ભાનુશાલી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર મનિષા ગોસ્વામીની જામીન અરજી ફગાવા...
ભુજ, કચ્છ સહીત સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર એવા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાળીની ૭મી જાન્યુઆરી ૨૦૧૯ના ભુજથી મુંબઈ જતી ટ્રેનમાં શાર્પશુટરો દ્વારા ગોળી ધરબી દઈને હત્યા કરવાના આવી હતી. ગુન્હામાં માસ્ટર માઈન્ડ મનિષા ગોસ્વામીએ જામીન પર મુકત થવા કરેલી અરજી ભચાઉ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં છ...
ગુજરાતમાં ક્યાં કેટલી વાવણી થઈ તે જૂઓ
ગુજરાતમાં 2 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. વરસાદનો બીજો રાઉન્ડ 4 દિવસ પછી શરૂં થઈ રહ્યો છે. ત્યારે 95 ટકા વિસ્તારમાં વાવણી થઈ જાય એવી આશા ખેડૂતોને છે. હાલ તો વાવણી માટે મજૂરોની તંગી છે. છેલ્લા ચારેક દિવસથી વાગડ વિસ્તારમાં પડી રહેલા વરસાદના ઝાપટાથી જગતના તાત ખેડૂતને નિસર્ગ વાવાઝોડા સાથે વરસાદ પડતાં આશા બંધાઈ હતી ત્યારે ગઈકાલે બપોર બાદ વાગડ...
કાલે ધો. 10 નું પરિણામ, આ લિંક પર જોઈ શકાશે
આવતીકાલે એટલે મંગળવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓને કોઈ અસુવિધા ઉભી ન થાય તે માટે શિક્ષણ વિભાગે પણ તૈયારી બતાવી છે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 8 વાગે શિક્ષણ વિભાગની વેબસાઈટ પર ઓનલાઇન જોઈ શકાશે ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે (મંગળવારે) ધોરણ-10નું પરિણામ જાહેર કરવાનું હોવાથી તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ધોરણ-10ના વિદ્...
કોરોના વોરિયર્સ સાથે અન્યાય, કપરા કાળમાં પગાર કાપ
અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હૉસ્પિટલમાં કોરોના વોરિયર્સના પગારમાં કાપ મૂકવામાં આવતાં હોબાળો મચી ગયો છે. કોવિડ 19ની સારવાર માટે ડોકટર્સ, નર્સ સહિત કોરોના યોદ્ધાઓ દિવસ-રાત જીવના જોખમે કામ કરી રહ્યાં છે ત્યારે આવા જ સમયે તેમના પગાર કાપના નિર્ણયથી વિવાદ ઉભો થયો છે. SVP હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશ...
સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ
સુરત, ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, રાજકોટ, અમરેલી, ધારી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે, સુરત અને ઉમરપાડામાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં કલાકોમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, લોકોએ અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્...
કોંગ્રેસે રિસોર્ટમાં 23 ધારાસભ્યો ભેગા કર્યા, માલિક સામે પોલીસ કાર્યવા...
રાજકોટ, કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા હાલમાં જ પાર્ટી છોડી દીધી છે અને પોતાના તમામ પદો પરથી રાજીનામા આપી દીધા છે. કુલ 8 ધારાસભ્યો ટૂંકા ગાળામાં કોંગ્રેસ છોડીને ગયા છે, ત્યારે હવે કોંગ્રેસની સ્થિતી એવી છે કે શક્તિસિંહ ગોહિલ કે પછી ભરતસિંહ સોલંકી બંનેમાંથી એક જ ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી જીતી શકે તેમ છે. આ સ્થિતીમાં કોંગ્રેસે પ...
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ ? શું મંત્રીમંડળનું વિસ્તરણ થશે ?
ગાંધીનગર, કોરોનાની સ્થિતીમાં લોકડાઉન ખુલી ગયા પછી હવે ફરીથી ગુજરાત ભાજપના નવા સંગઠનને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, સાથે જ રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષપલટો કરનારા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં તેના પર પણ સૌ કોઇની નજર છે ? ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ટર્મ પુરી થઇ રહી છે, તેમના સ્થાને હવે નવા પ્રદેશ પ્રમુખના નામ પ...
રાજ્યમાં કુલ કેસ 19,617; કુલ મોત 1,219; કુલ સાજા થયા 13,324
ગુજરાતમાં નવા 498 પોઝિટિવ કેસ નોંધાયા, 29 લોકોનાં મોત, 313 લોકોને ડિસ્ચાર્જ કરાયા 24 કલાકમાં અમદાવાદ-289, સુરત-92 ,વડોદરા-34 ,ગાંધીનગર-20 ,રાજકોટ-8 ,વલસાડ-7 ,મહેસાણા-પાટણ 6, સાબરકાંઠા-કચ્છ 5, બનાસકાંઠા-પંચમહાલ 4, ભરૂચ-છોટાઉદેપુર 3, ભાવનગર-અરવલ્લી-આણંદ-ખેડા-ગીરસોમનાથ-નવસારી 2 કેસ નોંધાયા રાજ્યમાં કુલ કેસ
19,617 રાજ્યમાં કુલ મોત
1,21...
