ઉત્તર ગુજરાતમાં લોકોએ ઉમંગ, ઉત્સાહથી દિવાળી પર્વને વધાવ્યુ વેપારીઓએ ચો...
મહેસાણા, તા.૨૭
આસ્થા, ઉમંગ અને ઉત્સાહથી દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળી રવિવારે જિલ્લાવાસીઓ મનભરીને મનાવ્યો હતો. ફટાકડા તેમજ મિઠાઇ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી હતો. દિવાળી પૂર્વે શનિવારે મહેસાણા, વિસનગર, કડી, વિજાપુર, ઊંઝા, વડનગર, ખેરાલુ, બહુચરાજી, સતલાસણા સહિતના નગરોમાં જોરદાર ...
ભાઇબીજના દિવસે રાજકોટ મનપા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસની બસમાં બહેનોન...
રાજકોટ,તા.૨૬: મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દ્યણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી ભાઈબીજ નિમિતે તા.૨૯ને મંગળવાર રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત સિટી બ...
રાજ્યની જેલમાં માત્ર 559 મહિલા કેદીઓ હોવાનો એનસીઆરબીના અહેવાલમાં ઉલ્લે...
ગાંધીનગર, તા. 26
કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિ તથા જેલ સુધારણાના ભાગરૂપે દિવાળીના તહેવાર નિમિત્તે 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી મહિલા કેદીઓ તેના કુટુંબીઓ સાથે ખુશાલીપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ધનતેરસના દિવસથી એટલે કે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કુલ આઠ દિવસ માટે નિયમ અનુસાર યોગ્ય શરતોને આધીન જામીન લઈને પેરોલ પર જઈ શકશે.
આ નિર્ણય અનુસાર ...
રાજ્યપાલે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી
દ્વારકા,23
રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જગતમંદિર ખાતે રાજયપાલ સાથે જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીણા, દ્વારકાધિશ દેવસ્થાન સમિતિના વહિવટદાર અને પ્...
ગુજરાતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા, સિંગતેલ સસ્તુ થશે
ગાંધીનગર,તા.22
ભારતમાં મગફળીનો બમ્પર પાક થવાની ધારણા છે, સાથે સાથે સિંગતેલના દામ ઘટી શકે છે. સોલ્વેન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણરિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ગયા વર્ષે મગફળીનું ઉત્પાદન 37.25 લાખ મેટ્રીક ટન થયું હતું જે આ વર્ષે વધીને 51 લાખ મેટ્રીક ટન થવાની શક્યતા છેઆ સર્વેક્ષણ મગફળી પકવતા રાજ્યોમાં કરવામાં આવ્યું છ...
હિંમતનગર માર્કેટયાર્ડમાં 8 દિવસમાં મગફળીની સવા લાખ બોરીની આવક
હિંમતનગર, તા.22
હિંમતનગર યાર્ડમાં મગફળીની છેલ્લા આઠ દિવસમાં 1,27,610 બોરીની આવક થઇ છે.જોકે, નવી મગફળીની આવક શરૂ થયાના દસેક દિવસમાં મહત્તમ ભાવમાં રૂ.500 નો ઘટાડો થયો છે અને સોમવારે રૂ.800થી રૂ.1100ના ભાવે 12380 બોરીની આવક થઇ હતી.
હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ.1600ના ભાવથી ખરીદી શરુ થયા બાદ ખેડૂતોએ ધસારો કરતા છેલ્લા 8 દિવસમાં 1,27,610 બોરીની મબ...
ઘેટી ગામના આરોગ્ય કેન્દ્રમાં રાજ્યનું પ્રથમ હેલ્થ એટીએમ કાર્યરત
પાલિતાણા,તા.22 પાલિતાણા તાલુકાના ઘેટી ગામે રાજ્યનું સૌ પ્રથમ હેલ્થ એટીએમ મુકવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી કોઈ પણ વ્યક્તિ ૨૦ મિનિટમાં ૪૧ રોગની તપાસ કરાવી શકશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ હેલ્થ એટીએમને તાજેતરમાં જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.
આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીના સંયોજનથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હેલ્થ એટીએમની સેવા શર...
આરોગ્ય વનમાં ૬૧ પ્રકારના છોડ પાસે ઔષધીય ગુણો અને રોગ સાથે મૂકાયા
દાહોદમાં આહલાદક નજારા સાથે તૈયાર થઈ રહ્યું છે અનેરું વન
આરોગ્ય વનના કારણે રાબડાલ પર્યટન સ્થળ તરીકે લોકપ્રિય બન્યું
આઈ લવ દાહોદના સાઈન બોર્ડે પર્યટકોમાં આકર્ષણ જમાવ્યું
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આપવામાં આવેલા નવલા નજરાણા સમાન રાબડાલ સ્થિત પર્યટન સ્થળ આરોગ્ય વનની અત્યાર સુધીમાં અંદાજે 20 હજારથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી છ...
ગુજરાતના વિજ્ઞાની ડો.જ્યોતિએ ચેરના બેક્ટેરીયાથી બાયો પ્લાસ્ચટીક બનાવી ...
