ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગયું

bulls
bulls

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021

ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અને સરકાર ભાર મૂકે છે. પણ ખેતી કામમાં બળદનું નિકંદન નિકળી ગયું છે. તેના સ્થાને મીની ટ્રેક્ટર આવી ગયા છે.

56 લાખ માંથી 50 લાખ ખેડૂતો પાસે બળદ નથી

ગુજરાતમાં કુલ 18.50 લાખ બળદ વસતી છે. જેમાં બે વર્ષ સુધીના 3.83 લાખ વાછરડાં છે. 73 હજાર સાંઢ છે તે માત્ર ગાય ફલીનીકરણ માટે વપરાય છે. ખેતી માટે 12 લાખ બળદ છે.  ખેતી કરવા માટે બે બળદ હોય છે. જોડીથી ખેતી થાય છે. કુલ 56 લાખ ખેડૂતો છે. કુલ 6 લાખ ખેડૂતો પાસે જ હવે બળદ રહ્યાં છે. 50 લાખ ખેડૂતોએ બળદ રાખવાનું બંધ કરી દીધું છે. જે કતલ ખાને મોકલી દેવાયા છે. હવે 10 ટકા ખેડૂતો જ બળદથી ખેતી કરે છે. બીજા મશીન યુગમાં આવી ગયા છે.

હિંદુ વાદી વિચારધારા ધરાવતાં ભાજપની ઢોંગી સરકારની આ નીતિ છે. જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર અને તે પહેલાની નરેન્દ્ર મોદીની સરકારમાં ખેડૂતોએ લાખો બળદ રાખવાનું બંધ કરી દીધું છે. 56 લાખ ખેડૂતો અત્યારે 2021માં છે તેમની પાસે ખરેખર તો અત્યારે 1.50 કરોડ બળદ હોવા જોઈતા હતા. પણ છે માત્ર 12 લાખ.

સાંઢ પણ ગયા

ખેતીવાડી અને ફલીનીકરણ એમ બન્ને માટે કામ આવે એવા બળદ 60 હજાર છે. બળદગાડા તરીકે ઉપયોગ થતો હોય એવા 86 હજાર બળદ છે. અન્ય 30 હજાર બળદ છે. આમ કુલ 18.50 લાખ બળદ છે. જેમાં ખેતી માટે 65થી 70 ટકા બળદ કામ કરે છે. 44 લાખ દેશી ગાય છે.  દેશી ગાય અને બળદ 62 લાખ છે. ક્રોસ બ્રિડ સાથે કુલ 96 લાખ ગાય અને બળદ છે. 70 હજાર ભેંસનો ઉપયોગ ખેતીમાં ખેતી કરવા માટે ગુજરાતમાં થાય છે. વિદેશી કુળના ક્રોસબ્રિડ હોય એવા 1.35 લાખ બળદ છે. જેમાં 16 હજાર બળદનો ઉપયોગ ખેતીકામ માટે થાય છે. તેની સામે વિદેશી કુળ સાથે ક્રોસ બ્રિડ કરેલી હોય એવી 32 લાખ ગાયો છે. બધી મળીને કુલ ગાય 1 કરોડની આસપાસ છે. રાજ્યપાલ ગાય આધારિત ખેતી કરવું કહે છે. પણ બળદ વગર ખેતી થઈ રહી છે.

ટ્રેક્ટરોએ સ્થાન લીધું

ગુજરાતમાં 7.73 લાખ ટ્રેક્ટર નોંધાયેલા છે. માત્ર ખેતી કામમાં વપરાતાં હોય એવા નોંધણી વગરના મીની ટ્રેક્ટર 20 લાખ હોવાનો અંદાજ છે. જે બળદ અને માણસનું કામ કરી આપે છે. મજૂરોના સ્થાને ટ્રેક્ટર આવી ગયા છે. નિંદામણ, વાવણી, રોપણી, થ્રેસર જેવા ખેતી કામ માટે હવે ટ્રેક્ટર વપરાય છે.

જમીન ઘટી ને ટ્રેક્ટર આવ્યા

ખેડૂતોએ વિકાસ કર્યો છે માટે ટ્રેક્ટર આવ્યા એવું નથી. પણ બળદ અને મજૂર પરવડતાં ન હોવાથી મીની ટ્રેક્ટરની ભારે ખપત છે. કારણ કે નાની જમીન ધરાવનારા ખેડૂતોને બળદ રાખવા કે મજૂરથી ખેતી કરાવવી પરવડતી નથી. તેથી મીની કે મોટા ટ્રેક્ટર લઈને ખેતી કરે છે.

અડધો હેક્ટર જમીન હોય એવા ખેડૂતો 2001માં 6 લાખ હતા. તે 2021માં વધીને 13 લાખ થઈ ગયા છે.

અડધોથી એક એકર જમીન હોય એવા ખેડૂતો 7 લાખ હતા તે 20 વર્ષમાં ઘટીને 16 લાખ થઈ ગયા છે.

આમ 5થી 10 વિઘા જમીનમાં ખેતી કરવા માટે બળદ પરવળતા નથી. તેઓ બળદ કાઢીને ટ્રેક્ટર વસાવે છે.

