હવામાન પરિવર્તન – ગુજરાતમાં નવા રોગથી ચણાના પાકને ભારે નુકસાન

હવામાન પરિવર્તનને કારણે ભવિષ્યમાં અન્ય ઘણા રોગો વધી શકે છે
દિલીપ પટેલ, 6 માર્ચ 2022
ગુજરાતમાં ક્યારેય ન થયું હોય એટલું ચણાનું 25 લાખ ટન ઉત્પાદન આ વર્ષે થયું છે. પણ એક નવો રોગ દેખા દઈ રહ્યો છે. જે ચણાની ખેતીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. કઠોળમાં સૌથી વધું ચણાનો વપરાશ ગુજરાતમાં ગાંઠીયા કે ફરસાણ બનાવવામાં થાય છે. જો જમીન દ્વારા ફેલાતો રોગ ગુજરાતની ખેતીને અસ્તવ્યસ્ત કરી શકે એવી તાકાત ધરાવે છે. જેના કારણે હાલ દેશમાં ગુજરાતના ખેડૂતો હેક્ટર દીઠ સૌથી વધું ચણા પકવે છે તે ગૌરવ ખંડીત થઈ શકે છે.

આ રોગ વિશે ICRISAT – અર્ધ-શુષ્ક ઉષ્ણકટિબંધ માટે આંતરરાષ્ટ્રીય પાક સંશોધન સંસ્થાના મુખ્ય વિજ્ઞાની ડૉ. મમતા શર્માએ ચણાના પાકમાં આ રોગ વધવા પાછળનું કારણ જાણવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.

વર્યાવરણ પરિવર્તન

ક્લાઈમેટ ચેન્જને કારણે, જેમ જેમ તાપમાન વધી રહ્યું છે અને જમીનમાં ભેજ ઘટી રહ્યો છે. તેની સાથે સાથે ઘણા નવા રોગો આવવા લાગ્યા છે. જે પહેલા જોવા મળ્યા ન હતા. નવો રોગ મળ્યો, સૂકારાનો – મૂળનો સડો, જે છેલ્લાં કેટલાંક વર્ષોથી તાપમાનમાં બદલાવને કારણે વધી રહ્યો છે.

આબોહવા પરિવર્તનની અસર ખેતી પર પડી રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં ચણાના પાકમાં અનેક પ્રકારના માટીજન્ય રોગોનો પ્રકોપ વધી શકે છે.

ગુજરાતમાં સ્ટન્ટ વાયરસનું પ્રમાણ 5 વર્ષથી વધી રહ્યું છે. મોલો મસીથી વાયસર ફેલાય છે. છોડની વૃદ્ધી થતી નથી. ઠંડી ઓછી પડે તો રોગ વધે છે. હવા મૂળનો નવો રોગ પરેશાની કરી શકે છે.

માટીજન્ય રોગ
વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે હવામાન પરિવર્તન ભવિષ્યમાં ચણાના છોડના મૂળના સડો જેવા માટીજન્ય રોગોની શક્યતાઓ વધારી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચણાના પાકમાં સૂકા મૂળના સડોના રોગનું પ્રમાણ વધ્યું છે. આબોહવા પરિવર્તન, વધતા તાપમાન સાથે દુષ્કાળ અને જમીનમાં ભેજના અભાવને કારણે આ રોગ ઝડપથી વિકસે છે.

પેથોજેન
રોગ મેક્રોફોમિના ફેઝોલિના નામના પેથોજેનને કારણે થાય છે, જે જમીનમાં જન્મેલા યજમાન છે. મેક્રોફોમિના પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી રહે છે. તે તાપમાન, જમીન pH અને ભેજની આત્યંતિક પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે.

ડીએનએ
તાપમાન 30 ડિગ્રીથી વધુ હોય અને ભેજ 60 ટકાથી ઓછો હોય ત્યારે આ રોગ વધુ વધે છે. વિજ્ઞાનીઓએ ડીએનએ સ્તર સુધી તપાસ કરી હતી કે, છોડની અંદરના કયા જીન્સ આ રોગ પેદા કરે છે. પાકમાં ફૂલો અને ફળ આવે છે, તે સમયે જો તાપમાન વધે છે અને જમીનમાં ભેજ ઓછો થાય છે, તો આ રોગ ચણાને ઘણું નુકસાન પહોંચાડે છે. જેના કારણે 10 દિવસમાં છોડ સુકાઈ જાય છે.

