ગાંધીનગર, 26 મે 2021
કોરોનાના જીવાણુંઓ શરદી, ખાંસી, ફેફસાની બિમારી કરે છે. કોનોકાર્પસ ઝાડ વર્ષોથી અસ્થમા, શરદી અને ખાંસીનું કારણ છે. પણ ગુજરાતના ઘણાં શહેરોમાં વિદેશી કોનોકાર્પસ ઝાડ થોડા વર્ષોછી શોભા માટે મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ રિવરફ્રંટની સિમેન્ટ કોંક્રિટની દિવાલો ગરમ થઈ જતી હોવાથી ત્યાં ઉગાડવામાં આવ્યા છે. જે શહેર માટે મોટું જોખમ બની શકે છે. ફાર્મ હાઉસ અને ખેડૂતો પણ પોતાના ખેતરના શેઢે ઉગાડવા લાગ્યા છે.
તબીબી વિજ્ઞાન તેને સમર્થન કરે છે. આમ છતાં, અમદાવાદના રિવરફ્રંટ પર તેને મોટા પ્રમાણમાં વાવીને શોભામાં અભિવૃધ્ધિ કરવામાં આવી છે. સોસાયટીઓમાં બિલ્ડરો દ્વારા આ વૃક્ષો મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવી રહ્યા છે. સપ્તપર્ણી કે, છાતિમ ન ઉગાડવા માટે લોકો કહી રહ્યાં છે.
વાવેતરને કારણે ગેરફાયદાઓ છે, જ્યારે અધિકારીઓ લાભની ગણતરી કરી રહ્યા છે. કારણ કે તે સુંદર લાગે છે, તેને કોઈ પ્રાણીઓ ખાતા નથી. ઓછા પાણીની જરૂર પડે છે. ખર્ચાળ નથી. ઝડપથી થાય છે. લીલા હરિયાળા કાયમ રહે છે.
અમદાવાદ સબરમતી રિવરફ્ંટના નહેરૂ પુલથી કામ હોટેલ સુધી બનેલી આરસીસીની 100 મીટરની દિવાલો ઠંડી રાખવા માટે કોનોકારપસ વૃભો 2019માં લગાવવામાં આવ્યા છે. આખા રિવરફ્ંટને ઈકોફ્રેંડલી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહેર જેવી નદીમાં ચારેબાજુ લવાવવા માંગે છે.
લીલોછમ રાખવાના સ્પન્નમાં લોકોને શ્વાસની બિમારીમાં ધકેલી દેશે એવું જણાય છે.
સાંજના સમયે લોકો અહીં આવે છે ત્યારે ખુબ ગરમી કે બફારો આ દિવાલો તપવાના કારણે અનુભવે છે. અકળામણ લોકોને થતી હતી. પણ તેનાથી જોખમી કામ નવા વૃક્ષોથી થઈ રહ્યું છે.
25 ફૂટ સુધી થતાં ઊંચા કોનોકારપસ વૃક્ષવિષમ વાતાવરણમાં 52 ડિગ્રી ગરમી સહન કરી શકે છે.
હર્બલ દવા બનાવવા માટે વપરાય છે. તેની ગંધ ખૂબ જ તિવ્ર છે. બગીચામાં એક કે બે છોડ હોય તો તેમાંથી કોઈ નુકસાન થતું નથી. સંખ્યા ખૂબ વધારે હોય તો તે બગીચાને અથવા તેની આસપાસના લોકોને નુકસાન પહોંચાડે છે. આનાથી અસ્થમા જ નહીં, શરદી-ખાંસી તેમજ એલર્જીનું જોખમ પણ વધે છે. ગામડાઓમાં એવી માન્યતા પણ છે કે જો સગર્ભા સ્ત્રી છોડની નીચે બેસે તો તેનું કસુવાવડ થાય છે. આથી તેને રાક્ષસી વૃક્ષ કે ડેવિલ ટ્રી તરીકે હવે ઓળખાવા લાગ્યું છે.
લોકો તેને ઉખેડીને તેના સ્થાને પીપળો, ઉમરો, વડ કે એવા વૃક્ષો ઉગાડે છે જેથી કોરોનામાં તેનાથી વધારે પ્રાણવાયુ આપે છે. નામ આપવામાં આવ્યું છે.
પરાગ રજકણો રોગોનું કારણ બને છે
શિયાળાની ઋતુમાં ફૂલો, પરાગ રજકણો બહાર આવે છે, જે આખા વિસ્તારમાં ફેલાય છે. ત્યારબાદ આ પરાગ રજકણ શરદી, ખાંસી, અસ્થમાનું કારણ બને છે. કોઈ પણ જાતના વૃક્ષની પરાગ રજ અસ્થમા-એલર્જીનું કારણ બને છે. અસ્થમા-એલર્જીના મોટાભાગના દર્દીઓ વસંત ઋતુમાં વધારે પીડાય છે. તેથી લોકો પરાગ રજકણો પર મીઠું નાંખેલું પાણી રેડે છે.
ગુજરાતના વન વિભાગે હજું કોઈ ભલામણ કરી નથી પણ છત્તીસગ ફોરેસ્ટ ડ્રગ બોર્ડે મેન્ગૃવ્ઝ પ્રકારના આફ્રિકન આ વૃક્ષથી થતાં નુકસાનથી વાકેફ કર્યા છે. ઉદેપુર લેકસિટીમાં કોનોકારપસ વૃક્ષો લોકોએ જ ખેડીને ફેંકી દીધા હતા. આંદોલન કર્યું હતું. તે ખારા પાણીમાં પણ ઉગી શકતું હોવાથી બંગાળનું રાજ્ય વૃક્ષ છે. કરાચીમાં તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.