દિલીપ પટેલ, અમદાવાદ
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ?
પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું ?
કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે.
સુરતના સામાજીક અગ્રણી મહેશ સવાણી રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પાટીલે કહ્યું કે, કોઇ ઉદ્યોગપતિ જયારે રાજકારણમાં જોડાઇ છે ત્યારે પોતાના રાગ દ્વેષ કે કામ કરાવવાના આશયથી જોડાતા હોય છે, જયારે કાર્યકાર કે રાજનેતા પોલીટીકલ એકટીવ માટે જોડાતા હોય છે. કોઇ પણ પક્ષ ચૂંટણી લડવાના ઇરાદાથી જ ઉભો થતો હોય છે, એ સ્વાભાવિક છે, પરંતું એક રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિમાં ફરક હોય છે. ઉદ્યોગપતિ રાજકારણમાં એટલા માટે જોડાય છે કે તેના રાગ દ્રેષ કે કામ કરાવવાનો ઇરાદો હોય છે, જયારે એક કાર્યકર્તા કે રાજનેતા પોલીટીકલ એકટીવીટી માટે રાજકારણમાં જોડાતા હોય છે.
1985માં એવો સમય હતો કે ભાજપના નેતાઓ સાયલકમાં ફરતાં હતા તે હવે બીએમડબલ્યુ કારમાં ફરતા થઈ ગયા છે. પાટીલ કહે છે કે ઉદ્યોપતિઓએ રાજકારણમાં ન જવું જોઈએ. પણ રાજકારણીઓ જ ઉદ્યોગપતિ બની રહ્યાં છે.
પાટીલ ભલે ઉદ્યોપતિઓ સાથે બેસતા હોવા છતાં તેની વિરૂદ્ધનું નિવેદન કર્યું હોય, પરંતું ભાજપમાં ઉદ્યોગપતિઓ જ છે. બિલ્ડરો છે. વેપારીઓ છે. તે શું બધા પોતાના કામ કરવા જોડાયા છે એવો મતલબ પાટીલનો નિકળે છે.
પાટીલ તમારી પાસે 46 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા ? તમે પોતે જ ઉદ્યોગપતિ છો.
નવસારી બેઠકના ભાજપના સાંસદ સી.આર. પાટીલની રૂ.46.59 કરોડની સંપત્તિ છે. જેમણે કમાયેલી અને પત્નીને આપેલી રૂરિયા 24.80 કરોડની સંપત્તિ છે. પરિવારના નામે રૂા. 69.38 લાખની જંગમ મિલકતો છે. પાટીલ તો એક કોન્સ્ટેબલ હતા. તો પણ આટલી સંપત્તિ તેમની પાસેથી ક્યાંથી આવી. શું તેનો આવકવેરો ભરેલો છે. આવા તેમની સામે પ્રશ્નો છે. કેન્દ્ર અને ગુજરાત ભાજપ સરકારે તેમની સામે અપ્રમાણસરની મિલકતો અંગે તપાસ કરીને ભાજપ ભ્રષ્ટ નથી શુદ્ધ છે એવું સાબિત કરવું જોઈએ. પોતાની અભિષેક ઇન્ફ્રા પ્રા. લિ. કંપની કઈ રીતે ઊભી કરી હતી.
સુરતના ઉદ્યોગપતિ અને પિતાવિહોણી 4 હજાર દીકરીઓને કન્યાદાન કરનાર કર્મનિષ્ઠ એવા મહેશ સવાણીને ભાજપ 2019માં ટિકિટ આપવાનો હતો. સુરતના નેતાના કહેવાથી 12 ધારાસભ્યોએ વિરોધ કરતાં તે આપવામાં આવી ન હતી. મહેશભાઇ સવાણી 2007થી ભાજપની સાથે હતા.
ઉદ્યોપતિઓ સાથે પાટીલ રોજ સુરતમાં બેસે છે. રૂપાણી રોજ ઉદ્યોગપતિઓને મળે છે. હવે ભાજપ ઉદ્યોગપતિઓને ખોટા ચિતરી રહ્યાં છે. મારવાડી ટેક્સટાઈલ ઉદ્યોગપતિ એવા પાટીલના મિત્ર આપમાં મળવા ગયા હતા. તેઓ શા માટે મળવા ગયા હતા. ઉદ્યોગકારોને પ્લાંટ કરવામાં આવી રહ્યાં છે. ઉદ્યોગપતિઓ અંગે નિરાશનક નિવેદન પાટીલનું છે. પાટીલ પોતે જમાદાર હતા એટલે હવે પોતે જમાદાર બની રહ્યાં છે. કાર્યકરોને જાહેરમાં ખખડાવે છે અને ઉદ્યોગપતિઓને પક્ષમાં લાવે છે અને તેમની સાથે ખાનગીમાં મળે છે. આપનું ધ્યાન રાખી રહ્યાં છીએ. એવું કહીને તેઓ જમાદાર સાબિત થઈ રહ્યા છે.
