ગાંધીનગર, 24 નવેમ્બર 2021
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા 1965થી 5334 પ્રકાશિત અને સૂચવેલી કૃષિ પાકની જાતો છે. સુધારેલી પાકની જાતો છે જેમાં અનાજની 2,685 જાતો છે. તેલીબિયાં માટે 888, કઠોળ માટે 999, ચારા પાકો માટે 200, ફાઇબર પાકો માટે 395, અને ખાંડની 129 છે.
2020-21 દરમિયાન 17 બાયોફોર્ટિફાઇડ જાતો સહિત કુલ 172 જાતો સંકર છે. જે માન્ય કરીને વ્યાવસાયિક ખેતી માટે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારાબહાર પાડવામાં આવી છે.
જેમાં ગુજરાત માટે ઉગાડી શકાય એવી કેન્દ્રની સંસ્થા ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારાએ માન્યતા આપી છે તેવી 10 વેરાઈટી છે.
અનાજ
2020ના વર્ષમાં દેશમાં ચોખાની વધારે ઉત્પાદન આપતી 62 જાતો છે. જેમાં 2 ઘઉં, 13 મકાઈ, 4 જુવાર, 4 બાજરી જાતો બહાર પાડવામાં આવી છે. જેનો અહેવાલ હમણાં જ જાહેર કર્યો છે.
અનાજની પ્રકાશિત જાતોની યાદી
ચોખાની નવી જાત પણ માન્ય ગણવામાં આવી છે.
જીઆર 17 (સરદાર)
સિંચાઈ હેઠળ વહેલી પરિપક્વતાની સ્થિતિ માટે યોગ્ય છે. સરેરાશ ઉપજ 55.66 ક્વિન્ટલ હેક્ટરે છે. 113-115 દિવસમાં તૈયાર થઈ જાય છે. બેક્ટેરિયાના પાંદડા માટે મધ્યમ પ્રતિરોધક છે. વધુ પાન, વધુ દાણા, આવરણના સડા માટે મધ્યમ પ્રતિરોધક જાત છે. WBPH અને પાંદડાના ફોલ્ડરને મધ્યમ પ્રતિરોધક છે.
ઘઉંની એક પણ જાત ગુજરાત માટે આ વર્ષે કેન્દ્રની સંસ્થાએ માન્ય કરી નથી.
બાજરી (પુનિસેટમ ગ્લુકમ)
કેન્દ્રીય મોતી બાજરી હાઇબ્રિડ BHB-1602 (MH 2192)
મોતી શક્તિ બાજરી (GHB 1225), રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં ઉગાડી શતાય છે.
વધુ કે ઓછી ફળદ્રુપતા સાથે વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય છે. સરેરાશ 25.29 ક્વિન્ટલ હેક્ટરે ઉત્પાદન આપે છે. 76 દિવસે પાકી જાય છે. કેટલાંક રોગ માટે અત્યંત પ્રતિરોધક છે. સ્મટ, શૂટ ફ્લાય, સ્ટેમ બોરર અને ગ્રે વીવીલ, બાયોફોર્ટિફાઇડ માટે અત્યંત પ્રતિરોધક જાત છે.
જામ શક્તિ બાજરી (GHB 1129)
ખરીફ અને ઉનાળાની ઋતુ માટે યોગ્ય, બીજની સરેરાશ 29.57 ક્વીન્ટલ હેક્ટરે ઉત્પાદન આપે છે. ઉનાળામાં 53.03 ક્વીન્ટલ હેક્ટરે ઉત્પાદન આપે છે. 83 દિવસમાં પાકી જાય છે. ડાઉની માઇલ્ડ્યુ, સ્મટ અને એર્ગોટ રોગો સામે પ્રતિરોધક છે.
પશુ ચારો CSV 42 (SPV 2423), કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત માટે ઉગાડવા માટે ભલામણ કરી છે.
