[:gj]ગુજરાતના ખેડૂતો મૂછ પર લીંબુ લટકાવે છે, આખા દેશમાં લીંબુનું સૌથી વધું ઉત્પાદન ગુજરાતે કરી બતાવ્યું[:en]Farmers of Gujarat hang lemons on their mustaches, Gujarat has the highest production of lemons in the entire country[:hn]गुजरात के किसान अपनी मूंछों पर नींबू लटकाते हैं, गुजरात में पूरे देश में नींबू का सबसे अधिक उत्पादन हुंआ[:]

[:gj]દિલીપ પટેલ, અમદાવાદ, 2 નવેમ્બર 2020

2017-18ના એપેડાએ જાહેર કરેલા લીંબુના ઉત્પાદન પ્રમાણે ભારતમાં 31.47 લાખ ટન લીંબ પાકે છે. જેમાં ગુજરાતમાં 6.05 લાખ ટન લીંબુ પાકે છે. જે આખા દેશનું 19.24 ટકા ઉત્પાદન છે. ગુજરાતના હરિફ એવા આંધ્રપ્રદેશથી આગળ નિકળી ગયું છે. આંધ્રપ્રદેશનો હિસ્સો 18 ટકા જેવો છે. આમ ગુજરાતના 1 લાખ ખેડૂતો લીંબુની ખેતી કરે છે તેમણે પ્રદેશને ગૌરવ અપાવ્યું છે.

2014-15માં આંધ્રપ્રદેશમાં 5 લાખ ટન લીંબુ થયા હતા જ્યારે ગુજરાતમાં 4.62 લાખ ટન થયા હતા. આમ બે વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ છલાંગ લગાવીને દેશમાં પ્રથમ નંબર મેળવી લીઘો છે. તેમ કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં 46,279 હજાર હેક્ટરમાં લીંબુની ખેતી થાય છે. 6 લાખ ટન ઉત્પાદન સાથે સરેરાશ હેક્ટરે 13થી 16 ટન ઉતારો આવે છે. આણંદ ખાતેના કૃષિ સંશોધન કેન્દ્રમાં હેક્ટરે 30 ટન લીંબુ મેળવવામાં આવ્યા હતા. આખી દુનિયામાં લીંબુ થાય છે. સાઈટ્રીક એસિડ ભરપુર હોય છે. ખાટું ફળ ભોજનમાં સ્વાદ લાવવા માટે વિશ્વના દરેક ઘરમાં વપરાય છે. સમગ્ર ભારતમાં સૌથી વધું લીંબુ ગુજરાતમાં હવે પાકે છે. તેમ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના સૂત્રોએ જણાવ્યું હતું.

વર્ષોની કહેવત લીંબુમાં સાચી ઠરી

જ્યારે ગૌરવ અને ખુમારીની વાત હોય છે ત્યારે મૂછ પર લીંબુનો શબ્દ પ્રયોગ અને રૂઢી પ્રયોગ થાય છે. મૂછ પર લીંબુ ઠરાવવાં, મૂછ પર લીંબુ નચાવવાં, મૂછ પર લીંબુ રાખવાં એટલે કો મૂછનો આંકડો નમવા ન દેવો. મૂછ પર લીંબુ લટકવું – એટલે કે ઇજ્જત હોવી, એવો રૂઢી પ્રયોગ વર્ષો પછી સાર્થક કરી બતાવ્યો છે.

 લીંબુનું ઉત્પાદન ટનમાં 2017-18
ક્રમ રાજ્ય ઉત્પાદન ફાળો – %
1 ગુજરાત 605.62 19.24
2 આંધ્રપ્રદેશ 562.01 17.85
3 મધ્યપ્રદેશ 306.73 9.74
4 કર્ણાટક 306.21 9.73
5 ઓરિસ્સા 259.83 8.25
6 મહારાષ્ટ્ર 250.62 7.96
7 તેલંગાણા 178.25 5.66
8 તામિલનાડુ 118.46 3.76
9 બિહાર 113.19 3.6
10 આસામ 112.4 3.57
11 છત્તીસગ. 108.3 3.44
12 મણિપુર 66.95 2.13
13 ઝારખંડ 54.6 1.73
14 મિઝોરમ 25.9 0.82
15 ત્રિપુરા 24.21 0.77
16 રાજસ્થાન 14.47 0.46
17 જમ્મુ અને કાશ્મીર 12.74 0.4
18 પંજાબ 7.62 0.24
19 નાગાલેન્ડ 7.51 0.24
20 હિમાચલ પ્રદેશ 6.72 0.21
21 મેઘાલય 4.94 0.16
22 કેરળ 0.46 0.01
23 અરુણાચલ પ્રદેશ 0.11 0
3,147.85