રૂપાણીના વીજ પ્રધાન અને પાટીલના ખાસ માણસ સૌરભ પટેલ સૌથી મોટા ઉદ્યોગપતિ છે.
ભાજપના મુખ્ય પ્રધાન ઉદ્યોગપતિ
ગુજરાતના તેરમા મુખ્ય મંત્રી તરીકે દિલીપ પરીખ હતા. તેઓ ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ, ભાજપના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ, કંડલા પૉર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી, સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રના ડિરેક્ટર તેમજ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બરમાં અને ફિક્કીમાં ડિરેક્ટર તરીકે હતા. મૂળ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અને પાછા ઉદ્યોગપતિ હતા. ભાજપમાં તેમને શંકરસિંહ વાઘેલા લાવ્યા હતા.
ડોન દ્વારા ભાજપ પાસેથી ખંડણી માંગી
અન્ડર વર્લ્ડ ડોન રવિ પુજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ એવા ધારાસભ્યો સહિત 20 લોકો પાસે કરોડોની ખંડણી માંગી હતી. જેમાં ખાસ કરીને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને બિમલ શાહ અને પુંજા વંશ સહિત અમદાવાદના 12 વ્યક્તિનો સમાવેશ થાય છે. આ બધા ભાજપ સાથે જોડાયેલા છે. ઉપરાંત અમૂલ ડેરીના એમ.ડી.ને પણ ફોન કરીને કરોડોની ખંડણી માંગીને ધમકી આપી હતી.
રોહિત પટેલ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને ગુજરાત સરકારમાં ખાણખનીજ મંત્રી પણ રહી ચૂક્યા હતા. તેઓ મિલસન્ટ ઘરઘંટીના માલિક હતા અને તેમની આ બ્રાન્ડ ઘણી લોકપ્રિય છે.
ભાજપના સાંસદ બળવંતસિંહ જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓએ પણ ૨૦૧૨થી ૨૦૧૭ની ટર્મ દરમિયાન ધારાસભ્ય તરીકેનો પગાર લીધો નથી.
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ભાઇ ધોળકિયા અને પાટીલ સંઘ સાથે જોડાયેલા છે. ધોળકિયાએ રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. બન્નેનું એક જ ગોત્ર છે.
ગુજરાતના ધારાસભ્યો પાસે કેટલી સંપત્તિ છે, તે ઉદ્યોગોની જ છે
2018માં 26 લોકસભાના સાંસદો, 11 રાજ્યસભાના સાંસદો અને દેશના 257 ધારાસભ્યોની સંપત્તિમાં બેફામ વધારો થયો છે. કેટલાકની સંપત્તિ તો 500 ગણી વધી ગઈ છે. CBDTએ જાહેર કર્યું હતું કે 7 સાંસદો અને 98 ધારાસભ્યો વિરુદ્ઘ તપાસ ચાલી રહી છે. આવા નેતાઓના નામ અને તપાસની વિગતો સીલ કવરમાં કોર્ટને સોંપી હતી.
ગુજરાતમાં ધારાસભ્ય બનીને ઉદ્યોગપતિ બની જવાય છે.
5 વર્ષમાં સંપત્તિમાં વધારો થઈ જાય છે.
ગુજરાતની 2012ની ચૂંટણી વખતે ધારાસભ્યો પાસે જે સંપત્તિ હતી, તે 2017ની ચૂંટણીમાં તેમાં જંગી વધારો થયો હતો. રાજકારણ તો ઉદ્યોગપતિ બનવા કરતાં પણ નફો આપતું ક્ષેત્ર છે. જ્યાં મૂડી રોકાણ વગર લોકો પાસેથી કાળા નાણાં પડાવવાની ફેક્ટરી બની જાય છે.
હાલમાં ભાજપમાં 80 ટકા ઉમેદવારો કરોડપતિ છે. ધારાસભ્યોને પૈસા સિવાય કશું દેખાતું નથી. ભાજપના નેતાઓની મિલકતોના આંકડા આંખ પહોળી કરી દે તેવા છે. ધારાસભ્યો પ્રજાની સેવા કરવા નહીં પણ પોતાની મિલકત વધારવા માટે આવે છે એવું પાંચ વર્ષના સરવૈયા પરથી સાબિત થાય છે.
ભાજપના લાઠીના ઉમેદવાર ગોપાલ વસ્તરપરા પાસે રૂ.65 કરોડની સંપત્તિ હતી.
