મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આત્મા રાજકોટના ફાંકોડી વિજય રૂપાણીમાં પ્રવેશ્યો, વર્લ્ડ ક્લાસ 103 યુનિવર્સિટી 

मुख्यमंत्री भूपेंद्र पटेल की आत्मा पूर्व मुख्यमंत्री विजय रूपाणी में प्रवेश करती है – कहा गुजरात में विश्व स्तरीय 103 विश्वविद्यालय – CM Bhupendra Patel’s soul enters ex CM Vijay Rupani – said Gujarat has 103 world-class universities

દિલીપ પટેલ

ગાંધીનગર, 24 એપ્રિલ 2023
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાજકોટની 1870માં માત્ર રાજવંશોને સિક્ષણ આપવા બનાવેલી રાજકુમાર કોલેજમાં ઈનામ વિતરણ સમારોહમાં જાહેરાત કરી હતી કે, આજે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ આપતી 103 જેટલી યુનિવર્સિટીઓ સાકાર કરવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છે.

મુખ્ય પ્રધાનની વાત બરાબર નથી. ગુજરાત સરકાર જેને મદદ કરે છે એવી ગુજરાતની એક પણ યુનિવર્સિટી વિશ્વમાં નહીં પણ ભારતમાં 50માં નંબર પર ક્યારેય આવી નથી.

મુખ્ય પ્રધાન જે દાવો કરી રહ્યાં છે તેમાં સત્ય ઘણું દૂર છે. મોદીએ 10 વર્ષ પહેલાં વિશ્વની 100 યુનિવર્ટીઓના સંચાલકોને ગુજરાતમાં વાયબ્રંટમાં બોલાવ્યા હતા. ગુજરાતની યુનિવર્સિટીઓને વિશ્વ કક્ષાની બનાવવાની શેખી ત્યારે પણ મારવામાં આવી હતી. પણ કંઈ થયું ન હતું. આજે સરકાર પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે, કે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ આપતી 103 જેટલી યુનિવર્સિટીઓ સાકાર કરવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છે.

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2022માં વિશ્વની કુલ 1300 યુનિવર્સિટીઓનું નામ છે. ગયા વર્ષે, QS એ વિશ્વની ટોચની 1000 યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી હતી. જેમાં ભારતની માત્ર 35 સંસ્થાઓને સ્થાન મળ્યું હતું. આમાંથી, 7 સંસ્થાઓ એવી છે કે જેણે પ્રથમ વખત વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.

QS રેન્કિંગ 2022 અનુસાર વિશ્વની ટોચની 10 યુનિવર્સિટીઓમાં પ્રથમ નંબરે અમેરિકાની એમઆઈટી અને બીજા નંબરે યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટી છે. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT),આ વર્ષે પણ MITને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે સ્થાન મળ્યું છે. કેમ્બ્રિજ, યુએસએ સ્થિત આ યુનિવર્સિટીએ 100માંથી 100 અંક મેળવ્યા છે.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સીટી એક સ્તર નીચે આવી ગઈ હતી. જે ગયા વર્ષે તે વિશ્વની બીજી શ્રેષ્ઠ યુનિવર્સિટી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટી તેની બરાબર હતી.

યુએસએની હાર્વર્ડ યુનિવર્સિટી પાંચમા સ્થાને હતી. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી છઠ્ઠા ક્રમે, યુકેની ઈમ્પીરીયલ કોલેજ લંડનને 7માં સ્થાને હતી. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી 8મું સ્થાન મેળવ્યું હતું. યુકે યુનિવર્સિટી UCL લંડન 9માં સ્થાને અને યુએસએની શિકાગો યુનિવર્સિટી 10માં સ્થાને હતી.