 

મહેસાણા અવલ્લ

મહેસાણાના ઊંઝા, કડી, ઉદલપુર, ખેરવા, જગુદણ, ઉંટવા, જગન્નાથપુરા, કહોડામાં આખા ગુજરાતમાં સૌથી વધું લીંબુ પાકે છે. ઊંઝા પાસેના કહોડા ગામના 90 ટકા ખેડૂતો લીંબુની ખેતી કરે છે. આ ગામથી રોજના 6થી 7 હજાર કિલો લીંબુ બહાર જાય છે. મહેસાણામાં 2017માં 12311 હેક્ટર અને 2020માં 15 હજાર હેક્ટરમાં લીંબુના બગીચા છે. મહેસાણામાં રૂ.400 કરોડના લીંબુ પેદા થાય છે.

મહેસાણાની કુલ ખેતીના 30 ટકામાં લીંબુના બગીચા છે. અહીંના લીંબુ અફઘાનીસ્તાન, પાકિસ્તાન અને બાંગલાદેશ સહિત 20 દેશમાં જાય છે. એક ક્ષુપ 250 કિલો જેવા લીંબુ આપે છે. સુગંધી, પડ પાતળા અને રસદાર ફળ હોય છે. કાગદી લીંબુની સોડમ અને ખટાશ અનોખી હોવાથી તેની સારી માંગ છે. તેમ મહેસાણાના લીંબુના વેપારીઓ માની રહ્યાં છે.

આ જિલ્લામાં ખેતી

લીંબુની ખેતી મહેસાણા, ભાવનગર, ખેડા, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદમાં થાય છે. ભાવનગરમાં પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા અને શિહોરમાં લીંબુની ખેતી થાય છે. સામાન્ય ઉત્પાદન એક ક્ષુપમાં 50-70 કિલો મળે છે.

ભાવ

સામાન્ય દિવસોમાં એક કિલોના રૂ.20થી 25 મળે છે. ઉનાળામાં રૂ.70 સુધી મળે છે. બે વર્ષ પહેલાં એક કિલોના માંડ રૂ.7 આવ્યા હતા.

બીજા ખેડૂતોને પ્રેરણા મળી શકે એવા અનુભવો ગાંધીનગર કૃષિ ભવનમાં નોંધાયા છે.

બિંયા વગરના લીંબુ

બી બગરના લીંબુની ખેતી વધી રહી છે. થાઈલેન્ડના બિંયા વગરના ટીસ્યુકલ્ચર લીંબુ ગુજરાતમાં થાય છે. વડોદરા જિલ્લાના શિનોરના અવાખલ અને ડભોઈના ઓરડી ગામે 2015થી બીં વગરના લીંબુ પાકે છે. વડોદરા જિલ્લામાં 1200 હેક્ટરમાં પાકે છે તેમાં થઈ લીંબું 300 એકર છે. 3 વર્ષ પછી 5-10 કિલો લીંબુ એક ક્ષુપમાં મળતા થાય છે.

નવો પ્રયોગ

ખેડાના પીપલગમાં કિરણ પટેલે પ્રથમ વખત બી વગરના ટીશ્યુ કલ્ચરના છોડ ઉગાડ્યા હતા. ભાવ ઊંચો આવે છે. જેનું ઠંડીમાં વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન વધું આવે છે. જ્યારે ઋતુ બદલાય ત્યારે લીંબુ આવે છે. બારમાસી છે. કદ મોટું રસદાર ફળ હોય છે.

ખેડૂતનું માર્કેટીંગ

જામનગરના ધ્રાંગડા ગામના ખેડૂત દિલસુખ ગડારા લીંબુ પેદા કરીને એપીએમસી માં વેચવાના બદલે દરેક દૂકાને સીધા પહોંતાડીને સારો ભાવ મેળવે છે.

ઢોળાવની જમીન પર લીંબુ

ખરાબાની ઢોળાવ વાળી જમીન કે જેમાં કંઈ ન થતું હોય એવી જમીન પર અમરેલીના સાવરકુંડલાના વાશીયાળી ગામના ખેડૂત પુના મગન ગજેરાએ ટપક સિંચાઈથી લીંબુ પેદા કરી બતાવ્યા છે.

