ખેડૂત વિરોધી 3 કાયદા પહેલાં જ રૂપાણી APCM ને ખતમ કરી રહી છે

ગાંધીનગર, 25 માર્ચ 2021
ભાજપની રાજ્ય સરકાર ખેડૂતોને ધીમે ધીમે ખતમ કરી રહી છે. આ અંગેનો એક મજબૂત પૂરાવો કોંગ્રેસ પક્ષના થોડબંધ ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભામાં આપ્યો છે. સરકાર 3 કાયદા દ્વારા APMCને ખતમ કરે તે પહેલાં ગુજરાતની ખેડૂત વિરોધી ભાજપની વિજય રૂપાણીની સરકારે ફંડ આપવાનું જ મોટા ભાગે બંધ કરી દીધું છે. હવે એપીએમસી આધુનિક નહીં રહે તો ખાનગી ખેત બજારો વધારે આધુનિક બનીને ખેડૂતોનો માલ લેવા લાગશે.

રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવાઓ કરે છે, પરંતુ બજાર સમિતિઓને આધુનિક બનાવવા માટે વર્ષ 2019માં માત્ર ત્રણ જ બજાર સમિતિઓને રૂપિયા 1.45 કરોડ અને વર્ષ 2020માં માત્ર 7 બજાર સમિતિઓને જ 1.94 કરોડ સહાય ચૂકવવામાં આવી છે.

વર્ષ 2020માં તો મોટાભાગની એવી બજાર સમિતિઓને છે કે જે વિસ્તારમાં વિધાસનભાની પેટા ચુંટણીઓ આવતી હતી તેવા વિસ્તારની બજાર સમિતિઓને જ સહાય ચૂકવવામાં આવી છે. બજાર સમિતિઓ આધુનિક થાય અને ખેડૂતોને લાભો મળે તે માટે સહાય ચૂકવવામાં સરકારને કોઈ રસ ન હોઈ તેવું આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે..

જીલ્લાનું નામ વર્ષ ૨૦૧૯માં ચૂકવેલ સહાય રૂ.લાખમાં – વર્ષ ૨૦૨૦માં ચૂકવેલ સહાય રૂ.લાખમાં
સાબરકાંઠા 0 0
અરવલ્લી 0 0
નર્મદા 0 0
તાપી 0 0
અમદાવાદ 0 0
બોટાદ 0 22.62
બનાસકાંઠા 0 0
કચ્છ 0 0
ભરૂચ 0 0
૧૦ ડાંગ 0 0
૧૧ ખેડા 0 0
૧૨ મહિસાગર 0 13.9
૧૩ આણંદ 0 0
૧૪ સુરત 0 0
૧૫ સુરેન્દ્રનગર 0 2.51
૧૬ રાજકોટ 50 0
૧૭ જામનગર 0 0
૧૮ પોરબંદર 0 0
૧૯ જૂનાગઢ 50 0
૨૦ ગીરસોમનાથ 0 0
૨૧ નવસારી 0 0
૨૨ વલસાડ 0 50
૨૩ મહેસાણા 0 0
૨૪ ગાંધીનગર 0 0
૨૫ વડોદરા 45.15 0
૨૬ છોટાઉદેપુર 0 5.85
૨૭ પાટણ 0 0
૨૮ દાહોદ 0 0
૨૯ પંચમહાલ 0 0
૩૦ દેવભૂમિદ્વારકા 0 0
૩૧ મોરબી 0 50
૩૨ અમરેલી 0 0
૩૩ ભાવનગર 0 48.75
કુલ 145 194