પાંચ વખત ચૂંટાયેલા અને છઠ્ઠી વખત અમરેલી ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડ પાસે રૂ.24.61 કરોડની સંપત્તિ છે. તે તો ખેડૂત પુત્ર ગણાવે છે તો આટલા પૈસા ક્યાંથી આવ્યા.
ધારી ભાજપના દિલીપ સંઘાણીની મિલકત 2012માં રૂ.8 કરોડ હતી જે 5 વર્ષમાં વધીને રૂ.9.63 કરોડ થઈ હતી.
રાજુલા ભાજપના નેતા હિરા સોલંકીએ 2012માં રૂ.34 કરોડ સંપત્તિ જાહેર કરી હતી તે વધીને 2017માં રૂ.46 કરોડ થઈ ગઈ હતી. આ પૈસા ક્યાંથી આવ્યા તે પાટીલે જાહેર કરવું જોઈએ. ઉદ્યોગપતિ વગર આટલા પૈસા કોઈ કમાઈ શકે નહીં.
પોરબંદર ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાએ 2012માં રૂ.13 કરોડની સંપત્તિ હતી તે એકાએક ઘટીને 2017માં રૂ.18 કરોડ થઈ ગઈ હતી. 5 વર્ષમાં 5 કરોડનો સંપત્તિ ઘટી ગઈ હતી. આ પૈસા ખેતીમાંથી તો આવ્યા નથી. તેઓ પોરબંદરના મોટા ઉદ્યોગપતિ છે.
તેની સામે પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા પાસે પોતાની કાર નથી, પણ સંપત્તિ રૂ.2.55 હતી. તો ભાજપના નેતાઓ પાસેથી આટલા પૈસા આવે છે ક્યાંથી. તેઓ ઉદ્યોગપતિ, વેપારી, બિલ્ડર હોય છે.
માણાવદરના ભાજપના પ્રધાન જવાહર ચાવડા પાસે રૂ.24 કરોડ મિલ્કત છે. તેઓ ખાણોનો ઉદ્યોગ ધરાવે છે, બીજા અનેક ધંધા તેઓ કરે છે.
માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર નિતીન ફડદુ પાસે રૂ.6 કરોડની મિલ્કતો હતી.
વિસાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડીયા પાસે રૂ.2.24 કરોડની મિલ્કત હતી.
રૂપાણીના માછલા પ્રધાન પરસોત્તમ સોલંકી પાસે રૂ.36.21 કરોડની સંપત્તિ છે.
ભાજપના ભાવનગરના ધારાસભ્ય અને મહિલા વિભાગના પ્રધાન વિભાવરી દવે પાસે રૂ.3 કરોડની સંપત્તિ હતી. તે કયાંથી આવતી તે જાહેર કર્યું નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી કે વિધાનસભાએ ધારાસભ્યો કરોડપતિ કઈ રીતે બન્યા તેની ખરાઈ કરી નથી.
ચૂંટણી પંચે પણ માની લીધું છે કે ધારાસભ્યએ જાહેર કરેલી સંપત્તિ બરાબર છે તેથી તેમણે પણ કોઈ તપાસ કરી નથી.
પણ હકીકત એ છે કે, વિજય રૂપાણી સરકારના વન પ્રધાન ગણપત વસાવા સામે વધુ સંપત્તિ હોવાની ફરિયાદ થઈ છે. તેમ છતા તે અંગે આજ સુધી કોઈ તપાસ થઈ નથી. વળી ભાજપના એક પ્રધાનની 72 જેટલી સંપત્તિ વિદેશમાં છે છતાં તેમણે સોગંદનામામાં તે અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. આમ જે ધારાસભ્યોએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી તે ખરેખર સાચી છે કે નહીં તે અંગે કોઈ તપાસ થઈ નથી. તેનો સીધો મતલબ કે કોઈ ઉદ્યોગપતિનું નાક કોઈ પણ નેતા દબાવીને તેને ત્યાં દરોડા પડાવે છે. પણ ધારાસભ્યો પાસે કરોડોની સંપત્તિ અને અબજોનું કાળું નાણું હોવા છતાં તપાસ થતી નથી.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જો ખરેખર પ્રમાણિક હોય તો આ તમામ ધારાસભ્યો કે જે ઉદ્યોગપતિ બની ગયા છે તેમના અબજોના કાળા નાણાની તપાસ કરવી જોઈએ. તેમના 113 ધારાસભ્યો પાસે ખરેખર કેટલી સંપત્તિ છે તે જાહેર કરવું જોઈએ.
કારણ કે તેમના પક્ષના પ્રમુખ પાટીલ કહી રહ્યાં છે કે ઉદ્યોગપતિઓ પોતાના કામો કરાવવા માટે રાજકારણમાં આવે છે.
ગુજરાતની 2012ની ચૂંટણી વખતે ધારાસભ્યો પાસે જે સંપત્તિ હતી તે 2017ની ચૂંટણીમાં તેમાં જંગી વધારો થયો છે. ભાજપમાં 80 ટકા ઉમેદવારો કરોડપતિ છે અને કોંગ્રેસના 73 ટકા કરોડપતિ છે. ગરીબ ઉમેદવારો હવે ભાજપને પસંદ નથી.
સત્તા અને સંપત્તિ માટેની ચૂંટણી બની ગઈ છે. પણ પ્રજાની હાડમારી વધી છે. લોકો આર્થિક રીતે કંગાળ બન્યા છે. પણ મોટા ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીની મિલકતો અને નફો વધ્યા છે. પણ પ્રજા ગરીબ બની રહી છે. આ પૈસા ઉદ્યોગપતિઓ અને ગુજરાતના 1 લાખ જેટલાં રાજકારણીઓ પાસે પગ કરી રહ્યાં છે.
કરોડપતિ ધારાસભ્યો
182 નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી 141 (77 ટકા) કરોડપતિ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 ધારાસભ્યોમાંથી 134 (74%) ધારાસભ્યો કરોડપતિ છે.
ભાજપના 113 ધારાસભ્યોમાંથી 97 ધારાસભ્યો કરોડપતિ છે. પણ ગરીબ ધારાસભ્ય કોઈ નથી.
સરેરાશ મિલકતો:
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ વિધાનસભા દીઠ સરેરાશ સંપત્તિ રૂ. 8.46 કરોડ, 2012 માં, સરેરાશ અસ્કયામતોના વિશ્લેષકોનું મૂલ્યાંકન રૂ. 8.03 કરોડ હતું. તે પ્રમાણે ધારાસભ્યો વધું ધનવાન થયા છે.
પક્ષ પ્રમાણે ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ :
ભાજપના 100 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 10.64 કરોડ, કોંગ્રેસના 76 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 5.85 કરોડ છે, 2 ભારતીય આદિજાતિ પક્ષના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 2.71 કરોડ અને 3 સ્વતંત્ર ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 53.86 લાખ.
10 કરોડથી વધુ સંપત્તિ ધરાવતાં 56 ધારાસભ્યો
182 ધારાસભ્યોની સંપત્તિનો મામલો પણ નવાઈ પમાડે તેવો છે. 47 ટકા ધારાસભ્ય કરોડપતિ છે. રૂ.20 લાખની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 4 છે, રૂ.20 લાખથી એક કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 37 છે. એક કરોડથી પાંચ કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 85, પાંચ કરોડથી 10 કરોડ સુધીની સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 23 અને 10 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા ધારાસભ્યોની સંખ્યા 33 છે.
141 કરોડપતિ
ગુજરાતનાં 182માંથી 141 ધારાસભ્યો કરોડપતિ છે. 77 ટકા ધારાસભ્યોએ સૌગંદનામું રજૂ કરી પોતે કરોડપતિ હોવાના પ્રમાણ આપ્યા છે. કરોડપતિ ધારાસભ્યોની યાદીમાં ભાજપના 99માંથી 84, કોંગ્રેસનાં 77માંથી 54, ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં 2, એનસીપીના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે.
આ આંકડો માત્ર ગુજરાતનો જ છે પરંતુ સમગ્ર દેશના ધારાસભ્યોના આંકડાની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવી શકે એમ છે.
રૂપાણીએ પોતાના ધારાસભ્યોની સંપત્તિની તપાસ કરવા માટે નાગરિકોની બનેલી તટસ્થ સમિતિ નિયુક્ત કરીને પાટીલના નિવેદનને તેમણે પડકારવું જોઈએ.
75 ધારાસભ્યો કરોડપતિ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 75 જેટલા ધારાસભ્યો કરોડપતિ હતા તે 5 વર્ષ પછી 141 ધારાસભ્યો એવા છે કે જે કરોડપતિ છે. જેમની સંપત્તિ કરોડોમાં થવા જાય છે. એક સમય હતો કે રાજ્યમાં કરમશી મકવાણા જેવા ગરીબ ઉમેદવારોને લોકો ખોબો ભરીને મત આપતા હતા આજે એવું નથી. સ્વચ્છ અને પ્રામાણિક ઉમેદવારો ચૂંટણીમાં વિજયી બનતા નથી પરંતુ આ એક ભૂતકાળ બની ગયો છે.