એક મહિનો તાજા રહેતાં લીંબુ

પાટણના હારીજના ભલાણા ગામના ખેડૂત ઈશ્વર પટેલે સેન્દ્રીય ખેતી કરીની લીંબુમાં 1.5 એકર જમીનમાં 1500 કિલો લીંબુ પેદા કરીને રૂ.1.50 લાખનું વેચાણ કરે છે. તેમના ફળ એક મહિના સુધી બગડતાં નથી એવો દાવો છે.
પાટણ જિલ્લાનાં હારીજ તાલુકાના ભલાણા ગામના કર્મનિષ્ઠ ખેડૂત ઈશ્વરભાઈ પટેલ જેઓએ સંપૂર્ણ ઓર્ગેનિક પધ્ધતિથી લીંબુની સફળ ખેતી કરીને સારી આવક મેળવી છે.[:en]Dilip Patel, Ahmedabad, 2 November 2020

According to the lemon production released by APEDA for 2017-18, India produces 31.47 lakh tonnes of lemons. In which 6.05 lakh tonnes of lemon have been grown in Gujarat. Which is 19.24 percent of the country’s production. Has defeated Gujarat’s rival Andhra Pradesh. Andhra Pradesh has a share of 18 percent.

In this way 1 lakh farmers of Gujarat cultivate lemon, they have given pride . In 2014-15, Andhra Pradesh produced 5 lakh tonnes of lemons, while Gujarat produced 4.62 lakh tonnes. Thus, in two years, the farmer of Gujarat has overtaken Andhra Pradesh. Similarly, Gujarat has got the first number in the country. This was said by an official of the Department of Agriculture.

Lemon is cultivated on 46,279 thousand hectares in Gujarat. With a production of 6 lakh tonnes, the average yield is 13 to 16 tonnes per hectare. 30 tonnes of lemon per hectare was obtained at the Agricultural Research Center in Anand. Lemons are grown worldwide. Rich in citric acid. Citrus fruits are used in every household of the world to add flavour to food. Gujarat now grows the most lemons in the whole of India. Sources in Anand Krishi Vishwa Vidyalaya said this.

The saying of years came true in lemon

When it comes to pride and drunkenness, in Gujarat the word lemon is used on a mustache and the proverb is used. Putting lemon on a mustache, rubbing lemon on a mustache, placing lemon on a mustache means not letting the mustache figure turn. Hanging a lemon on a mustache – that is, respect. Years later the saying has now come true.

Lemon production in tons 2017-18
Order State Product Contribute %
1 Gujarat 605.62 19.24
2 Andhra Pradesh 562.01 17.85
3 Madhya Pradesh 306.73 9.74
4 Karnataka 306.21 9.73
5 Orissa 259.83 8.25
6 Maharashtra 250.62 7.96
7 Telangana 178.25 5.66
8 Tamil Nadu 118.46 3.76
9 Bihar 113.19 3.6
10 Assam 112.4 3.57
11 Chattisgarh 108.3 3.44
12 Manipur 66.95 2.13
13 Jharkhand 54.6 1.73
14 Mizoram 25.9 0.82
15 Tripura 24.21 0.77
16 Rajasthan 14.47 0.46
17 Jammu & Kashmir 12.74 0.4
18 Punjab 7.62 0.24
19 Nagaland 7.51 0.24
20 Himachal Pradesh 6.72 0.21
21 Meghalaya 4.94 0.16
22 Kerala 0.46 0.01
23 Arunachal Pradesh 0.11 0
3,147.85

 

Mehsana First

Mehsana Unjha, Kadi, Udalpur, Kherwa, Jagudan, Untwa, Jagannathpura, Kahoda have the highest citrus yields in Gujarat. Nearly 90 percent of the farmers in Kahoda village near Unjha cultivate lemon. 6 to 7 thousand kilograms of lemons are produced daily from this village. Mehsana had lime orchards in 12311 hectares in 2017 and 15 thousand hectares in 2020. Mehsana produces lemon worth Rs 400 crore.

Lemon garden accounts for 30% of the total cultivation of Mehsana. From here lemons go to 20 countries including Afghanistan, Pakistan and Bangladesh. 250 kg gives one lemon tree. The fruit is fragrant, thin bark and juicy. Kagi lime soda and sourness are in great demand, as it is unique. This is what the Mehsana lemon traders believe.

Agriculture in this district

Lemon is cultivated in Mehsana, Bhavnagar, Kheda, Anand, Gandhinagar, Surendranagar, Kutch, Ahmedabad. Lemons are cultivated in Palitana, Vallabhipur, Umrala and Shihor in Bhavnagar. Normal yield in one area is 50–70 kg.

Cost

On normal days, you get 20 to 25 rupees per kg. Get up to 70 rupees in summer. Two years ago it was barely Rs 7 per kg.

