી છે. આરોપી જુતુ ફેંકવામાં સફળ થતા સેલીબ્રેશન કરવાનો હતો. પોલીસને તેના ફોનમાંથી ઓડિયો ક્લીપ મળી હતી. રશ્મિન પટેલે જૂતું ફેંકવાનું કાવતરૂ રચ્યુ હતુ. અમિત પંડ્યા નામના વ્યક્તિ સાથે શખ્સની વાતચીત થઈ હતી.

રશ્મિન પટેલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. કાવતરૂ રચવાની કલમો લગાવવામાં આવશે. કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ માંગવામાં આવશે. નીતિન પટેલની સભા નિષ્ફળ કરવાનો પ્રયાસ હતો.

અમિત પંડ્યા વડોદરાનો છે કોંગ્રેસનો પ્રચાર પ્રસાર કરે છે. રશ્મિન પટેલે ચપ્પલ ફેંકાવ્યુ છે, ફેંક્યુ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના પગલે કોંગ્રેસે કહ્યું હતું કે, જે સ્થળે જુતુ ફેંકાયું એ ભાજપની સભા અને ભાજપના કાર્યકરો હતા. અમિત ચાવડાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે તમારી જ પાર્ટીમાં અસંતોષ છે. તેમણે જ આ કૃત્ય કર્યું હશે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે, લોકશાહીમાં પોતાનો રોષ વ્યક્ત કરવાની આ પદ્ધતિ બિલકુલ વ્યાજબી નથી અને ચલાવી પણ ના લેવાય..પરંતુ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર કેમ દોષનો ટોપલો ઢોળે છે એ સમજાતું નથી. નીતિનભાઈ જાહેર જીવનના સંનિષ્ટ રાજપુરુષ છે પરંતુ એ કોંગ્રેસની સભામાં આવ્યા ન્હોતા. સભા સ્થળ ભાજપનું, મંડપ ભાજપનો, નેતાઓ ભાજપના, કાર્યકર્તાઓ ભાજપના, ત્યાં હાજર ભીડ ભાજપ સમર્થક હોય ત્યાં કોંગ્રેસનો કાર્યકર્તા શું કામ જાય ?? આવી સાદી સમજણ પણ પડતી નથી ???

નીતિન પટેલે કહ્યું હતું કે, આ બધું કરવાથી કંઈ નહીં થાય, આ કૃત્ય વિરોધીઓનું જ છે. આજે મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું નીતિન પટેલ પર જુતુ ફેંકનાર કોંગ્રેસી જ હશે. વિજય રૂપાણીએ જાહેરમાં કોંગ્રેસને ધમકી આપી હતી કે કોંગ્રેસ આ બંધ કરે નહીંતર ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે.