ખેતરના શેરડી અને મકાઈમાંથી બોટલ બનાવી

Bottles made from farm sugarcane and corn खेत के गन्ने और मक्के से बनी बोतलें

અમદાવાદ, 25 ઓક્ટોબર 2024
શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવી છે. ગાંધીનગર નજીકના પ્લાન્ટમાં ઇકો ફ્રેન્ડલી બોટલ બની રહી છે. શેરડી અને મકાઈના છોતરામાંથી ઇકો ફ્રેન્ડલી બોટલ બનાવવામાં આવી છે. પણ તે 8 ગણો ભાવ વધારે છે.

ગુજરાતમાં 4 લાખ હેક્ટરમાં 9 લાખ ટન મકાઈ અને 12થી 20 લાખ ટન મકાઈના છોતરા પેદા થાય છે. શેરડી 2 લાખ હેક્ટરમાં દોઢ કરોડ શેરડી પેદા થાય છે. જેનો કુચો 70થી 80 લાખ ટન પેદા થાય છે. જે ગોળ બનાવવા ભઠ્ઠીમા સળગાવી બળતણ તરીકે વાપરી નાખવામાં આવે છે. કાં તો સળગાવી નાખવામાં આવે છે. જેનો ઉપયોગ બોટલ બનાવવા થઈ શકે છે.

જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એક સ્ટાર્ટઅપ પાસે શેરડી અને મકાઈના છોતરામાંથી વનસ્પતિ આધારિત મટીરીયલમાંથી બોટલ બનાવી છે.

આવનારા સમયમાં વનસ્પતિમાંથી બનેલી પાણીની બોટલ વપરાતી હશે. કારણ કે, દર વર્ષે લગભગ 2.8 લાખ ટન પ્લાસ્ટિક બોટલનો કચરો એકઠો થતો નથી. આનાથી પર્યાવરણ પર ભારે અસર પડે છે. માઇક્રોપ્લાસ્ટિક ઘણીવાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગટર વ્યવસ્થાને બંધ કરે છે, નદીઓ, તળાવો અને દરિયાકિનારાને પ્રદૂષિત કરે છે.

ઇ.ડી.આઇ.આઇ.ના ઈન્ક્યુબેશન સેન્ટરના સ્ટાર્ટઅપે અમદાવાદમાં એવું જ એક સંશોધન કર્યું છે.
નિખિલ કુમારે વૃક્ષો, શેરડી, મકાઈ અને શક્કરિયાંમાંથી તદ્દન પ્લાસ્ટિક જેવી દેખાતી બોટલ તૈયાર કરી છે. ખાસ પ્રકારનું રો-મટીરીયલ સાઉથ આફ્રિકાથી મંગાવે છે.

થેલી તૈયાર કરી છે. આ પ્રોડક્ટને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા માન્યતા અપાઇ છે.

જમીનમા દટાય પછી 180 દિવસમાં નાશ પામે છે. ડી કંપોઝ થઈ જાય છે. બોટલ 100% બાયોડિગ્રેડેબલ અને 100% કુદરતી છે.
ભેજ અને ઊંચા તાપમાનના સંપર્કમાં આવે ત્યારે માત્ર 180 દિવસમાં વિઘટિત થઈ જાય છે.

અમદાવાદની એક હોટલમાં અને સાઉથ ઇન્ડિયાની ડેરી ચેઇનમાં આ પ્રોડક્ટનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. સરકારે રેલવેમાં યુઝ કરવાની ભલામણ કરી હતી.

નિખિલ કુમાર પાસે બાપણનું એક રમકડું હતું તે, તેમની પાસે હતું તે વર્ષો પછી પણ એ જ હાલતમાં હતું. કારણ કે તે પ્લાસ્ટિક ડીકમ્પોઝ થાય તેમ ન હતું. નીખીલ કુમારને તેના નાનપણના રમકડા પરથી આ પ્રેરણા મળી હતી. તેણે પ્લાસ્ટિકનો ફ્યુચર વિકલ્પ શોધવાનું નક્કી કર્યું.