Experiences inspiring other farmers have been recorded at the Gandhinagar Krishi Bhavan.

Lemon without seed

Cultivation of seedless citrus fruits is increasing. Seedless tissueculture lemons from Thailand are grown in Gujarat. Avkhals of Shinor and Oradi villages of Dabhoi in Vadodara district have been growing lemons without seeds since 2015. It is seedless in 1200 hectares and 300 acres in Vadodara district. After 3 years, 5–10 kg of lime is found in a compound.

New experiment

Kiran Patel was the first person to grow tissue culture plants without seeds in Piplaj in Kheda. Prices are high. If it is applied in cold, the yield is high. Lemons come when seasons change. Is perennial. The size is large and juicy fruit.

Farmer’s Marketing

Dilsukh Gadara, a farmer from Dhrangada village in Jamnagar, is produced directly at every shop instead of producing lemons and selling them at APMC.

Slime on the ground

A farmer from Vashiyal village in Savarkundla, Amreli, Pune Magan Gajera has shown that he can grow lemons by drip irrigation on sloping ground where nothing happens.

Lemon stays fresh for one month

Ishwar Patel, a farmer from Bhalana village of Harij, Patan, produced 1500 kg in 1.5 acres of land and sold it for Rs 1.50 lakh. It is claimed that their fruit does not spoil for a month. Have earned good income by cultivating lemon in a completely organic method.[:hn]दिलीप पटेल, अहमदाबाद, 2 नवंबर 2020

एपीडा द्वारा 2017-18 के लिए जारी किए गए नींबू उत्पादन के अनुसार, भारत में 31.47 लाख टन नींबू का उत्पादन होता है। जिसमें 6.05 लाख टन नींबू गुजरात में उगाया है। जो देश के उत्पादन का 19.24 प्रतिशत है। गुजरात के प्रतिद्वंद्वी आंध्र प्रदेश को पछाड़ दिया है। आंध्र प्रदेश की हिस्सेदारी 18 प्रतिशत है।

इस प्रकार गुजरात के 1 लाख किसान नींबू की खेती करते हैं, उन्होंने इस क्षेत्र पर गर्व दीलाया है। 2014-15 में, आंध्र प्रदेश ने 5 लाख टन नींबू का उत्पादन किया था, जबकि गुजरात ने 4.62 लाख टन का उत्पादन किया। इस प्रकार, दो वर्षों में, गुजरात के किसान आंध्रप्रदेश से आगे निकल गया है। ईस तरह देश में गुजरात ने पहला नंबर प्राप्त किया है। यह कृषि विभाग के एक अधिकारी ने कहा था।

गुजरात में 46,279 हजार हेक्टेयर में नींबू की खेती की जाती है। 6 लाख टन के उत्पादन के साथ, औसत उपज 13 से 16 टन प्रति हेक्टेयर है। आणंद में कृषि अनुसंधान केंद्र में प्रति हेक्टेयर 30 टन नींबू प्राप्त किया गया। नींबू दुनिया भर में उगाए जाते हैं। साइट्रिक एसिड से भरपूर। खट्टे फलों का उपयोग दुनिया के हर घर में खाने में स्वाद जोड़ने के लिए किया जाता है। गुजरात अब पूरे भारत में सबसे ज्यादा नींबू उगाता है। आनंद कृषि विश्व विद्यालय के सूत्रों ने यह बात कही।

सालों की कहावत नींबू में सच हो गई

जब गर्व और मादकता की बात आती है, तो गुजरात में नींबू शब्द का उपयोग मूंछ पर किया जाता है और कहावत का उपयोग किया जाता है। मूंछ पर नींबू लगाना, मूंछ पर नींबू रगड़ना, मूंछ पर नींबू रखने का मतलब है कि मूंछ का फिगर मुड़ने न देना। मूंछ पर नींबू लटकाना – यानी इज्जत का होना। सालों बाद कहावत अब सच हो गई है।

नींबू का उत्पादन टन में 2017-18
गण राज्य उत्पाद सहयोग – %
1 गुजरात 605.62 19.24
2 आंध्र प्रदेश 562.01 17.85
3 मध्य प्रदेश 306.73 9.74
4 कर्नाटक 306.21 9.73
5 ओडिशा 259.83 8.25
6 महाराष्ट्र 250.62 7.96
7 तेलंगाना 178.25 5.66
8 तमिलनाडु 118.46 3.76
9 बिहार 113.19 3.6
10 असम 112.4 3.57
11 छत्तीसगढ़ 108.3 3.44
12 मणिपुर 66.95 2.13
13 झारखंड 54.6 1.73
14 मिजोरम 25.9 0.82
15 त्रिपुरा 24.21 0.77
16 राजस्थान 14.47 0.46
17 जम्मू और कश्मीर 12.74 0.4
18 पंजाब 7.62 0.24
19 नगालैंड 7.51 0.24
20 हिमाचल प्रदेश 6.72 0.21
21 मेघालय 4.94 0.16
22 केरल 0.46 0.01
23 अरुणाचल प्रदेश 0.11 0
3,147.85