હિંદુ વિચારધારાની સરકારે નિકંદન કાઢ્યું

ANIMAL
ANIMAL

હિંદુ વિચારધારા હોવાનો ડોળ કરતાં સરકાર 1996થી છે. ત્યારથી બળદનું નિંકંદન શરૂ થયું છે એ કૃષિ વિભાગનો અહેવાલ અને પશુ પાલન નિભાગના અહેવાલો સ્પષ્ટ કરે છે. સરકારે ફાર્મ મીકેનાઈઝેશન  ટ્રેક્ટરને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું તેની સાથે બળદ કતલખાને જવા લાગ્યા છે. ગાયને બચ્ચા જન્મે છે તેમાં 50 ટકા પાછરડાં અને 50 ટકા વાછરડી હોય છે. પણ બળદ તો કતલખાને જઈ રહ્યાં છે. હિંદુ વાદી ભાજપ સરકાર ગુજરાતમાં ગાયની કતલ થતી નથી એવું કહે છે પણ ગાયના સ્થાને બળદની કતલ થઈ રહી હોવાનું  આ આંકડા કહે છે.

ટેકનોલોજીની નીતિ પણ જવાબદાર

ફાર્મ મીકેનાઇઝેશન વધારવા એ.જી.આર. 50 ટ્રેક્ટર સહાય યોજના છે. જેમાં સબસીડી આપવામાં આવે છે. નાના ટ્રેક્ટરોની કિંમત નક્કી કરીને સરકાર તેમાં સબસીડી આપે છે, ટ્રેક્ટર નોંધણીમાં ફીની માફી આપે છે.

2014-15થી ટ્રેક્ટરની કંપનીઓના મોડેલને એમ્પેનલમેન્ટ કરવામાં આવ્યા છે. નવું ટ્રેક્ટર ખરીદવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર 20થી 50 ટકા સબસીડી આપે છે. તેમાં મહિલા ખેડૂતોને પહેલી પસંદગી આપવામાં આવે છે. 12 હોર્સ પાવરથી 22 હોર્સ પાવર સુધીના મીની ટ્રેક્ટર રૂ.2 લાખથી લઈને 3.25 લાખ સુધીના આવે છે. જે મોટા ટ્રેક્ટર કરતાં 4 ગણા સસ્તા છે.

સરકારની યોજનાઓના કારણે ટ્રેક્ટર વધ્યા છે. બળદો ઘટ્યા છે. બળદના નિકંદન માટે સરકાર જવાબદાર છે. ગાય માટે સબસિડી આપે છે. પણ ગાયની ઉત્પત્તિ કરનારા બળદની હત્યા કરવા માટે ભાજપની હિંદુ વાદી વિચારધારા ધરાવતી સરકાર જવાબદાર હોવાનું ખેડૂતોનું માનવું છે.

10 ટકાનો વધારો

10થી 90 હોર્સ પાવરના નવા ટ્રેક્ટરમાં વર્ષે 10 ટકાનો વધારો થાય છે. જૂના ટ્રેક્ટર વર્ષે 50 હજારની આસપાસ વેચાય છે. જેની ફેર નોંધણી માટે પણ વાહન વ્યવહાર વિભાગ કોઈ વેરો કે ફી લેતી નથી.

ખેડૂતો જાતે ટ્રેક્ટર બનાવે છે

ગુજરાતમાં બળદની ખરીદ કિંમતમાં હજારો ખેડૂતોએ જાતે ટ્રેક્ટર બનાવેલા છે. જે મોટા ભાગે ભંગારમાં જતાં મોટરસાઈકલ કે ડીઝલ એન્જીનથી બનાવે છે. જે મજૂર અને બળદ એમ બન્નેનું કામ 10 ટકા ખર્ચમાં કરી આપે છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદના દાંતીયા ગામના ખેડૂત નાગજીભાઈએ જાતે મીની ટ્રેક્ટર બનાવ્યું છે. જે દાડમમાં નિંદામણ અને સાંતી ચલાવવું કામ કરે છ. મીની ટ્રેક્ટરા 20 જેટલા ઉપયોગ થાય છે. આવું જ ટ્રેક્ટર રાજકોટના પડધરીના મોવિયા ગામના ભીમજી મુંગરાએ બનાવ્યું છે. તેમણે બાઈકના એન્જીનથી અલ્ટ્રા મીની ટ્રેક્ટર તૈયાર કર્યું છે. જેમાં ગિયર બોક્સ, જનરેટર, હાઈડ્રોલીક પણ ઘણાં ફીટ કરે છે. આવા ટ્રેક્ટર બળદ કરતાં 10 ટકા ઓછા ખર્ચમાં ખેતી કરી આવે છે. સાથે 20 મજૂરનું કામ કરે છે.

સીએનજી ટ્રેક્ટર

ટોમાસેટો એકાઈલ ઈન્ડિયા અને રામવેટ ટેકનો સોલ્યુશન કંપનીએ સીએનજી ટ્રેક્ટર ગયા વર્ષે બજારમાં મૂક્યું છે. જે નાના ખેડૂતોને ખેતીમાં વર્ષે રૂપિયા 1 લાખની બચત કરાવી આપતું હોવાથી તેની ભારે માંગ છે. ડીઝલ કરતાં અડધો બળતણ ખર્ચ આવે છે. તેમાં ડીઝલનો વપરાશ છે પણ તેનો ઉપયોગ ટ્રેક્ટર ચાલુ કરતી વખતે થશે. કલાકે 350 રૂપિયાના ખર્ચની સામે રૂપિયા 180 ખર્ચ થાય છે. આ ટ્રેક્ટર ખેડૂતોમાં ભારે લોકપ્રિય થયું હોવાથી જે થોડા બળદ આદિવાસી વિસ્તારોમાં બચ્યા છે ત્યાં પણ આગામી 10 વર્ષમાં 6 લાખ ખેડૂતો આવા મીની ટ્રેક્ટર ખરીદી લેશે. આમ 10 વર્ષમાં બળદથી ખેતી કરવાનું સદંતર બંધ થઈ જશે.