38 ટકા કરોડપતિ ઉમેદવારો હતા
2017માં ચૂંટણી થઈ ત્યારે જે ઉમેદવારો હતા તેમાં શ્રીમંત ઉમેદવારોને પસંદગી કરવાની દ્રષ્ટિએ આ સંખ્યા 41 ટકા થવા જાય છે. તેવી જ રીતે જે બેઠકો પરથી તેઓ લડ્યા હતા તેવા બીજા ક્રમના કરોડપતિ ઉમેદવારોની ટકાવારી 38 ટકા અને ત્રીજા ક્રમના ધનવાન ઉમેદવારોની ટકાવારી 12 ટકા જેટલી થવા જાય છે. જ્યારે ચોથા ક્રમે શ્રીમંત ઉમેદવારો અને તેનાથી ઓછા હોય તેની ટકાવારી ફક્ત બે ટકા જેટલી થવા જાય છે.
જે શ્રીમંત હોય તેને જીતની શક્યતા વધારે
ઉપરના આંકડા ઉપરથી જાણવા મળે છે કે ઉમેદવાર જેટલા ધનવાન હોય એટલી તેની જીતવાની સંભાવના વધી જાય છે એવું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસનો રિપોર્ટ જણાવે છે. આ રિપોર્ટના આધારે જોઈએ તો જેઓ લાખોપતિ કે કરોડપતિ નથી તેમની જીતવાની શક્યતાઓ ઘટી ગઈ છે.
ગરીબ અને દેવાદાર
ચૂંટણી લડવા માટે લઘુત્તમ સંપત્તિની કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. ગુજરાત વિધાનસભા ઈલેક્શનમાં આ વખતે 35 ઉમેદવારો દેવાદાર હતા જ્યારે 190 ઉમેદવારો એવા હતા જેમની સંપત્તિ રૂ. એક લાખ કરતા ઓછી હતી જો કે, તેમાંથી કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જીતી શક્યો નથી.
373 કરોડપતિ ઉમેદવારો હતા
2017માં બીજી બાજુ 373 કરોડપતિ ઉમેદાવારોએ ચૂંટણી લડી હતી જેમાં 136 ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. જે ઉમેદવારની સંપત્તિ 50 લાખથી એક કરોડની વચ્ચે છે એમની જીતની ટકાવારી 13.13 ટકા થાય છે. જ્યારે એક લાખથી 50 લાખ સુધીની સંપત્તિ ધરાવતા ઉમેદવારો ફક્ત 1.94 ટકા જીત મેળવી શક્યા છે.
પ્રધાનોના ગુના કે સંપત્તિ સામે તપાસ નહીં
40% મંત્રીઓ સામે ફોજદારી કેસો નોંધાયેલા છે. જ્યારે 84% મંત્રીઓ(21) કરોડપતિ છે. 25માંથી 10 (40%) મંત્રીઓ સામે ફોજદારી કેસો થયેલા છે. તેમાંથી 5 મંત્રીઓ સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ અને ધાડ જેવા ગંભીર ફોજદારી કેસો થયેલા છે. 25માંથી 21 કરોડપતિ છે. 25 મંત્રીઓની એવરેજ એસેટ 7.81 કરોડ છે.
પરષોત્તમ સોલંકી 37.61 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે સૌથી ધનિક મંત્રી છે. વલ્લભ કાકડિયા 28 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા અને રોહિત પટેલ 23 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. નવા મુખ્યમંત્રી રૂપાણીની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની કુલ સંપત્તિ 9 કરોડ રૂપિયા છે.
ગરીબ નેતા
23.76 લાખ રૂપિયાની કુલ સંપત્તિ સાથે શબ્દશરણ તડવી સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી છે. કુલ 18 મંત્રીઓએ તેમની જવાબદારીઓ (દેવા)ની વિગતો જાહેર કરી છે, જેમાંથી જયેશ રાદડિયાના માથે સૌથી વધુ 7.94 કરોડ રૂપિયાનું દેવું છે.
રૂપાણીના પ્રધાન જવાહર ચાવડા પાસે રૂ.24 કરોડ મિલ્કત છે.
માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર નિતીન ફડદુ પાસે રૂ.6 કરોડની મિલ્કતો છે.
પરસોત્તમ સોલંકીપાસે રૂ.36.21 કરોડની સંપત્તિ હતી.
ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ હીરા ગજેરા પાસે રૂ.29 કરોડની સંપત્તિ છે.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઉમેદવારોએ જાતે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. જેમાં ખરેખર તેના શોગંદનામાં સાચા છે કે નહીં તેની તપાસ ચૂંટણી પંચ, ગુજરાત વિધાનસભા, વિજીલંસ કમિશન કે આવકવેરા વિભાગ દ્રારા હજું સુધી થઈ નથી. ધારાસભ્યો ચૂંટાયા તેને 4 વર્ષ પુરા થયા છે. છતાં રૂપાણીએ ધારાસભ્યોની સંપત્તિ અંગે તપાસ કરી નથી. આવકવેરા વિભાગે આ ધારાસભ્યોને પૂછ્યું પણ નથી કે તેમની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા.
2017માં ફરીથી ચૂંટાયેલા 81 ધારાસભ્યોની સંપત્તિમાં ગઈ એફિડેવિટની સરખામણીએ 45 ટકા એટલે કે દરેકની સરેરાશ 3.3 કરોડનો વધારો થયો છે.
ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ અંગે તપાસ સમિતિ નિયુક્ત કરીને તપાસ જ કરી નથી. જ્યારે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પર રૂપાણીની સરકાર દરોડા પડાવે છે.
વિધાનસભામાં 1 ધારાસભ્ય ભણેલા નથી. 7 પાસે થોડુ ગણુ ભણતર છે. 7 ધારાસભ્ય પાંચ ધોરણ સુધી ભણેલા છે, 15 ધારાસભ્ય 8 ધોરણ સુધી ભણેલા છે, 44 ધારાસભ્ય 10મું પાસ છે, 34 ગ્રેજયુએટ અને 23 પ્રોફેશનલ ડીગ્રીમાં ગ્રેજયુએટ છે. 9 ધારાસભ્યો પોસ્ટ ગ્રેજયુએટ્સ છે અને 3 ડોકટરેટ થયેલા છે.
રૂપાણીની સરકાર વખતે ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ ઉંમર 53 વર્ષ છે. મોટાભાગના ધારાસભ્યો 5 ધોરણથી 12 ધોરણ સુધી ભણેલા છે. આમ ભાજપ ઈચ્છે છે કે અભણ, ગુનેગાર લોકો રાજકારણમાં આવે. ઉદ્યોગપતિઓ રાજકારણમાં ન આવે. ગરીબ કાર્યકરો ભાજપમાં આવે અને તેઓ મોટા ઉદ્યોગપતિ બની જાય. ભલે પછી તેઓ કયા માર્ગે નાણાં કમાયા છે તે રૂપાણી કે પાટીલ જોવા માગતાં નથી.
ધારાસભ્યોને ખરીદવાના નાણાં ક્યાંથી આવી રહ્યાં છે.
પાટીલ ભલે એવું કહેતાં હોય તે ઉદ્યોપતિઓ પોતાના કામ કરાવવા માટે રાજકારણમાં આવે છે. પણ ભાજપે તો ગુજરાતના ઇતિહાસમાં અગાઉ આટલા મોટા પ્રમાણમાં ધારાસભ્યો ખરીદ કર્યા હોવાનું ક્યારેય બન્યું નથી. જેટલું ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સામયમાં બન્યું છે.
કોંગ્રેસના માધવસિંહ સોલંકી પછાત વર્ગોનો જ્ઞાતિવાદ શરૂ કર્યા પછી. તેમની છેલ્લી સરકાર હતી.
ગુજરાતમાં વર્ષ 1991થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે રૂપાણીના અઢી વર્ષમાં 22 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવો પર્દાફાશ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે એક વિડિયોમાં કર્યો હતો.
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે કે મને કરોડો રૂપિયાની ઓફર ભાજપે કરી છે. તેઓ ઈચ્છે છે કે કોંગ્રેસને ખતમ કરવા મને કરોડો રૂપિયાની ઓફર કરી છે. હું મન્યો નહીં પણ મારી પાસે તમામ પૂરાવા છે. જે હું જાહેર કરવાનો છું.
100 કરોડની ઓફર
કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાએ ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અને આજે ભૂતકાળમાં મારા સહિત 4 ધારાસભ્યોને ભાજપે રૂ.100 કરોડની ઓફર કરી હતી. આ વખતે હજુ સુધી કોઈએ ઓફર કરી નથી.
મુખ્ય પ્રધાને રૂ.65 કરોડમાં સોદો કર્યો
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસકો લોકશાહીની હત્યા કરવા નીકળ્યા છે. ભાજપના શાસકોએ ભ્રષ્ટાચારના જોરે કમાયેલા કરોડો રૃપિયાના સહારે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદી કરે છે. લોકશાહીના મૂલ્યોને ખતમ કરવાના હીન પ્રયાસો થઇ રહ્યા છે. પરંતુ જયાં સુધી કોંગ્રેસના કાર્યકરો અને નીતિવાન નેતાઓ હયાત છે. કોંગ્રેસ લોકશાહીને બચાવવા છેક સુધી લડી લેશે. સીએમના બંગલે 4 ધારાસભ્યોને રૂ.65 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.