 

मेहसाना अवल

मेहसाणा के ऊंझा, कडी, उदलपुर, खेरवा, जगुदण, उंटवा, जगन्नाथपुरा, कहोडा में पूरे गुजरात में सबसे ज्यादा नींबू की पैदावार हैं। ऊंझा के पास कहोडा गाँव में लगभग 90 प्रतिशत किसान नींबू की खेती करते हैं। इस गाँव से रोजाना 6 से 7 हज़ार किलो नींबू निकलता है। मेहसाणा में 2017 में 12311 हेक्टेयर में नींबू के बाग थी और 2020 में 15 हजार हेक्टेयर। मेहसाणा में 400 करोड़ रुपये के नींबू का उत्पादन होता है।

मेहसाणा की कुल खेती का 30% नींबू का बाग है। यहां से नींबू अफगानिस्तान, पाकिस्तान और बांग्लादेश सहित 20 देशों में जाते हैं। 250 किलो एक नींबू पेड देता है। फल सुगंधित, पतली छाल और रसदार होता है। कागजी नींबू का सोडाम और खट्टापन बहुत मांग में है, क्योंकि यह अद्वितीय है। मेहसाणा नींबू व्यापारियों का यही मानना ​​है।

इस जिले में कृषि

मेहसाणा, भावनगर, खेड़ा, आणंद, गांधीनगर, सुरेंद्रनगर, कच्छ, अहमदाबाद में नींबू की खेती की जाती है। भावनगर में पालिताना, वल्लभीपुर, उमराला और शिहोर में नींबू की खेती की जाती है। एक क्षुप में सामान्य पैदावार 50-70 किलोग्राम होती है।

कीमत

सामान्य दिनों में 20 से 25 रुपये प्रति किलो मिलता है। गर्मियों में 70 रुपये तक पाएं। दो साल पहले यह मुश्किल से 7 रुपये प्रति किलो था।

अन्य किसानों को प्रेरित करने वाले अनुभव गांधीनगर कृषि भवन में दर्ज किए जा चूके हैं।

बिना बीज के नींबू

बीज बीना नींबू के फल की खेती बढ़ रही है। थाईलैंड के सीडलेस टिशूकल्चर नींबू गुजरात में उगाए जाते हैं। वडोदरा जिले के डभोई के शिनोर और ओरडी गांव के अवखाल 2015 से बिना बीज के नींबू उगा रहे हैं। यह वडोदरा जिले में 1200 हेक्टेयर में और इसमें 300 एकड़ में सीडलेस होता है। 3 साल बाद, 5-10 किलो नींबू एक क्षुप में पाया जाता है।

नया प्रयोग

किरण पटेल खेडा के पिपलज में बिना बीजों के टिशू कल्चर के पौधे उगाने वाले पहले व्यक्ति थे। कीमतें अधिक आती हैं। यदि इसे ठंड में लगाया जाता है, तो उपज अधिक होती है। ऋतुएँ बदलने पर नींबू आते हैं। बारहमासी है। आकार बड़ा और रसदार फल है।

किसान का मार्केटींग

जामनगर के ध्रांगडा गाँव के एक किसान दिलसुख गडारा को नींबू का उत्पादन करके और उन्हें एपीएमसी में बेचने के बजाय हर दुकान पर सीधे पहुँचाया जाता है।

ढलान जमीन पर नींबू

पुणे मगन गजेरा, अमरेली के सावरकुंडला में वाशीयाली गांव के एक किसान ने दिखाया है कि वह ढलान वाली जमीन पर ड्रिप सिंचाई से नींबू उगा सकते हैं जहां कुछ भी नहीं होता है।

नींबू एक महीने तक ताजा रहता है

पाटन के हरिज के भलाना गाँव के किसान ईश्वर पटेल ने 1.5 एकड़ ज़मीन में 1500 किलोग्राम की उत्पादन किया और इसे 1.50 लाख रुपये में बेचा। यह दावा किया जाता है कि उनका फल एक महीने तक खराब नहीं होता है। पूरी तरह से जैविक विधि से नींबू की खेती करके अच्छी आय अर्जित की है।[:]