આ રોગ ચણાના મૂળ અને થડને નુકસાન પહોંચાડે છે. સુકા મૂળનો સડાનો રોગ ચણાના છોડને નબળો પાડે છે, પાંદડાનો લીલો રંગ ઝાંખો પડી જાય છે, વૃદ્ધિ અટકી જાય છે અને દાંડી સુકાઈ જાય છે. મૂળને વધુ પડતું નુકસાન થાય છે, તો છોડના પાંદડા અચાનક સુકાઈ જાય છે અને સુકાઈ જાય છે.

રાજ્યો
ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં આ રોગ મોટાભાગની જગ્યાએ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે આ રોગ આ રાજ્યોમાં કુલ પાકના 5 થી 35 ટકાને ચેપ લગાડે છે. 2016-17થી રોગે દેખા દીધી છે અને હવે વિસ્તરી રહ્યો છે.

ઉત્પાદન
90થી 100 દિવસમાં ચણાનો પાક તૈયાર થઈ જાય છે. દેશમાં એક હેક્ટરે 1000 કિલોથી 1200 કિલો ઉત્પાદન મળે છે. આ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન ચણાનું ઉત્પાદન થવાની કૃષિ વિભાગની ધારણા છે. હેક્ટરે 1575 કિલોનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં ગુજરાતના ખેડૂતો દેશમાં સૌથી આગળ છે.

વાવેતર
ગુજરાતમાં કુલ વાવેતરના 20 ટકા અમદિવાદ જિલ્લામાં થાય છે. જુનાગઢની ઉત્પાદકતા શ્રેષ્ઠ છે.
ગુજરાતમાં ચણાનું વાવેતર 3 વર્ષની સરારેશ 4.66 લાખ હેક્ટરની સપાટી તોડીને 11 લાખ હેક્ટર થયું છે. ગયા વર્ષે 8.19 લાખ હેક્ટર વાવેતર હતું. વાવેતર 235 ટકા વધારે થયું છે. ચણાનું ઘઉંના વાવેતર જેટલો જ વિસ્તાર ચણાના વાવેતરમાં થઈ ગયો છે.

સૌરાષ્ટ્રનું 8.65 લાખ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને અમદાવાદ અને પાટણમાં ચણાનું મબલખ વાવેતર થયું છે.

રાજકોટ જિલ્લામાં 1.50 લાખ હેક્ટર વાવેતર સમગ્ર રાજ્યમાં સૌથી વધું છે. સૌરાષ્ટ્રના શિયાળાના તમામ પાકોમાં 45 ટકા ચણા પાકે છે.

જ્યારે ભારતમાં, ચણાની ખેતી લગભગ 9.54 મિલિયન હેક્ટર વિસ્તારમાં થાય છે, જે 61.23% છે. વિશ્વનો કુલ વિસ્તાર.

વિશ્વમાં, ચણાની ખેતી લગભગ 14.56 મિલિયન હેક્ટર વિસ્તારમાં થાય છે, જેનું વાર્ષિક ઉત્પાદન 14.78 મિલિયન ટન થાય છે.

નવો રોગ ગુજરાતના સૌરાષ્ટ્ર, અમદાવાદ, પાટણમાં સૌથી વધું છે.

ઉપાય
પાકને બચાવવા માટે વિજ્ઞાનીઓ સંશોધન કરી રહ્યા છે. ખેતરમાં નીંદણ જમા ન થાય અને સિંચાઈ કરવામાં આવે તો થોડું નુકસાન ટાળી શકાય છે. વૈજ્ઞાનિકોની ટીમ હવે ચણાના પાકને DRR ચેપથી બચાવવા માટે કામ કરી રહી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)ના સહયોગમાં ICRISAT ખાતેની ટીમે આવા જીવલેણ છોડ સંબંધિત રોગો સામે લડવા માટે સતત દેખરેખ, સુધારેલ જાતો, તકનીકો, વિકાસ અને આગાહી મોડેલ્સનું પરીક્ષણ તૈયાર કરી રહ્યાં છે.

સુકારો
ચણાનો સુકારો બીજ જન્ય અને જમીન જન્ય ફૂગથી થાય છે. છોડ સુકાઈ જમીન પર ઢળી પડે છે. છોડના થડને ઉભુ ચીરતા તેની જલવાહિની ઘેરા કથ્થાઈ કે કાળા રંગની જોવા મળે છે. આ રોગના નિયંત્રણ માટે પાક ફેરબદલી કરવી, જૂવાર પછી ચણાનો પાક લેવો. એરંડીનો ખોળ હેક્ટરે 1 હજાર કિલો નાંખવો. ચણા-2 અને ગુજરાત ચણા – 3 જાતો વાવવી.

કાર્બેંડાઝીમ 1 ગ્રામ તથા થાયરમ 2-3 ગ્રામ એક કિલો બીજમાં પટ આપવો.