2022માં ગુજરાત
ગુજરાત બિજનેસમાં આગળ છે પણ બિજનેશ શિક્ષણમાં દેશમાં ક્યાંય નથી.
The Economist MBA Rankings 2022ની ટોચની સંસ્થાઓની યાદીમાં બે ભારતીય બિઝનેસ સ્કૂલો હૈદરાબાદની ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB) આ રેન્કિંગમાં 75મા ક્રમે હતી. ગુજરાતના અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદે વિશ્વની ટોપ-100 યુનિવર્સિટીઓની યાદીમાં 99મું સ્થાન મેળવ્યું હતું. ધ ઈકોનોમિસ્ટના MBA રેન્કિંગ 2021માં IIM-અમદાવાદ 51મા અને ISB 44મા ક્રમે હતા. 2019માં આ યાદીમાં સ્થાન મેળવનારી ભારતની એકમાત્ર સંસ્થા IIM-અમદાવાદ, ભારતની આ પ્રીમિયર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ 75માં ક્રમે હતી. જેમાં ગુજરાત સરકારનો કોઈ હિસ્સો નથી. અમેરિકાની બિઝનેસ સ્કૂલો આ યાદીના ટોપ 10માંથી 9 સ્થાન ધરાવે છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ આ યાદીમાં ટોચ પર, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વ્હાર્ટન સ્કૂલ અને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને હતી.

2020માં
દુનિયાની ટોપ 100 યુનિવર્સિટીઝમાં ભારતની 11 સંસ્થાઓને હતી. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમર્જિંગ ઇકોનોમીજ યુનિવર્સિટી રેન્કિંગ 2020માં 47 દેશોની 533 યુનિવર્સિટીઓમાં ટોપ 100 યુનિવર્સિટીમાં ચીનની સૌથી વધારે 30 સંસ્થાઓ હતી. જેમાં ભારતની 56 સંસ્થાઓએ સ્થાન મેળવ્યું હતું. ટોપ 100માં ભારતની 11 સંસ્થાઓ હતી. રેન્કિંગ મુજબ Indian Institute of Science(IISC)ને 16મુ સ્થાન મળ્યુ હતું. IIT ખડગપુર 32મા સ્થાને, IIT દિલ્હી 38માં સ્થાને અને IIT મદ્રાસ 63મા સ્થાને હચતી. પણ ગુજરાતની એક પણ નહીં.

7 વર્ષ પહેલાં

વિશ્વનીસૌથી શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની યુનિવર્સિટીઓને સ્થાન મેળવવું હતું. દેશની ટોપ 100ની યાદીમાં ગુજરાત યુનિવર્સિટી 73મા સ્થાન પર હતી.

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયના નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ)માં એજ્યુકેશન રિસર્ચ વર્ક, વિદ્યાર્થીઓની સંખ્યા, પીએચ.ડી. ફૅકલ્ટી, પીજી પ્રોગ્રામ, સ્ટુડન્ટ વર્ક અને પબ્લિકેશનને કેન્દ્રમાં રાખીને દેશની 100 યુનિવર્સિટીનાં નામ જાહેર કર્યાં હતા.

10 વર્ષ પહેલા
2012માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વભરની 100 યુનિવર્સિટીઓના પ્રતિનિધીઓ ગુજરાત આવ્યા હતા. ગુજરાતની યુનિવર્સિટીઓને વિશ્વસ્તરની બનાવવા માટે આયોજન મોદીનું હતું. પણ આજે મોદી સાવ નિષ્ફળ રહ્યાં છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ હસમુખ અઢીયાએ 10 વર્ષ પહેલાં કહ્યું હતું કે કે વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વની 100 યુનિવર્સિટીના પ્રતિનિધિઓ શિક્ષા પધ્ધતિ, વિવિધ કોર્સ, શિક્ષણના આધુનિક ખ્યાલો અંગે ચર્ચા કરશે. ગુજરાતની યુનિવર્સિટીઓને વિશ્વસ્તરની બનાવવા વિચારણા થઈ હતી.

કારણો
શૈક્ષણિક-ટેકનોલોજિકલ અપગ્રેડેશન, રિસર્ચ નથી, નિષ્ણાંત અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓ પુરતા નથી. માગને અનુરૂપ કોર્સ બનાવો, સેમેસ્ટર પધ્ધતિથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઘટી, પરીક્ષાનું કાર્ય વધ્યું છે. નાણાકીય ગેરશિસ્ત-ગેરરીતિ, લાગવગ, પેપર ફૂટવા,
સારા લોકોને કામ કરવા દેવાતું નથી. રાજકીય વગદાર લોકોથી નુકસાન, રાજકીય દખલ વધી છે. નેતાઓ પોલિટિક્સ કરે છે. સેનેટ-સિન્ડિકેટ સભ્યોની નિમણૂક રાજકીય છે. વૈશ્વિક સ્તરના શૈક્ષણિક રિસર્ચને મહત્ત્વ મળતું નથી. અધ્યાપકો વચ્ચેની ખેંચતાણ, પરિણામોમાં ગોટાળા થાય છે. સરકાર પુરતા નાણા આપતી નથી. દાતાઓ હવે દાન કરતાં નથી.

