નર્મદા નહેર બન્યા પછી ચોખાનું વાવેતર વધ્યું
ગાંધીનગર, 9 મે 2021
ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે ત્યારે આ વખતે 2021-22માં ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે. ગયા વર્ષે 2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. ઉનાળામાં ડાંગરનું વાવેતર ગુજરાતમાં થાય છે પણ તે ચોમાસાની...
કોંગ્રેસે સાચું કહ્યું પણ પત્થર દીલ મુખ્ય પ્રધાનને કોઈ અસર ન થઈ
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના નેતાઓ 5 મે 2021ના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને રજૂઆત કરી હતી તેમ છતાં ભાજપ સરકારે તેનું તંત્ર સુધાર્યું નથી.
કોંગ્રેસે જે માંગણી કરી હતી તે આ પ્રમાણે હતી, જેમાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ છે.
માર્ચ-૨૦૨૦ થી આજ પર્યત કોરોના મહામારીના કારણે સમગ્ર રાજ્યમાં ભયના વાતા...
ગામડાઓમાં 1.35 લાખ પથારીઓમાં 7 દિવસમાં 7 લાખ દર્દીઓને સારવાર ? મોત કેટ...
ગાંધીનગર, 8 મે 2021
રાજ્યના 33 જિલ્લાના 248 તાલુકાઓમાં 15 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 1.35 લાખ પથારીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. જેમાં 1થી 7 દિવસ લોકો સારવાર લઈ રહ્યાં છે. અઠવાડિયામાં 7 લાખ લોકો પણ સારવાર લઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોતનું પ્રમાણ ઊંચું હોવાથી આ સમિતિઓને મરણ જનારા વ્યક્તિઓની યાદી બનાવી જાહેર કરવા માટે સૂચના આપવા માટ...
12 મહિના કેરી આપતો આંબો ખેડૂતે વિકસાવ્યો, ગુજરાતમાં 1200 કલમો ઉછેરી
https://youtu.be/1G3ymsXhjBI
ગાંધીનગર, 7 મે 2021
ખેડૂત શ્રીકિશન સુમનએ કેરીની સદાબહાર જાત વિકસાવી છે, જે વર્ષના બાર મહિના આંબા પર ફળ આપે છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે કેરી ઉતારીને ખાઈ શકાય છે. મોટાભાગની જાતોના આંબા વર્ષમાં માત્ર એક જ વાર ફળ આપે છે. પરંતુ 'સદાબહાર' જાત 15 વર્ષથી આ ખેડૂત વિકસાવી રહ્યાં હતા. જે 12 મહિના ફળ આપે છે.
ખેડૂત વિજ્ઞાની...
સજીવ ખેતીનું પ્રમાણપત્ર આપવા માટે ગુજરાતમાં બે એજન્સી નક્કી કરાઈ, સરકા...
ગાંધીનગર, 7 મે 2021
ગુજરાતમાં સજીવ ખેતી કરતાં ખેડૂતોમાંથી 90 ટકા ખેડૂતો પાસે કોઈ પ્રમાણપત્ર નથી કે તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. એપેડા દ્વારા મોંઘા પ્રમાણપત્રો આપવામાં આવે છે પણ તે ખેતરોમાં જઈને પ્રમાણિત કરેલા હોતા નથી. તેથી સજીવ ખેતી કરતાં ખેડૂતો હવે પોતાના ગ્રહકોને ખાતરી કરાવવા માટે પ્રમાણિત ખેત પેદાશો બતાવી શકે એવી વ્યવસ્થા ગુજરાતમાં ઊભી થઈ છે.
...
ઓછા પ્રાણવાયુએ બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બ...
રાજકોટ, 6 મે 2021
કોરોનાના કારણે ઓક્સિજનની કટોકટી સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગે બેઈન સર્કિટનો ઉપયોગ કરીને કોરોનાના 50 દર્દીઓની જિંદગી બચાવી છે. વેન્ટિલેટર 50 લિટર ઓક્સિજન એક મિનિટમાં વાપરે છે. તેની સરખામણીમાં બેઈન સર્કિટમાં 12થી 15 લીટર ઓક્સિજન રાખવો પડે છે. આ ટેકનિકનો ઉપયોગ દર્દીના રિકવરી ફેઝમાં કરી શકાય છે.
રાજકોટ સિ...
જૈવ વિવિધતાની આગવી ખેતી, ગુજરાતના ગીરમાં 8 હજાર જાતના આંબા
ગાંધીનગર, 6 મે 2021
ગુજરાતનું વન વિભાગ હેરીટેઝ વૃક્ષો જાહેર કરવાથી આગળ વધી શક્યું નથી. કૃષિ વિભાગે આજ સુધી જીનોટાઇપ્સ વૃક્ષો કે છોડ જાહેર કરી શક્યું નથી. સદીઓથી ઉગાડવામાં આવતાં ફળ અને છોડને જૈવ વિવિધતા જાહેર કરવામાં આવતાં નથી. બીજા રાજ્યોમાં ખેડૂતોના ખેતરમાં ઉગેલા સારી જાતના ફળના વૃક્ષોને ઓળખીને તેને જૈવ વિવિધતા સાથે જીનોટાઇપ્સ વૃક્ષો જાહેર કરીન...
શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના તબિબોને મફત ભોજન આપવાનું શરૂં કર્યું
https://www.youtube.com/watch?v=HdccMD1D9dM
અમદાવાદ, 5 મે 2021
કોરોનામાં દેશના પ્રતિષ્ઠિત માસ્ટર શૅફ સંજીવ કપૂર દ્વારા દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. તેમની કંપની રૂપિયા એક હજાર કરોડના ભોજનનો ધંધો કરે છે. 225 કરોડની રેવન્યુ છે. 3 હજાર એમ્પોઈ છે. 650 શેફ છે.