ખરીફ સિઝન દરમિયાન વરસાદ આધારિત ઇકોલોજી માટે યોગ્ય, સરેરાશ ઉપજ 38-39 ક્વિન્ટલ એક હેક્ટરે આપે છે. 115-118 દિવસમાં તૈયાર થઈ જાય છે. અનાજના ઘાટના રોગો માટે મધ્યમ સહનશીલ, ભેજની તંગીમાં મધ્યમ સહનશીલ છે.
મકાઈ
ગુજરાત આણંદ સ્વીટ કોર્ન હાઇબ્રિડ 11 (GASCH 11: મધુરમ) (GSCH- 0913)
રવી સિઝન દરમિયાન સિંચાઈની સ્થિતિમાં ગુજરાત રાજ્ય માટે યોગ્ય, પીળી ગીરી સિંગલ ક્રોસ સ્વીટ કોર્ન હાઇબ્રિડ, સરેરાશ તાજા લીલા કોબ્સ ઉપજ 10.71 ક્વિન્ટલ એક હેક્ટર છે. 70- 75 દિવસે પાકી જાય છે. મેડીસ લીફ બ્લાઈટ રોગ અને ચિલો પાર્ટેલસ જંતુ નાશક છે.
GAPCH-21 મહાશ્વેતા મકાઈ (IHPC-1203)
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને ગુજરાત માટે માન્ય કરી છે.
ખરીફ સીઝન માટે યોગ્ય, સરેરાશ ઉપજ 38.76 હેક્ટરે ક્વિન્ટલ છે. NEPZમાં 32.94 ક્વિન્ટલ ઉપજ છે. PZમાં 49.22 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. 91 દિવસે પાકી જાય છે. ચારકોલ રોટ રોગો સામે મધ્યમ પ્રતિરોધક છે.
લાધોવાલ પોપકોર્ન હાઇબ્રિડ 3 (LPCH 3) IMHP 1540 (હાઇબ્રિડ)
બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ (પૂર્વીય ક્ષેત્ર), ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતના ખેડૂતો માટે માન્ય કરી છે.
ખરીફ સિઝન દરમિયાન સિંચાઈની સ્થિતિ માટે યોગ્ય છે. સરેરાશ ઉપજ: NEPZમાં 31.61 ક્વિન્ટલ છે. PZમાં 43.93 કિન્ટલ અને CWZ માં 26.62 ક્વીન્ટલ ઉત્પાદન આપે છે. 85 દિવસમાં પાકી જાય છે. સાધારણ પ્રતિરોધક છે. રોટ માટે સાધારણ સહનશીલ છે.
લાધોવાલ પોપકોર્ન હાઇબ્રિડ 2 (LPCH 2) (IMHP 1535) (હાઇબ્રિડ)
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત માટે માન્ય કરી છે.
ચિલો પાર્ટેલસ, CWZ માં ખરીફ સીઝન દરમિયાન સિંચાઈની સ્થિતિ માટે યોગ્ય, સરેરાશ ઉપજ: CWZ માં 26.68 ક્વિન્ટલ , પરિપક્વતા: વહેલું (84 દિવસ), ફ્યુઝેરિયમ દાંડી રોટ (FSR) અને કર્વુલેરિયા લીફ સ્પોટ (CLS) માટે સાધારણ સહનશીલ.
બેબી કોર્ન GAYMH-1 (GAYMH-1)
મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત
PZ અને CWZ ઝોનમાં ખરીફ સીઝન માટે યોગ્ય, સરેરાશ ઉપજ: PZ માં 14.36 ક્વિન્ટલ હેક્ટરે છે. CWZમાં 22.99 ક્વિન્ટલ હેક્ટરે ઉત્પાદન આપે છે. મધ્યમ રોગ પ્રતિરોધક છે.
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ દ્વારા આ જાતોને ગુજરાતમાં ઉગાડા માટે જાહેર કરેલી છે.