ગુજરાત યુનિવર્સિટી
2020માં એનઆઈઆરએફની રેન્કિંગમાં ભારતની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં ગુજરાત યુનિવર્સિટી 60મા ક્રમે આવી હતી. પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં કોઈ યુનિવર્સિટીએ આઇઆઇટી-ગાંધીનગર ઉપરાંત, એનઆઈઆરએફની 100 ટોચની યાદીમાં આટલું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે જેમાં 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 62થી વધુ શૈક્ષણિક વિભાગ છે. કેમ્પસમાં સંશોધન પાર્ક ધરાવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પાસે તેની અદ્યતન સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ જીયૂસેક ખાતે ત્રણ રાષ્ટ્રીય સ્તરે ભંડોળ મેળવનારા ઇન્ક્યુબેટર્સ, બે ફિનિશિંગ સ્કૂલ, કેમ્પસમાં બીએસએલ-2 સુવિધા અને ઓલિમ્પિક્સ-ધોરણવાળું 17થી વધુ રમતો માટેની સુવિધાઓ સાથે સરદાર પટેલના નામે આવનારી સ્પોર્ટસ સિટી છે.

2015માં
આઇઆઇએમ અને આઇઆઇટી માટે જાણીતા ભારતની એક પણ યુનિવર્સિટીને વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીમાં સ્થાન મળ્યું નથી. ટાઇમ્સ હાયર એજ્યુકેશન મેગેઝિન દ્વારા જાહેર કરાયેલી વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગની યાદીમાં 21 દેશની શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરાયો હતો. જોકે, ભારતની સૌથી ઊંચું રેન્કિંગ ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ આ લિસ્ટમાં એન્ટ્રી મેળવી શકી નથી.
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી પહેલા નંબર પર, યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ (બ્રિટન)ને બીજું અને યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડને ત્રીજું સ્થાન મળ્યું હતું. ટોચની 10માંથી 8 અને 100માંથી 43 યુનિવર્સિટી અમેરિકાની હતી. 100 યુનિવર્સિટીમાં બ્રિટન 12 યુનિવર્સિટી સાથે બીજા ક્રમે હતી. જર્મની 6 યુનિવર્સિટી સાથે ત્રીજા ક્રમે છે.

વિશ્વની ટોચની હાર્વર્ડ યુનિવર્સિટી કેવી છે
અમેરિકાની સૌથી જૂની, સૌથી મોટી અને વિશ્વની અગ્રિમ પંક્તિની યુનિવર્સિટી. આ યુનિવર્સિટી મૅસેચૂસેટ્સ રાજ્યમાં કેમ્બ્રિજ, બૉસ્ટન પાસે અને ચાર્લ્સ નદીના કિનારે આવેલી છે. પ્રારંભમાં તેની સ્થાપના હાર્વર્ડ કૉલેજ તરીકે 10 ઑક્ટોબર, 1636માં જનરલ કૉર્ટ ઑવ્ મૅસેચૂસેટ્સ બે કૉલોનીના ઠરાવ પછી થઈ હતી. પ્રારંભમાં આ સ્થળનું નામ ન્યૂટાઉન હતું, જે બદલીને કેમ્બ્રિજ રાખવામાં આવ્યું. ઈ. સ. 1780માં તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રૂપાંતરિત થઈ. હાર્વર્ડ યુનિવર્સિટી નામ હાર્વર્ડ કૉલેજના પ્રથમ દાતા જ્હૉન હાર્વર્ડના નામ સાથે જોડાયેલું છે. જ્હૉન હાર્વર્ડે ઈ. સ. 1638માં મૃત્યુ પામ્યા તે પહેલાં તેમની અર્ધી મિલકત અને 400 પુસ્તકો હાર્વર્ડ કૉલેજને દાનમાં આપ્યાં હતાં. યુનિવર્સિટીનું સંચાલન સ્વતંત્ર કૉર્પોરેશન દ્વારા થાય છે. તેમાં પ્રમુખ, ખજાનચી અને પાંચ ફેલોનો સમાવેશ થતો હતો. આ પછી હોદ્દેદારોની નિમણૂક માટે 30 સભ્યોનું એક બોર્ડ રચવામાં આવ્યું. ઈ. સ. 1865 સુધી આ 30 સભ્યોની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હતી; પરંતુ તે પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળ (alumni) દ્વારા આ 30 સભ્યો નિયુક્ત થાય છે. આ યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓ પૈકી કેટલીક કેમ્બ્રિજ, કેટલીક બૉસ્ટન અને કેટલીક મૅસેચૂસેટ્સ રાજ્યના અન્ય ભાગોમાં અને કેટલીક સંસ્થાઓ કૉલોરાડો, ક્યૂબા અને દક્ષિણ આફ્રિકામાં છે. યુનિવર્સિટી આર્થિક અને શૈક્ષણિક રીતે સંપૂર્ણ સ્વાયત્ત છે, રાજ્યાશ્રિત નથી. યુનિવર્સિટી 4,938 એકરના વિસ્તારમાં આવેલી છે.
આજે આ યુનિવર્સિટીમાં 2,497 તબીબી વિદ્યાશાખા સિવાયના અને 10,674 તબીબી વિદ્યાશાખાના અધ્યાપકો છે. શૈક્ષણિક વર્ષ 2006–07માં પૂર્વસ્નાતક–કક્ષાના 6,715; સ્નાતક-કક્ષા અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોના 12,424; વિસ્તરણ(extension)ના 975 વિદ્યાર્થીઓ મળી કુલ 20,042 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