આ માટે સંજીવ ક...
ગુજરાતમાં 23 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી છતાં આગળ વધી નહીં
ગાંધીનગર, 5 એપ્રિલ 2021
ગુજરાતમાં 23 વર્ષથી નાજૂક ફળ સ્ટ્રોબેરીની ખેતી સાપુતારા પાસે ખેડૂતો કરી રહ્યાં છે. ખેતીની શરૂઆત સોમાભાઈ ઝીપાર્યાભાઈ પવાર 9574278441 ખેતી કરે છે. ડાંગના આહવાના લાહાનદબાસ ગામના સોમાભાઈ પાસે 8 હેક્ટર જમીન છે. તેઓ કદાચ પહેલા ખેડૂત હશે કે જેમણે પહેલી વખત ટ્રોબેરીની ખેતી કરી હોય.
સ્ટ્રોબેરી હૃદયના આકારના ફળ છે. નાજુક, હળવા અને...
જે કામ રૂપાણી સરકાર ન કરી શકી તે કામ ગુજરાતના ગામડાંના લોકોએ કરી બતાવ્...
ગાંધીનગર, 4 મે 2021
બે જ દિવસમાં ગુજરાત રાજ્યના 248 તાલુકાની 14246 ગ્રામ પંચાયતોમાં 10,320 હજાર કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કામ કરી રહ્યાં છે. જેમાં 1.05 લાખ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાએ આ રીતે આખા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ભરડો લીધો છે.
ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી,સરકારી શાળા, કોમ્યુનીટી હોલ, સમાજવાડી, હોસ્ટેલ કે સરકારી મકાન...
મહારાષ્ટ્રના ખેડૂતોની પાસેથી ગુજરાતના ખેડૂતોએ દાડમની ખેતી શિખી અને પાછ...
30 એપ્રિલ 2021, ગાંધીનગર
દાડમની ખેતીમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં દાડમ ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને રાજસ્થાન છે. ભારતમાં દાડમ ઉગાડતા રાજ્યોમાં મહારાષ્ટ્ર અગ્રણી રાજ્ય છે. આ રાજ્યમાં દાડમનું કુલ ક્ષેત્રફળ 90 હજાર હેક્ટર છે અને ઉત્પાદન 9.45 લાખ મેટ્રિક ટન છે અને ઉત્પાદકતા 10.5 મેટ...
વિશ્વ ઈચ્છા દિવસ, ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂરી કરતી મેક અ વિશ સંસ્...
અમદાવાદ, 29 એપ્રિલ 2021
29 એપ્રિલનો દિવસ વિશ્વભરમાં “વિશ્વ ઇચ્છા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા સ્થિત “મેક અ વિશ” સંસ્થા દ્વારા આ દિવસના ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા 35થી વધુ દેશમાં કાર્યરત છે. ગુજરાતમાં 8500 બાળકોની ઈચ્છાપૂર્તિ આ સંસ્થાએ કરી છે.
3થી 18 વર્ષના બાળકો કે જેઓ ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યા હોય. જીવન-મરણ વચ્ચેનો સંધર્ષ...
5.50 લાખ રેમડીસિવિર ઈન્જેક્શનો મફતમાં આપવામાં આવ્યા
એપ્રિલ 2021 માસમાં 5.50 લાખ રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયા છે.
રાજ્યમાં કોરોનાની સારવાર માટે ૧પ માર્ચના રોજ ૪૧,૮૭૦ પથારીઓ ઉપલબ્ધ હતી જે વધારીને આજે ૯૬,૦૬૬ પથારીઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ ખાતે ડી.આર.ડી.ઓના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે જેમાં ૨૫૦ આઇ.સી.યુ. બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
ઓક્...
કૃષિ પાક પર દૂધનો છંટકાવ કરતાં ઉત્પાદનમાં 25 ટકાનો વધારો, ખર્ચ 25 ટકા ...
https://www.youtube.com/watch?v=aD-SlnUwGdM
ગાંધીનગર, 28 એપ્રિલ 2021
કચ્છ માધાપરમાં 53 વર્ષથી ખેતી કરતાં ખેડૂત વેલજીભાઈ ભુડીયા 9426991112 ખેતીમાં અનેક પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેમણે કૃષિ પાકો પર દૂધ છાંટવાનો પ્રયોગ કર્યો તો 4 વર્ષમાં અકલ્પનીય પરિણામ મળ્યા છે. ફૂલ આવવાની અવસ્થાએ કોઈ પણ પાક પર 15 લિટર પંપના પાણીમાં 250 મીલીગ્રામ ગાયનુ તાજુ ...
1200 બેડની હોસ્પિટલમાં 13 ટનનો ઓક્સિઝન 55 ટનનો વપરાશ થઈ ગયો
અમદાવાદની સિવિલ હોસ્પિટલની ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં માર્ચ મહિનામાં દરરોજ દરરોજ 13 ટન ઓકિસજનની જરૂરિયાત રહેતી હતી. હવે 55 ટન જેટલા ઓકિસજન પુરવઠાનો વપરાશ થઈ રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં અંદાજિત 764 ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.
20 હજાર લિટરની ટેન્ક જયારે મંજુશ્રી હોસ્પિટલમાં 20 હજાર લીટરની ટેન્ક અને સિવિલ બિલ્ડીંગમાં 20 હજાર લીટરની ક્ષમતાવાળ...
ગુજરાતી
English