પ્રાણીઓ ખાય તો પણ તેમને નુકસાન થતું નથી. કુદરતી વનસ્પતીઓમાંથી બનેલી સુરક્ષિત અને ઇકો ફ્રેન્ડલી છે.

પ્લાસ્ટિકની સરખામણીએ વજન ઓછું છે. 30 માઇક્રોન સુધીની વસ્તુઓ બની શકે છે.

દિલ્હીના રહેવાસી નિખિલ કુમારે ગ્રીનવોન બાયો બોટલ્સ શરૂ કરી, જે શેરડીનો ઉપયોગ કરીને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ બનાવે છે.

કોફી ઉદ્યોગ, કપડાંનો વ્યવસાય કર્યો અને પછી ઇકો-ફ્રેન્ડલી સાહસોમાં ઝંપલાવ્યું.
2021 માં, તેણે પોતાનું સ્ટાર્ટઅપ વેચવાનું અને સંશોધન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું.
દેશમાં અને વિશ્વભરમાં હાલમાં ઉપલબ્ધ વિકલ્પો વિશે વાંચવાનું શરૂ કર્યું.
પ્લાસ્ટિકના બદલે લોકો તાંબુ, વાંસ અને લાકડાના વિવિધ સ્વરૂપોનો ઉપયોગ કરી રહ્યા છે.
2021 માં, તેણે ગ્રીનવોન બાયો બોટલ્સની સહ-સ્થાપના કરી.

શોધી કાઢ્યું કે છોડનો ઉપયોગ ચામડા બનાવવા માટે થાય છે, તો બોટલ બનાવવા માટે કેમ નહીં.

શેરડીમાં અદ્ભુત સ્ટ્રેચ રેશિયો અને ટકાઉપણું હોય છે, અને તેને પારદર્શક પણ બનાવી શકાય છે. છોડમાંથી પોલીકાર્બોનેટ અને સ્ટાર્ચનું મિશ્રણ બોટલ માટે કાચો માલ બનાવે છે.

બોટલોને રિફાઇન કરવામાં તેને અઢી વર્ષનો સમય લાગ્યો હતો.
અલગ-અલગ તાપમાન અને વાતાવરણમાં પારદર્શક બનાવવાની હતી અને આ સામગ્રી સૂર્ય, ઠંડી અને વરસાદ પર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે અને તેને સ્થિર બનાવવી એ એક પડકાર હતો.

બોટલમાં પાણી અને રસ, અર્ધપ્રવાહી, ફાર્મા ઉત્પાદન, ડેરી ઉત્પાદનો, તેમજ નક્કર ખોરાક જેવા પ્રવાહી સમાવી શકાય છે.
તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર છે. પોલીકાર્બોનેટમાં શૂન્ય લીકેજ છે.

પ્લાસ્ટિક બોટલ કરતાં આઠ ગણી મોંઘી છે.

કંપની હાલમાં ઉત્પાદનના તબક્કામાં છે અને આગામી ચાર મહિનામાં ઉત્પાદનને ભારતીય બજારોમાં લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો
ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોએ નોંધપાત્ર પ્રગતિ કરી છે.
ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ લોશન બોટલનો બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ છે. ઉત્પાદકોએ વિકસાવવાનું શરૂ કર્યું છે. લોશન બોટલ છોડ આધારિત પ્લાસ્ટિક છે. બાયોડિગ્રેડેબલ લોશન બોટલને અન્ય પ્લાસ્ટિક કચરા સાથે રિસાયકલ કરી શકાય છે.
નવી બોટલ ખરીદવાને બદલે, રિફિલેબલ વિકલ્પ પસંદ કરી શકે છે. આ બોટલ એકથી વધુ વખત પુનઃઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે.

લોશન બોટલ પેરાબેન્સ, સલ્ફેટ અને કૃત્રિમ સુગંધ જેવો હાનિકારક પદાર્થોને ટાળે છે. લોશન ઘણીવાર છોડ આધારિત ઘટકો અને આવશ્યક તેલ સાથે બનાવવામાં આવે છે. ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોની માંગ વધી રહી છે.