જયેશ શાહ Jayesh Shah (09909944076)
ભૂજ-કચ્છ, તા.19
ગુજરાતના વૈજ્ઞાનિકોએ સીન્થેટીક પ્લાસ્ટિક સામે 'બાયોપ્લાસ્ટિક'ની શોધ કરી છે. જો તેમની શોધ સફળ રહેશે તો સમગ્ર ભારતમાં પ્લાસ્ટીકનો રોજીંદો વપરાશ ભૂતકાળ બની જશે. પર્યાવરણને નુસાન કરતાં પ્લાસ્ટિકને પૃથ્વિ પરથી વપરાશ સદંતર ઘટાડી શકાય તેવો પડકાર ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઝીલી લીધો છે. ગાઈડ સંસ્થાની પ...
પોલીસ બની ચોર, અમદાવાદમાં પાકીટ ચોર્યા છતાં મહિલાઓ બે ધ્યાન
ટેસ્ટડ્રાઈવ અહેવાલ - તસવીરો - જનક પટેલ
દિવાળીની ખરીદીમાં મસગુલ મહિલાઓ પોતાના પાકિટ માટે કેવી બે ધ્યાન છે તે અમદાવાદમાં ભદ્ર વિસ્તારમાં પોલીસે સાબિત કરી બતાવ્યું
તમારા પાકીટમાંથી જૂઓ પોલીસે કેવી રીતે ચાવી કાઢી લીધી તે પોલીસ મહિલાએ ભીડમાં બતાવ્યું
થેલામાંથી કિંમતી કાગળો મહિલા પોલીસે કાઢી લીઘા તો પણ મહિલાને ખબર પણ ન પડી
બેગમાં...
દિવાળી નિમિત્તે પાલિતાણા-મુંબઈની સ્પેશિયલ ટ્રેનસેવા શરૂ કરાઈ
ભાવનગર,તા:૧૬ દિવાળી નિમિત્તે લોકોના ધસારાને જોતાં પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી, જે અંતર્ગત પાલિતાણા-મુંબઈ વચ્ચે દર બુધવારે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી, જેનો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટ્રેન દ્વારા પાલિતાણાથી મુંબઈ જતા અને મુંબઈથી પાલિતાણા આવનારા પ્રવાસીઓની સુવિધામાં વધારો થયો છે.
પ્રવાસીઓના ધ...
મહાદેવપુરા સાંપ્રાની ટીમ અંડર-17 ફૂટબોલમાં રાજ્યકક્ષાએ ચેમ્પિયન, દીકરી...
રમતગમત ક્ષેત્રે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરતા સરસ્વતી તાલુકાના સાપ્રા (મહાદેવપુરા)ગામની દીકરીઓની ટીમ ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ફૂટબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનતાં ગ્રામજનોએ દીકરીઓનો ઉત્સાહ વધારવા માટે ગામમાં ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સામૈયું કર્યું હતું, ગામમાં આનંદ અને ઉત્સાહ માહોલ સર્જાયો હતો.
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ...
માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ
હિંમતનગર, તા.૧૩
મગફળી અને ઘઉંના વેચાણનુ હબ બની ગયેલ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઇ રહી છે અને ભાવ પણ સમગ્ર રાજ્યની સાપેક્ષમાં રૂ.350 થી રૂ.400 પ્રતિમણ વધુ મળી રહ્યા હોવાથી બહારના જિલ્લાના ખેડૂતોએ પણ ધસારો કર્યો છે. શનિવાર અને રવિવાર સવારે મગફળીના વેચાણ માટે આવેલ વાહનોની પોણા કિમી સુધી લાઇનો લાગી હતી અને 15115 બોરીની ખરીદી થઇ હતી અ...
પ્રગ્નાચક્ષુઓનો દિપાવલીમાં પ્રકાશ પાથરવાનો પરિશ્રમ
અમદાવાદ,12
મેમનગર સ્થિત અંધપ્રકાશ શાળાની બહેનો દ્વારા દર વર્ષે દિવડા બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જેના દ્વારા આ બહેનો આર્થિક ઉપાર્જન પણ કરે છે. અમદાવાદની સેવાભાવી સંસ્થાઓઅને વ્યક્તિઓ આ દિવડા ખરીદીને પણ બહેનોને રોજગારી પૂરી પાડે છે.આ વર્ષે પણ બહેનો દ્વારા વિવિધ ડિઝાઇના દિવડા તૈયાર કરાયાં છે.
રાજ્યની તમામ શાળાઓમાં દીકરીઓને આત્મરક્ષણની તાલીમ અપાશે
ગાંધીનગર, તા. 10
સુરક્ષિત દીકરી સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યની દીકરીઓને વધુ સુરક્ષા પુરી પાડવા માટે તથા આત્મરક્ષણ માટેની યુક્તિઓ શીખવવા મહિલા આયોગ દ્વારા ‘કવચ’ કાર્યક્રમનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના દ્વારા દીકરીઓને આત્મરક્ષણની તાલીમ સહિત માર્ગદર્શન આપવાનો ધ્યેય રાજ્ય સરકારનો છે.
આજે ગાંધીનગ...
ગુજરાતી
English