ભાજપ 50 કરોડનો ઉકરડો
અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, શરમ એ વાતની પણ છે કે રાષ્ટ્રવાદની વાતો કરનારા રાજકીય પક્ષો પણ આવા ધારાસભ્યોને મોં માંગ્યા દામે ખરીદવા તૈયાર બન્યા છે. ભારતીય જનતા પાર્ટી જાણે કોઈ ગારબેજ-યાર્ડ કે આખા ગામનો ઉકરડો હોય એમ તમામ કચરો સ્વીકારવા સદા તૈયાર હોય છે. સવાલ તો એ છે કે ધારાસભ્યોને 50-50 કરોડમાં ખરીદવાના રૂપિયા ભાજપ પાસે આવે છે ક્યાંથી ? તમે તો પ્રભુ શ્રી રામના પરમભક્તો હોવાનો દાવો કરો છો, તમે તો ભારત માતાના સિપાઈઓ હોવાનો પણ દાવો કરો છો, તમે તો રાષ્ટ્રભક્તિના ઠેકેદારો પણ છો – તો તમારી પાસે કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના આ કરોડો રૂપિયા આવે છે ક્યાંથી ?
100 કરોડનું પેકેજ
ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પોસ્ટ લખીને ચોંકાવનારો આક્ષેપ કર્યો છેકે, કોંગ્રેસના ધારાસભ્ય કેટલામાં વેચાયાં છે, રૂા.100 કરોડમાં એક વેચાયાં છે કે પછી બે ધારાસભ્યો. ચૂંટણીમાં મતદારોના મતો મેળવીને ચૂંટાયેલાં પ્રતિનીધીઓ પોતાના સ્વાર્થ ખાતર પૈસામાં પોતાનું જમીર,વિચારધારા અને મતદારોનો વિશ્વાસને વેચી પક્ષપલટો કરી રહ્યાં છે ત્યારે મતદારોમાંય રોષ ભભૂક્યો છે. કોગ્રેસના બાબુભાઇ વાજાને ભાજપે ભૂતકાળમાં 100 કરોડની ઓફર કરી હતી એવો સવાલ કરતા નીતિન પટેલે ચાલતી પકડી હતી.
અગાઉ શું થયું
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના 77 ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાં ભાજપે 14 ધારાસભ્યોને ખરીદ કર્યા છે. કરોડો રૂપિયા પક્ષાંતર કરવાના ભાજપે આપ્યા છે. કારણ કે ભાજપ પાસે બેસુમાર દોલત છે. કાળુ નાણું છે. વિશ્વનો સૌથી સમૃદ્ધ પક્ષ છે. વિશ્વમાં કોઈ પક્ષ પાસે નાણાં નહીં હોય એટલા નાણાં ભાજપ પાસે છે.
પ્રજાએ ભાજપના જ્યાં ધારાસભ્યો ચૂંટીને મોકલ્યા નથી ત્યાં પક્ષ પ્રમુખ ખરીદી કરે છે. તેથી હવે કોંગ્રેસના ધારાસભ્યો ઘટીને 68 થઈ ગયા છે. તેમાંથી બીજા કેટલાંક પક્ષપલટો કરીને અને કરોડોની સોદાબાજી કરીને કે સત્તાની સોદાબાજી કરીને ભાજપને મદદ કરશે.
ડિસેમ્બર 2017થી માર્ચ 2020 સુધીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા 12 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમા 7 ધારાસભ્યો ભાજપમાંથી ચૂંટણી લડ્યા જેમાંથી 5 વિજતા બન્યા હતા. તેનો મતલબ કે લોકો હવે ધારાસભ્યોની ખરીદી ભાજપ કરે તેમાં વાંધો નથી.
છેલ્લા 27 મહિનામાં સંખ્યાની દ્રષ્ટીએ કોંગ્રેસમાંથી 9 ધારાસભ્યો ઓછા થઈ ગયા છે. જોકે એની સામે ભાજપમાં વર્ષ 2017માં 99 ધારાસભ્યો હતા જે સંખ્યા અત્યારે 103 પર પહોંચી છે.
સૌ પ્રથમ જૂલાઈ 2018માં કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા હતા. સોદાબાજી કરીને 2 કલાકમાં પ્રધાન બની ગયા હતા. ઊંઝાના આશા પટેલ, માણાવદરના જવાહર ચાવડા, મોરબીના પરસોત્તમ સાબરિયા, વલ્લભ ધારવિયા, અલ્પેશ ઠાકોર, અને ધવલ ઝાલા પક્ષપલટલો મારીને સત્તાની અને સંપત્તિની શોદાબીજી કરી હતી. ભાજપે નાણાંની કોથળી અને સત્તાની ખૂરશી ખાલી રાખી છે.
15 માર્ચ 2020ના રોજ વધુ 5 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા 27 મહિનામાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્યોની સંખ્યા 14 થઈ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા પ્રવિણ મારૂ, મંગળ ગાવિત, જે. વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને સોમા ગાંડા કોળીપટેલ પ્રજા સાથે ગદ્દારી કરીને ભાજપમાં પટલી મારી છે. શોદાબાજી કરી છે.