લોકોએ આપેલી દાનની રકમ સરકારી ખર્ચમાં વાપરી નંખાશે, 200 કરોડ શહેરોને આપ...
કોરોના કોવિડ-19 મહામારીથી ઉભી આર્થિક સ્થિતીમાંથી રાજ્યના અર્થતંત્રને ધબકતું કરવા રૂ.14022 કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ બનાવ્યું છે જેમાં પ્રજાએ મુખ્ય પ્રધાનના ખાનગી રાહત ફંડમાં આપેલા દાનને પણ વાપરી નાંખવામાં આવશે. કોરોનાની દવાઓ, કિટ સહિતના સાધનો ખરીદવા અને સહાય થવા લોકોએ દાન આપ્યું હતું. મુખ્યમંત્રી રાહતનિધિમાંથી કુલ રૂ.200 કરોડ આરોગ્ય વિભાગન...
કોરોના વાયરસથી દુ:ખદ અવસાન થતાં ત્રણ પોલીસ કર્મચારીના પરિવારને રૂ. રપ ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ કૉવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતીમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારી આવી ફરજ દરમ્યાન કોરોના અસરગ્રસ્ત થવાથી કૉવિડ-19ના કારણે અવસાન પામે તો રાજ્ય સરકાર દ્વારા આવા કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે દિવંગત પોલીસ કર્મચારીઓના પરિવારને આ સહાય ચૂક...
રાજ્યની માલિકીનું સોલા તળાવ AMCને ફ્રી માં અપાયું
અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાજ્યની માલિકીની તળાવના વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તળાવને વિના મૂલ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. એએમસી શહેરના સુંદરકરણ માટે અને આ વિસ્તારના રહેવાસીઓ માટે પિકનિક અને મનોરંજન સ્થળ તરીકે આ તળાવ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ કરશે. આ તળાવ સોલા ગ્રામ પંચાયત તળાવ છે, ...
જાપાનની મિયાવાકી પદ્ધતિથી પાટણ શહેર વચ્ચે ઉછરી રહ્યું છે નાનકડું ‘જંગ...
પાટણ શહેરના સૌથી વ્યસ્ત રોડ પૈકીના યુનિવર્સિટી રોડ પર ઉછરી રહ્યું છે એક નાનકડું ‘જંગલ’. માત્ર છ જ મહિના પહેલા રાજમહેલ એટલે કે વિશ્રામ ગૃહના પ્રાંગણમાં આવેલા બાગમાં ખુબ નાનકડી જગ્યામાં વાવવામાં આવેલા 300 જેટલા વૃક્ષો બાયોડાયવર્સિટીને નવો આયામ આપશે. પાટણના પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જુના વિશ્રામ ગૃહના બાગમાં જાપાનની મિયાવાકી વૃક્ષારોપણ પદ્ધતિ...
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 28.79 લાખ રોપાઓનો ઉછેર કરાયા...
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાને હરીયાળો બનાવવા માટે બંને જિલ્લાની 26 નર્સરીઓના સહયોગથી 28.79 લાખ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. સાબરકાંઠા-અરવલ્લીને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર વિશ્વના પર્યાવરણને શુધ્ધ અને સ્વચ્છ રાખવા માટે વૃક્ષો ખુબ જ ઉપયોગી છે. હાલમાં ઔધોગિકરણ અને માનવીની સફળતા માટેની આંધળી દોટે ...
પરપ્રાંતિય જીટીયુ વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય
શિક્ષણ વિભાગે આજે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અન્ય જિલ્લા-રાજ્યમાં તથા વિદેશ પોતાના વતનમાં જતા રહ્યાં છે. જો તેમને ફક્ત પરીક્ષા માટે જ પરત બોલાવવામાં આવે તો અસુવિધા પડે. માત્ર પરીક્ષા માટે મૂવમેન્ટ કરવી ન પડે તેથી વિદેશી વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન યોજવાની રહેશે. અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ઓન...
ગાંધીનગર જિલ્લામાં ૧૬,૧૨૪ વ્યક્તિઓનો નવા જાહેર કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન...
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના જે ગામોમાં નોવેલ કોરોના વાઇરસના નવા પોઝિટીવ કેસો આવ્યા છે. તેમાં દહેગામ તાલુકામાં એક, ગાંધીનગર તાલુકામાં પાંચ, કલોલ તાલુકામાં ૧૦ અને માણસા તાલુકામાં ત્રણ ગામ મળી જિલ્લાના કુલ- ૧૯ ગામના અુમક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ જાહેર કર્યો છે. નવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૪૯૯ ઘરોની ૧૬,૧૨૪ વસ્તીઓનો...

English