યુનિવર્સિટીના કુલચિહન-પ્રતીકમાં ધ્યેયમંત્ર VERITAS છે જે લૅટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ TRUTH – સત્ય છે. યુનિવર્સિટીના ગ્રંથાલયમાં 15.5 લાખ ગ્રંથો છે. વર્ષ 2006–07માં યુનિવર્સિટીની આવક 30 અબજ ડૉલર અને ખર્ચ પણ 30 અબજ ડૉલર હતું. વર્ષ 2006 સુધીમાં યુનિવર્સિટીનું નાણાભંડોળ 292 અબજ ડૉલર હતું.

યુનિવર્સિટીના હયાત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ(alumni)ની સંખ્યા 2,70,000 છે. યુનિવર્સિટીના ભૂતપૂર્વ અને હયાત અધ્યાપકોમાંથી 43ને નોબેલ પુરસ્કાર એનાયત થયા છે.

વર્લ્ડ સ્કોલર્સ હબની વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીઓની યાદી – 2021 મુજબ

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, યુનાઇટેડ સ્ટેટ્સ
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, યુએસએ
હાર્વર્ડ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
કેમ્બ્રિજ યુનિવર્સિટી, યુ.કે.
કેલ્ટેક, યુનાઇટેડ સ્ટેટ્સ
ઑક્સફર્ડ યુનિવર્સિટી, યુકે
યુનિવર્સિટી કોલેજ લંડન, યુકે
સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, સ્વિટ્ઝર્લૅન્ડ
શાહી ક Collegeલેજ લંડન, યુકે
શિકાગો યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
પ્રિન્સટન યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી, સિંગાપોર
સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી
ઇપીએફએલ, સ્વિટ્ઝર્લ .ન્ડ
યેલ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
કોર્નેલ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
પેન્સિલવેનિયા યુનિવર્સિટી, યુનાઈટેડ સ્ટેટ્સ
એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે.
કોલંબિયા યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
કિંગ્સ કોલેજ લંડન, યુકે
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા
મિશિગન યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
સિંઘુઆ યુનિવર્સિટી, ચીન
ડ્યુક યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
હોંગકોંગ યુનિવર્સિટી, હોંગકોંગ, ચીન
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે, યુનાઇટેડ સ્ટેટ્સ
યુકેની માન્ચેસ્ટર યુનિવર્સિટી
મેકગિલ યુનિવર્સિટી, કેનેડા
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ, યુનાઇટેડ સ્ટેટ્સ
ટોરોન્ટો યુનિવર્સિટી, કેનેડા
Ecole Normale Superieure de Paris, France
જાપાનની ટોક્યો યુનિવર્સિટી
સિઓલ નેશનલ યુનિવર્સિટી, દક્ષિણ કોરિયા
હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, હોંગકોંગ, ચીન
ક્યોટો યુનિવર્સિટી, જાપાન
લંડન સ્કૂલ Economફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ, યુકે
પેકિંગ યુનિવર્સિટી, ચીન
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિએગો, યુનાઇટેડ સ્ટેટ્સ
બ્રિસ્ટોલ યુનિવર્સિટી, યુ.કે.
મેલબોર્ન યુનિવર્સિટી, ઑસ્ટ્રેલિયા
ચીનની ફુદાન યુનિવર્સિટી
હોંગકોંગની ચાઈનીઝ યુનિવર્સિટી, હોંગકોંગ, ચીન
બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટી, કેનેડા
Universityસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટી
ન્યુ યોર્ક યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
કોરિયા એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, દક્ષિણ કોરિયા
ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયા
બ્રાઉન યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી, ઑસ્ટ્રેલિયા
વૉરવિક યુનિવર્સિટી, યુ.કે.
યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન, યુનાઇટેડ સ્ટેટ્સ
ઇકોલે પોલિટેકનિક, ફ્રાન્સ
હોંગકોંગની સિટી યુનિવર્સિટી, હોંગકોંગ, ચીન
ટોક્યો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જાપાન
એમ્સ્ટરડેમ યુનિવર્સિટી, નેધરલેન્ડ્સ
કાર્નેગી મેલોન યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
વૉશિંગ્ટન યુનિવર્સિટી, યુનાઈટેડ સ્ટેટ્સ
મ્યુનિકની ટેકનિકલ યુનિવર્સિટી, જર્મની
શાંઘાઈ જિયાઓટોંગ યુનિવર્સિટી, ચીન
ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, નેધરલેન્ડ
ઓસાકા યુનિવર્સિટી, જાપાન
ગ્લાસગો યુનિવર્સિટી, યુકે
મોનાશ યુનિવર્સિટી, Australiaસ્ટ્રેલિયા
યુનાઇટેડ સ્ટેટ્સના અર્બાના-ચેમ્પેન ખાતેની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ
ઑસ્ટિન, યુનાઇટેડ સ્ટેટ્સમાં યુનિવર્સિટી ઓફ ટેક્સાસ
મ્યુનિક યુનિવર્સિટી, જર્મની
નેશનલ તાઇવાન યુનિવર્સિટી, તાઇવાન, ચીન
જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, યુનાઇટેડ સ્ટેટ્સ
હાઈડેલબર્ગ યુનિવર્સિટી, જર્મની
લંડ યુનિવર્સિટી, સ્વીડન
ડરહામ યુનિવર્સિટી, યુકે
તોહોકુ યુનિવર્સિટી, જાપાન
યુનિવર્સિટી ઓફ નોટિંગહામ, યુનાઇટેડ કિંગડમ
સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટી, યુકે
યુનાઇટેડ સ્ટેટ્સના ચેપલ હિલ ખાતે યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના
કેથોલિક યુનિવર્સિટી ઓફ લ્યુવેન, બેલ્જિયમ, બેલ્જિયમ
ઝુરિચ યુનિવર્સિટી, સ્વિટ્ઝર્લૅન્ડ
ઓકલેન્ડ યુનિવર્સિટી, ન્યૂઝીલેન્ડ
બર્મિંગહામ યુનિવર્સિટી, યુનાઈટેડ કિંગડમ
પોહાંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, દક્ષિણ કોરિયા
યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ, યુનાઇટેડ કિંગડમ
બ્યુનોસ એરેસ યુનિવર્સિટી, આર્જેન્ટિના
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસ, યુનાઇટેડ સ્ટેટ્સ
યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન, યુ.કે
ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
બોસ્ટન યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
રાઇસ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
હેલસિંકી યુનિવર્સિટી, ફિનલેન્ડ
પરડ્યુ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
યુનિવર્સિટી ઓફ લીડ્ઝ, યુનાઇટેડ કિંગડમ
આલ્બર્ટા યુનિવર્સિટી, કેનેડા
પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટી, યુનાઇટેડ સ્ટેટ્સ
જીનીવા યુનિવર્સિટી, સ્વિટ્ઝર્લૅન્ડ
રોયલ સ્વીડિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સ્વીડન
યુપ્પસલા યુનિવર્સિટી, સ્વીડન
કોરિયા યુનિવર્સિટી, દક્ષિણ કોરિયા
ટ્રિનિટી કોલેજ ડબલિન, આયર્લેન્ડ
યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ ચાઈના (યુએસસીટી).