રૂપાણી અને અમિત શાહની ખરીદ શક્તિ વધી
2017ની ચૂંટણીમાં ભાજપે પાતળી બહુમતી મેળવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો ખરીદવાની શરૂઆત કરી હતી. સૌપ્રથમ જુલાઈ 2018માં કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસના ધારાસભ્યોનું રાજકીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાવળિયા બાદ ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ડૉ.આશા પટેલે કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ જવાહર ચાવડા, પરસોત્તમ સાબરિયા અને વલ્લભ ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું.
ત્રણ મોટા પક્ષાંતર
ઉદ્યોગપતિઓના પૈસાથી પક્ષાંતર થાય છે. ઈ.સ. 2000થી વ્યક્તિગત પક્ષાંતર વધ્યું છે. કોંગ્રેસના મહત્ત્વના નેતાઓને ભાજપ પોતાની વિરોધ વિચારધારાને સ્થાન આપી રહ્યો છે. ગુજરાતમાં ત્રણ વખત પક્ષના મોટો વિભાજન થયા છે. કોંગ્રેસના બે ભાગ થયા અને કોંગ્રેસ – ઓ અને કોંગ્રેસ – આઈ બની હતી. બીજું મોટું પક્ષાંતર ચીમનભાઈએ કર્યું હતું. જેમણે કિમલોપ પક્ષ બનાવેલો હતો. ત્રીજું સૌથી મોટું પક્ષાંતર ભાજપમાં થયું હતું. શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષ બનાવીને ભાજપનું મોટા પ્રામાણમાં ભંગાણ કર્યું હતું. ચોથું ભંગાણ કે પક્ષાંતર કેશુભાઈ પટેલે ભાજપથી અલગ થઈને નવો પક્ષ રાષ્ટ્રીય જનતા પક્ષ રચેલો ત્યારે થયું હતું. 2007માં ભાજપના વર્તમાન 15 ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો મળીને 30 નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. જે તમામ ફરી ભાજપમાં જતાં રહ્યાં છે. છેલ્લે ધીરુભાઈ ગજેરા અને રમીલા દેસાઈ હમણાં જ જોડાયા હતા. 2017માં રાજ્ય સભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં પક્ષાંતર કરેલા 14 ધારાસભ્યો હતા. જેમાંથી બે જ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના 43 ધારાસભ્યો ભાજપમાં ગયા ન હતા. હાલના જેટલાં મજબૂત પક્ષો છે તેનું મૂળ ગોત્ર તો કોંગ્રેસ જ છે. જનસંઘ-ભાજપના સ્થાપક નેતા પણ મૂળ કોંગ્રેસના જ છે.
આ વર્ષે પક્ષાંતરની 5 ધારાસભ્યો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 32 ઘટનાઓ બની છે કે જે ભાજપથી કોંગ્રેસ અને કોંગ્રેસથી ભાજપમાં ગયા હોય. આમ જ્યારથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણમાં આવ્યા છે ત્યારથી પક્ષાંતર વ્યાપક બન્યું છે. જેને ભાજપ ગૌરવ લઈ રહ્યું છે અને કોંગ્રેસ હાથ જોડીને બેરી રહ્યો છે.
130 ઘટના
આવી પક્ષાંતરની 130 ઘટના નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા પછી અને અમિત શાહ રાષ્ટ્રીય નેતા બન્યા ત્યાં સુધીમાં થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પક્ષાંતર કરાવીને કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમા લઈને ચૂંટણી જીતવાની ગંદી વ્યૂહરચના બનાની છે. જે ગુજરાતના રાજકારણની તમામ નીતિમત્તાનો છેદ ઊડાડી રહી છે. સત્તા અથવા સંપત્તિ આપીને પક્ષાંતર થઈ કરવા માટે અમિત શાહ જાણીતા છે. તેઓ ગુજરાતમાં બીજી વખત કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઈને ચૂંટણી જીતાવાની કવાયત કરી રહ્યાં છે. જો ચૂંટણી જીતે તેમ હોય તો ભાજપે આવું પક્ષાંતર કરાવવાની કોઈ જરૂર રહેતી નથી.
પક્ષાંતર ધારો નકામો
પક્ષાંતર અટકાવવા માટે કાયદો બનાવ્યો છે પણ સત્તા લાલચુઓએ તે કાયદો પૈસાના જોરે નકામો બનાવી દીધો છે. પક્ષાંતર કરાવતાં પહેલાં ધારાસભ્ય રાજીનામું આપી દે છે અને ફરીથી તે બેઠક પર પેટા ચૂંટણી લડે છે. ખરેખર તો જે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડે તેમને 6 મહિનાની સજા કરવાનો કાયદો સુધારવો જોઈએ.
આ બધા પૈસા તો ઉદ્યોગપતિઓ પાસેથી આવી રહ્યાં છે.